Kheda News: લીંબાસી પોલીસ સ્ટેશનના PSI પર ઘાતકી હુમલો

ચેકિંગ કરી રહેલા PSI પર કાર ચઢાવવાનો પ્રયાસકારમાંથી ઉતરવાનુ કહેતા કાર ભગાવી થયા ફરાર પોલીસે કારનો પીછો કરી કાર ઝડપી, આરોપી ફરાર ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને સાયલા ગામ નજીક વલોત્રીલો કુખ્યાત અસામાજિક તત્વ દ્વારા કારથી ટક્કર મારવામાં આવી હતી. PIની વાનને ટક્કર મારીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો. હાલ, તો આ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. મળતી માહિતી મુજબ, લીંબાસી પોલીસ સ્ટેશનના PI ચેકીંગમાં ઉભા હતા. તે દરમ્યાન ગાડી માંથી બહાર ઉતારવાનું કહેતા થાર કારમાં સવાર થઈને આવેલ મફો ડોન નામના લુખ્ખાએ પોતાની કાર પોલીસ ઇન્સ્પેક્ટર પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સ પોલીસની કાર સહિત બીજી કારને અડફેટે લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તુરંત ફિલ્મી ઢબે તેનો પીછો કરતા વાલોત્રી ગામે થાર કાર મળી આવી હતી. આરોપી પોતાની થાર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલ તો પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Kheda News: લીંબાસી પોલીસ સ્ટેશનના PSI પર ઘાતકી હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચેકિંગ કરી રહેલા PSI પર કાર ચઢાવવાનો પ્રયાસ
  • કારમાંથી ઉતરવાનુ કહેતા કાર ભગાવી થયા ફરાર
  • પોલીસે કારનો પીછો કરી કાર ઝડપી, આરોપી ફરાર

ખેડા જિલ્લાના લીંબાસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરને સાયલા ગામ નજીક વલોત્રીલો કુખ્યાત અસામાજિક તત્વ દ્વારા કારથી ટક્કર મારવામાં આવી હતી. PIની વાનને ટક્કર મારીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો. હાલ, તો આ શખ્સને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે.


મળતી માહિતી મુજબ, લીંબાસી પોલીસ સ્ટેશનના PI ચેકીંગમાં ઉભા હતા. તે દરમ્યાન ગાડી માંથી બહાર ઉતારવાનું કહેતા થાર કારમાં સવાર થઈને આવેલ મફો ડોન નામના લુખ્ખાએ પોતાની કાર પોલીસ ઇન્સ્પેક્ટર પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સ પોલીસની કાર સહિત બીજી કારને અડફેટે લઈને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.


જોકે, પોલીસે તુરંત ફિલ્મી ઢબે તેનો પીછો કરતા વાલોત્રી ગામે થાર કાર મળી આવી હતી. આરોપી પોતાની થાર કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્યારે હાલ તો પોલીસ આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.