Heat Wave Update: રાજ્યમાં ગરમીનો પારે ઉંચકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે

ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહીકચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં ગરમી વધશેઆગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતારાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં છૂટાઠવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આ સાથે જ કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં એટલે કે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદ સહિત વિવિધ શહેરનું તાપમાન 41.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની અસર વિવિધ જિલ્લામાં પણ ગરમીની પ્રમાણ જોવા મળી રહ્યું છે. આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ હવામાન વિભાગે આગાહીમાં વિવિધ જિલ્લામાં હીટવેવની સ્થિતિ દર્શાવી છે. જેના કારણે પણ રાજ્યમાં વિવિધ શહેરોમાં લોકો ગરમીના ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેનાથી લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. 

Heat Wave Update: રાજ્યમાં ગરમીનો પારે ઉંચકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતનાં 5 જીલ્લામાં હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી
  • કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં ગરમી વધશે
  • આગામી દિવસોમાં વિવિધ જિલ્લાઓમાં ગરમી વધવાની શક્યતા
રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચઢી રહ્યો છે. જેમાં વિવિધ શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં છૂટાઠવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. આ સાથે જ કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.

આ તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તથા કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં એટલે કે ભાવનગર, જૂનાગઢ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે.

જ્યારે અમદાવાદ સહિત વિવિધ શહેરનું તાપમાન 41.3 ડિગ્રી પર પહોંચ્યું છે. જેની અસર વિવિધ જિલ્લામાં પણ ગરમીની પ્રમાણ જોવા મળી રહ્યું છે. આજે બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. ગરમીનું જોર વધતાં કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

આ સાથે જ હવામાન વિભાગે આગાહીમાં વિવિધ જિલ્લામાં હીટવેવની સ્થિતિ દર્શાવી છે. જેના કારણે પણ રાજ્યમાં વિવિધ શહેરોમાં લોકો ગરમીના ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેનાથી લોકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે.