Dwarkaમાં ભારે વરસાદ વરસતા જામ રાવલ ગામ બેટમાં ફેરવાયુ,NDRFની ટીમ ઘટના સ્થળે

રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા રાવલ જવાનો માર્ગ બંધ પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાએ તારાજી સર્જી છે.દ્રારકાનુ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે.રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પાણી ફરી વળતા અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે.મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પુર વહેતા ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી વરસાદના પગલે લીંમડી-દ્વારકા સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાં છે. તો પાનેલી હરીપર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. તો કેનેડી અને ભાટિયા અને લાંબા ગામોમાં કેડ સમા પાણી ભરાયાં છે. વરસાદના પગલે સાની ડેમમાં પાણીનું સ્તર વધતા આસપાસના નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાત્રિના 12 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધીમાં આઠ કલાકમાં 10.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાત્રિના 12 થી 4 વાગ્યા સુધીમાં સાંબેલાધાર પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. મુશળધાર વરસાદને પગલે જયા જુઓ ત્યાં પાણી જ પાણી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા છે. અનેક રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થતા માર્ગો બંધ થયા છે. 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તથા 10 અન્ય રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

Dwarkaમાં ભારે વરસાદ વરસતા જામ રાવલ ગામ બેટમાં ફેરવાયુ,NDRFની ટીમ ઘટના સ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પાણી ફરી વળ્યા
  • પાણી ફરી વળતા રાવલ જવાનો માર્ગ બંધ
  • પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત

ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં આ વખતે મેઘરાજાએ તારાજી સર્જી છે.દ્રારકાનુ જામ રાવલ ગામ બેટમાં ફેરવાયું છે,જયાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે.રાવલ ચંદ્રાવાડા માર્ગ પર પાણી ફરી વળતા અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે.મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પુર વહેતા ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે.

સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી

વરસાદના પગલે લીંમડી-દ્વારકા સ્ટેટ હાઇવે પર પાણી ભરાયાં છે. તો પાનેલી હરીપર વચ્ચેનો રસ્તો બંધ થયો છે. તો કેનેડી અને ભાટિયા અને લાંબા ગામોમાં કેડ સમા પાણી ભરાયાં છે. વરસાદના પગલે સાની ડેમમાં પાણીનું સ્તર વધતા આસપાસના નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.


દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું

કલ્યાણપુર તાલુકામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાત્રિના 12 વાગ્યા થી સવારના 8 વાગ્યા સુધીમાં આઠ કલાકમાં 10.25 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાત્રિના 12 થી 4 વાગ્યા સુધીમાં સાંબેલાધાર પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. મુશળધાર વરસાદને પગલે જયા જુઓ ત્યાં પાણી જ પાણી છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસ્યા છે. અનેક રોડ રસ્તાઓ પર નદીઓ વહેતી થતા માર્ગો બંધ થયા છે.

25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તથા 10 અન્ય રસ્તાઓ બંધ સ્થિતિમાં છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું અને વરસાદથી શહેરને પાણી-પાણી કરી નાખ્યું હતું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી. જેના પગલે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા

કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. ગુજરાતમાં કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર ઉપરાંત પણ જુનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં તો આકાશી આફતથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને પગલે જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તો બીજી તરફ ભારે વરસાદના સમયે જ અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.