ક્રાઇમબ્રાંચ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન

અમદાવાદ, શુક્રવારઅમદાવાદમાં થોડા મહિનાઓ અગાઉ વિદેશમાંથી પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી  કરોડો રૂપિયાની કિંમતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.  ત્યારે શુક્રવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ક્સ્ટમ વિભાગે  સંયુક્ત ઓપરેશન કરીને શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાં દરોડો પાડીને વિદેશથી મોકલવામાં આવેલા ૧૪ પાર્સલમાંથી રૂપિયા ૧.૧૫ કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જો કે આ પાર્સલ રીસિવ કરનારના નામ સરનામા બનાવટી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને કસ્ટમ વિભાગના અધિકારીઓને સંયુક્ત માહિતી મળી હતી કે શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાં વિદેશમાં આવેલા કેટલાંક પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો મોકલાયો છે. જેના આધારે અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી મોકલવામાં આવેલા ૧૪ જેટલા પાર્સલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં   ટેડી બિયર અને રમકડા, ડ્ેસ અને લંચ બોક્સ તેમજ કેન્ડીમાં છુપાવવામાં આવેલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા ૧.૧૫ કરોડ જેટલી અંદાજવામાં આવી છે.  આ પાર્સલની રિસીવર અંગે તપાસ કરતા નામ-સરનામા ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે પાર્સલ મોકલનારની વિગતો પણ બનાવટી હતી.જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાંથી એર કાર્ગો દ્વારા મોકલવામાં આવેલા પાર્સલમાંથી પણ હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જે પાર્સલ બોટાદ, આણંદ, ગાંધીનગર અને બોપલમાં મોકલવાના હતા.  જો કે તેમાં પણ તમામ નામ સરનામા  બનાવટી હોવાનું ખુલ્યું હતું. 

ક્રાઇમબ્રાંચ અને કસ્ટમ વિભાગનું સંયુક્ત ઓપરેશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદમાં થોડા મહિનાઓ અગાઉ વિદેશમાંથી પોસ્ટ ઓફિસમાં આવેલા પાર્સલમાંથી  કરોડો રૂપિયાની કિંમતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.  ત્યારે શુક્રવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ક્સ્ટમ વિભાગે  સંયુક્ત ઓપરેશન કરીને શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાં દરોડો પાડીને વિદેશથી મોકલવામાં આવેલા ૧૪ પાર્સલમાંથી રૂપિયા ૧.૧૫ કરોડની કિંમતનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જો કે આ પાર્સલ રીસિવ કરનારના નામ સરનામા બનાવટી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને કસ્ટમ વિભાગના અધિકારીઓને સંયુક્ત માહિતી મળી હતી કે શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાં વિદેશમાં આવેલા કેટલાંક પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો મોકલાયો છે. જેના આધારે અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડથી મોકલવામાં આવેલા ૧૪ જેટલા પાર્સલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં   ટેડી બિયર અને રમકડા, ડ્ેસ અને લંચ બોક્સ તેમજ કેન્ડીમાં છુપાવવામાં આવેલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા ૧.૧૫ કરોડ જેટલી અંદાજવામાં આવી છે.  આ પાર્સલની રિસીવર અંગે તપાસ કરતા નામ-સરનામા ખોટો હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે પાર્સલ મોકલનારની વિગતો પણ બનાવટી હતી.જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ અગાઉ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા શાહીબાગ સ્થિત પોસ્ટ ઓફિસમાંથી એર કાર્ગો દ્વારા મોકલવામાં આવેલા પાર્સલમાંથી પણ હાઇબ્રીડ ગાંજાનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. જે પાર્સલ બોટાદ, આણંદ, ગાંધીનગર અને બોપલમાં મોકલવાના હતા.  જો કે તેમાં પણ તમામ નામ સરનામા  બનાવટી હોવાનું ખુલ્યું હતું.