KSP ઇન્વેસ્ટમેન્ટના નામે માસિક 10% વ્યાજની સ્કીમ મૂકી ફુલેકુ ફેરવનાર ગેંગનો સાગરિત પકડાયો

Crime in Vadodara : અમદાવાદ તેમજ વડોદરામાં કે એસ.પી ઇન્વેસ્ટમેન્ટના નામે ઉંચા વ્યાજની સ્કીમમાં અનેક ગ્રાહકોને ચૂનો ચોપડવાના પ્રકરણમાં વોન્ટેડ આરોપીને 12 વર્ષ બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. કે.એસ.પી ઇન્વેસ્ટમેન્ટના નામે મહિને 10% વ્યાજની ઓફર કરનાર સંચાલકોએ રૂ.3.84 કરોડ જેટલી રકમ ઉઘરાવી લઈ ઉઠમણું કરતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.ઠગ ટોળકી દ્વારા કંપની રજીસ્ટર કરવામાં આવી છે અને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેવી લોભામણી જાહેરાત કરીને લોકોને આકર્ષવામાં આવતા હતા. આ પ્રકરણમાં તાંદલજાના શાલીમાર ડુપ્લેક્સમાં રહેતા મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસેન શેખ (હાલ રહે લાશિયલ એપાર્ટમેન્ટ, નારાયણ ગાર્ડન, ન્યુ અલકાપુરી) ની પણ સંડોવણી ખૂલતાં 12 વર્ષથી તે પરિવાર સાથે ક્યાંક ચાલ્યો ગયો હતો. મોહમ્મદ નઈમ છેલ્લા કેટલાક સમયથી ન્યુ અલકાપુરીમાં હરીશ વર્માના નામે રહેતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી પાડ્યો છે. મોહમ્મદ નઈમને અગાઉ જામનગરની કોર્ટ દ્વારા રૂ.60 લાખના ચેક બાઉન્સ થવાના ગુનામાં બે વર્ષની સજા ફરમાવવામાં આવી હતી અને તેમાં નહીં પકડાતા કોર્ટે વોરંટ કર્યું હોવાની પણ પોલીસને વિગતો મળી છે. જેથી આ બાબતે કોર્ટને પણ જાણ કરવામાં આવનાર છે.

KSP ઇન્વેસ્ટમેન્ટના નામે માસિક 10% વ્યાજની સ્કીમ મૂકી ફુલેકુ ફેરવનાર ગેંગનો સાગરિત પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Crime in Vadodara : અમદાવાદ તેમજ વડોદરામાં કે એસ.પી ઇન્વેસ્ટમેન્ટના નામે ઉંચા વ્યાજની સ્કીમમાં અનેક ગ્રાહકોને ચૂનો ચોપડવાના પ્રકરણમાં વોન્ટેડ આરોપીને 12 વર્ષ બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે. 

કે.એસ.પી ઇન્વેસ્ટમેન્ટના નામે મહિને 10% વ્યાજની ઓફર કરનાર સંચાલકોએ રૂ.3.84 કરોડ જેટલી રકમ ઉઘરાવી લઈ ઉઠમણું કરતા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ઠગ ટોળકી દ્વારા કંપની રજીસ્ટર કરવામાં આવી છે અને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેવી લોભામણી જાહેરાત કરીને લોકોને આકર્ષવામાં આવતા હતા. આ પ્રકરણમાં તાંદલજાના શાલીમાર ડુપ્લેક્સમાં રહેતા મોહમ્મદ નઈમ મોહમ્મદ હુસેન શેખ (હાલ રહે લાશિયલ એપાર્ટમેન્ટ, નારાયણ ગાર્ડન, ન્યુ અલકાપુરી) ની પણ સંડોવણી ખૂલતાં 12 વર્ષથી તે પરિવાર સાથે ક્યાંક ચાલ્યો ગયો હતો. 

મોહમ્મદ નઈમ છેલ્લા કેટલાક સમયથી ન્યુ અલકાપુરીમાં હરીશ વર્માના નામે રહેતો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી તેને ઝડપી પાડ્યો છે. 

મોહમ્મદ નઈમને અગાઉ જામનગરની કોર્ટ દ્વારા રૂ.60 લાખના ચેક બાઉન્સ થવાના ગુનામાં બે વર્ષની સજા ફરમાવવામાં આવી હતી અને તેમાં નહીં પકડાતા કોર્ટે વોરંટ કર્યું હોવાની પણ પોલીસને વિગતો મળી છે. જેથી આ બાબતે કોર્ટને પણ જાણ કરવામાં આવનાર છે.