Vadodara News: જિલ્લાના જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે

જનસેવા કેન્દ્ર સવારે 9:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના ધોરણ 10-12 ના પરિણામ બાદ દાખલો મેળવવા ઘસારો રહેતા સુવિધા કરાઇ વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેમાં ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા ઘસારો રહે છે. તેમાં કલેકટરે જનસેવા કેન્દ્ર સવારે 9:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ કર્યા છે. જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે. ગઇકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી ગઇકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી. તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં હતા. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગૂ કરાય તેવું લોકો જણાવી રહ્યાં છે. રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી છે. જેમાં ધોરણ 11, 12, કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે. તથા નોન ક્રીમિલેયર, જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે. પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે. તેમજ અન્ય સ્થળે પણ આવક, જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે. ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે. જેમાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે. 3 જ દિવસમાં 4,065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે. જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે. પ્રતિદિન 1 હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે. આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટીની જરૂર પડતી હોય છે. તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે આવે છે.

Vadodara News: જિલ્લાના જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જનસેવા કેન્દ્ર સવારે 9:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ
  • લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના
  • ધોરણ 10-12 ના પરિણામ બાદ દાખલો મેળવવા ઘસારો રહેતા સુવિધા કરાઇ

વડોદરા શહેર જિલ્લામાં આવેલ જનસેવા કેન્દ્ર સાંજે છ વાગ્યા સુધી કાર્યરત રહેશે. જેમાં ધોરણ 10 અને 12 ના પરિણામ બાદ જનસેવા કેન્દ્રમાં દાખલા મેળવવા ઘસારો રહે છે. તેમાં કલેકટરે જનસેવા કેન્દ્ર સવારે 9:00 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ચાલુ રાખવા આદેશ કર્યા છે. જનસેવા કેન્દ્ર પર લાભાર્થીઓ માટે પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પણ સૂચના આપવામાં આવી છે.

ગઇકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી

ગઇકાલે અમદાવાદ, રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી કતારો લાગી હતી. તેમજ અમદાવાદમાં બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો હતો. જેમાં જાતિના પ્રમાણપત્ર લેવા આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. વહેલી સવારથી લોકોની લાંબી કતારો લાગી હતી. જેમાં અધિકારી સમયસર ન આવતા લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી છે તેમ સ્થાનિકો જણાવી રહ્યાં હતા. જેમાં વહેલી સવારે 5 વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી. જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઇ રહી છે. તેથી વડોદરા જેવો નિયમ તમામ શહેરોમાં લાગૂ કરાય તેવું લોકો જણાવી રહ્યાં છે.

રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી

રાજકોટમાં આવકનો દાખલો કઢાવવા બહુમાળી ભવન ખાતે લાઈન લાગી છે. જેમાં ધોરણ 11, 12, કોલેજના એડમિશનમાં દાખલાની જરૂર પડે છે. તથા નોન ક્રીમિલેયર, જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓની કતાર લાગતા લોકો પરેશાન થયા છે. પહેલી તારીખથી દરરોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દાખલા માટે કતારો લગાવી રહ્યા છે. તેમજ અન્ય સ્થળે પણ આવક, જાતિના દાખલાની જરૂરિયાત રહેતી હોવાથી લોકો લાંબી કતારો લગાવી દાખલા કઢાવવા ઉમટી પડ્યા છે.

ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો

વડોદરામાં આવકના દાખલા માટે ધસારો થયો છે. જેમાં ધો.10-12ના પરિણામ પછી આવકના દાખલા માટે ધસારો જોવા મળ્યો છે. 3 જ દિવસમાં 4,065 લોકોએ આવકનો દાખલો કઢાવ્યો છે. જેમાં જનસેવા કેન્દ્ર ખાતે સવારથી જ લોકોની કતાર લાગી છે. પ્રતિદિન 1 હજારથી વધુ લોકો દાખલો કઢાવવા કતારોમાં લાગી જાય છે. આવકના દાખલા, જાતિના દાખલા અને નોન ક્રિમીનલ સર્ટીની જરૂર પડતી હોય છે. તેમાં નર્મદા ભવન સ્થિત જનસેવા કેન્દ્ર તથા જિલ્લાના જનસેવા કેન્દ્ર ખાતે લોકો સવારથી પ્રમાણપત્ર માટે આવે છે.