Jamnagarના કોટડા ગામે પડી વીજળી,દશ્યો મોબાઈલમાં થયા કેદ,તમે પણ જુઓ આ ફોટા

જામજોધપુરના કોટડા બાવીસી ગામે વીજળી પડી ફુલઝર ડેમમાં વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યો વીજળી પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ જામજોધપુરના કોટડા બાવીસી ગામે ફુલઝર ડેમમાં વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.રાત્રીના ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર 6 ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે. જયારે કાલાવડમાં સાડા ત્રણ ઇંચ, ધ્રોલમાં અઢી ઇંચ, અને જોડિયામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડયા હતા. નદી નાળામાં નવા નીરની આવક જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સવારથી ભારે ઉકળાટભર્યું વાતાવરણ બનેલું હતું. આખરે સૌ પ્રથમ કાલાવડમાં બપોર પછી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. ચાર વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યા પછી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 12 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં ફરીથી નદી નાળામાં પુર આવ્યા હતા તેમજ આસપાસના ચેકડેમ તળાવ વગેરેમાં નવા પાણીની આવક થઈ છે. 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તથા 10 અન્ય રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

Jamnagarના કોટડા ગામે પડી વીજળી,દશ્યો મોબાઈલમાં થયા કેદ,તમે પણ જુઓ આ ફોટા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જામજોધપુરના કોટડા બાવીસી ગામે વીજળી પડી
  • ફુલઝર ડેમમાં વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યો
  • વીજળી પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ

જામજોધપુરના કોટડા બાવીસી ગામે ફુલઝર ડેમમાં વીજળી પડી હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.રાત્રીના ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર 6 ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે. જયારે કાલાવડમાં સાડા ત્રણ ઇંચ, ધ્રોલમાં અઢી ઇંચ, અને જોડિયામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડયા હતા.

નદી નાળામાં નવા નીરની આવક

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સવારથી ભારે ઉકળાટભર્યું વાતાવરણ બનેલું હતું. આખરે સૌ પ્રથમ કાલાવડમાં બપોર પછી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. ચાર વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યા પછી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 12 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં ફરીથી નદી નાળામાં પુર આવ્યા હતા તેમજ આસપાસના ચેકડેમ તળાવ વગેરેમાં નવા પાણીની આવક થઈ છે.


25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તથા 10 અન્ય રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા

કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.