Kutch Earthquake: મોડી રાત્રે ધરા ધ્રુજી, 2.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના કચ્છ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોડી રાત્રે અચાનક કચ્છની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં થોડીવાર માટે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. રાત્રીના શાંત વાતાવરણમાં આવેલા આ ભૂકંપના આંચકાને કારણે કેટલાક જાગતા લોકોએ ધ્રુજારી અનુભવી હતી. જોકે, આંચકો હળવો હોવાથી મોટા નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
મોડી રાત્રે 1:34 કલાકે નોંધાયો આંચકો
મહેસૂલ વિભાગ અને સિસ્મોલોજી સેન્ટરથી મળતી માહિતી મુજબ, આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી. રાત્રે બરાબર 1:34 કલાકે આ ધરતીકંપનો આંચકો આવ્યો હતો, જેના કારણે ગાઢ નિંદ્રામાં સૂતેલા કેટલાક લોકોને હળવા આંચકાનો અનુભવ થયો હતો. સામાન્ય રીતે કચ્છ પંથકમાં આવા હળવા આંચકાઓ અવારનવાર નોંધાતા રહે છે.
દુધઈથી 11 કિલોમીટર દૂર રહ્યું કેન્દ્રબિંદુ
આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના દુધઈ વિસ્તારથી 11 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ આંચકો ખૂબ જ હળવા સ્વરૂપનો હોવાથી કોઈ જાનમાલ કે મિલકતને નુકસાન થયાના સમાચાર નથી. વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Kutch News: કોઠારા પોલીસની વ્યાજખોરો સામે મોટી કાર્યવાહી, કરોડોની રોકડ અને દાગીના જપ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

