Ahmedabadમાં વરસાદને લઈ લીલા શાકભાજીની આવકમાં થયો ઘટાડો,ભાવ પહોંચ્યા આસમાને

ફલાવરનો ભાવ કિલોએ રૂ.100 પર પહોંચ્યો ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.100 થયો ખેતરોમાં પાણી ભરાયા હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં હોલસેલ બજારમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.ભાવમાં 20થી 30 ટકાનો વધારો હોલસેલ બજારમાં થયો છે. જ્યારે છૂટક બજારમાં તમામ શાકભાજીનો ભાવ કિલોએ રૂ.100ને પાર થઈ ગયો છે. શાકભાજીની આવકમાં થયો ઘટાડો રાજયમાં પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદથી શાકભાજીની આવકમાં ઘટાડો અને ભાવ પર માઠી અસર જોવા મળી છે. શહેરમાં શાકભાજીમાં માર્કેટમાં ભાવ આસમાને પહોંચી ગયા છે.સામાન્ય રીતે રૂ.30થી 50ના ભાવે મળતા શાકભાજી અત્યારે રૂ. 100થી 250 સુધી પહોંચ્યા છે. બીજી તરફ જમાલપુર હોલસેલ શાક માર્કેટમાં 5 હજાર કિવન્ટલ શાકભાજી ઓછા આવી રહ્યાં છે. ચોમાસામાં શાકભાજીનું ઉત્પાદન ઘટે છે ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજી વેચનાર વેપારીઓનું કહેવું છે કે, ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી. આથી વેપારીઓ ઓછા ઉત્પાદનમાં ખરીદી કરે છે અને વધુ ભાવ ચૂકવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વેપારીઓનું માનવું છે કે,આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ રહેશે. ભાવનગરમાં પણ શાકભાજીના ભાવ વધ્યા નડિયાદ, અમદાવાદ, આણંદ, અને બરોડાથી શાકભાજી આવે છે. અહીં બટાકા, ટમેટા, કોબી અને કોથમરી બહારથી આવે છે. જ્યારે કોબી, ફ્લાવર, તુરીયા, રીંગણાં બધું અહીંથી ઉત્પાદિત થાય છે. અહીંયા ઉત્પાદન ન થવાથી બહારથી શાકભાજી આવે છે જેને પરિણામે ચોમાસામાં હાલ થોડો સમય માટે ભાવ ઊંચકાય છે. ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે. જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે.

Ahmedabadમાં વરસાદને લઈ લીલા શાકભાજીની આવકમાં થયો ઘટાડો,ભાવ પહોંચ્યા આસમાને

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ફલાવરનો ભાવ કિલોએ રૂ.100 પર પહોંચ્યો
  • ટામેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.100 થયો
  • ખેતરોમાં પાણી ભરાયા હોવાથી શાકભાજીની આવકમાં મોટો ઘટાડો

છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં હોલસેલ બજારમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.ભાવમાં 20થી 30 ટકાનો વધારો હોલસેલ બજારમાં થયો છે. જ્યારે છૂટક બજારમાં તમામ શાકભાજીનો ભાવ કિલોએ રૂ.100ને પાર થઈ ગયો છે.

શાકભાજીની આવકમાં થયો ઘટાડો

રાજયમાં પડી રહેલા ભારેથી અતિ ભારે વરસાદથી શાકભાજીની આવકમાં ઘટાડો અને ભાવ પર માઠી અસર જોવા મળી છે. શહેરમાં શાકભાજીમાં માર્કેટમાં ભાવ આસમાને પહોંચી ગયા છે.સામાન્ય રીતે રૂ.30થી 50ના ભાવે મળતા શાકભાજી અત્યારે રૂ. 100થી 250 સુધી પહોંચ્યા છે. બીજી તરફ જમાલપુર હોલસેલ શાક માર્કેટમાં 5 હજાર કિવન્ટલ શાકભાજી ઓછા આવી રહ્યાં છે.


ચોમાસામાં શાકભાજીનું ઉત્પાદન ઘટે છે

ઉનાળુ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે. શાકભાજી વેચનાર વેપારીઓનું કહેવું છે કે, ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી. આથી વેપારીઓ ઓછા ઉત્પાદનમાં ખરીદી કરે છે અને વધુ ભાવ ચૂકવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વેપારીઓનું માનવું છે કે,આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ રહેશે.

ભાવનગરમાં પણ શાકભાજીના ભાવ વધ્યા

નડિયાદ, અમદાવાદ, આણંદ, અને બરોડાથી શાકભાજી આવે છે. અહીં બટાકા, ટમેટા, કોબી અને કોથમરી બહારથી આવે છે. જ્યારે કોબી, ફ્લાવર, તુરીયા, રીંગણાં બધું અહીંથી ઉત્પાદિત થાય છે. અહીંયા ઉત્પાદન ન થવાથી બહારથી શાકભાજી આવે છે જેને પરિણામે ચોમાસામાં હાલ થોડો સમય માટે ભાવ ઊંચકાય છે. ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે. જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે.