Gujarat Rain: 6 વાગ્યા સુધી 202 તાલુકામાં વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ

ચાર તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ41 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ 122 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 202 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે 4 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ, ચાર તાલુકામાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ, ચાર તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ, સાત તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરમાં 7 ઈંચ વરસાદ ખાબકયો કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પર પાણી ફરી વળ્યા છે.કલ્યાણપુર તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ થતાં અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે. ભાટીયાથી ભોગાતને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે. અત્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આઠ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ પૂર્વે શનિવારે પણ દ્વારકા અને ખંભાળિયામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ત્યારે આજે સવારે 10:30 વાગ્યે ખંભાળિયા તાલુકામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે. 122 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ ત્યારે 17 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 41 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 122 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાય જવાની સમસ્યા, વાહનો બંધ પડી જવાની સમસ્યા અને વીજળી ગુલ થઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી છે. વધુ વરસાદ નોંધાયો હોય તેવા કેટલાક ગામડા તો સંપર્કવિહોણા પણ બન્યા છે. 38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદથી અંધારપટ ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વરસતા 91 જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે અને 10 જેટલા ટીસી પણ ડેમેજ થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઈલેક્ટ્રીકસીટીનો પ્રવાહ પણ ખોરવાઈ ગયો છે અને 38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદને પગલે અંધારપટ છવાઈ ગયો છે. સૌથી વધુ પોરબંદર અને ભૂજ જિલ્લામાં પાવર સપ્લાય પર અસરો થઈ છે. ત્યારે સમસ્યા સામે આવ્યા બાદ PGVCLની અલગ અલગ ટીમો દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. 24 કલાકમાં નવા નીરની આવક રાજકોટ જિલ્લાના 8 જળાશયોમાં વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે. જેમાં ભાદર-૨ ડેમમા અંદાજે 4 ફુટની આવક થઈ છે. મોજ ડેમમાં 0.98 આવક થઈ છે. ફોફળ ડેમમાં 0.59 ફૂટ ,આજી-1 ડેમમાં 0.13 ફૂટ ,આજી-2 ડેમમાં 0.23 ફૂટ ,સુરવો ડેમમાં 0.33 ફૂટ આવક ,ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટની આવક થઈ છે અને છાપરાવાડી-2 ડેમમાં 3.28 ફૂટ આવક થઈ છે.આ ડેમમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થવા પામી છે.

Gujarat Rain: 6 વાગ્યા સુધી 202 તાલુકામાં વરસાદ, દ્વારકાના કલ્યાણપુરમાં સૌથી વધુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચાર તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ
  • 41 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ
  • 122 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધી વરસાદ

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આજે સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 202 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે 4 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ, ચાર તાલુકામાં પાંચ ઈંચ કરતા વધુ વરસાદ, ચાર તાલુકામાં ચાર ઈંચ કરતા વધુ વરસાદ, સાત તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

કલ્યાણપુરમાં 7 ઈંચ વરસાદ ખાબકયો

કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ભાટિયાથી ભોગાતને જોડતો માર્ગ પર પાણી ફરી વળ્યા છે.કલ્યાણપુર તાલુકામાં સાત ઇંચ જેટલો વરસાદ થતાં અનેક રસ્તાઓ જળમગ્ન થયા છે. ભાટીયાથી ભોગાતને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે રવિવારથી મેઘરાજાના મંડાણ થયા છે. અત્યારે આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આઠ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ વરસી ગયો છે. આ પૂર્વે શનિવારે પણ દ્વારકા અને ખંભાળિયામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. ત્યારે આજે સવારે 10:30 વાગ્યે ખંભાળિયા તાલુકામાં હળવા ઝાપટા વરસી રહ્યા છે.

122 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ

ત્યારે 17 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. 41 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 122 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાય જવાની સમસ્યા, વાહનો બંધ પડી જવાની સમસ્યા અને વીજળી ગુલ થઈ જવાની સમસ્યાઓ પણ સામે આવી છે. વધુ વરસાદ નોંધાયો હોય તેવા કેટલાક ગામડા તો સંપર્કવિહોણા પણ બન્યા છે.

38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદથી અંધારપટ

ગાજવીજ અને ભારે પવનની સાથે વરસાદ વરસતા 91 જેટલા વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે અને 10 જેટલા ટીસી પણ ડેમેજ થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ઈલેક્ટ્રીકસીટીનો પ્રવાહ પણ ખોરવાઈ ગયો છે અને 38 જેટલા ગામડાઓમાં ભારે વરસાદને પગલે અંધારપટ છવાઈ ગયો છે. સૌથી વધુ પોરબંદર અને ભૂજ જિલ્લામાં પાવર સપ્લાય પર અસરો થઈ છે. ત્યારે સમસ્યા સામે આવ્યા બાદ PGVCLની અલગ અલગ ટીમો દ્વારા રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

24 કલાકમાં નવા નીરની આવક

રાજકોટ જિલ્લાના 8 જળાશયોમાં વરસાદને લઈને નવા નીરની આવક થઈ છે. જેમાં ભાદર-૨ ડેમમા અંદાજે 4 ફુટની આવક થઈ છે. મોજ ડેમમાં 0.98 આવક થઈ છે. ફોફળ ડેમમાં 0.59 ફૂટ ,આજી-1 ડેમમાં 0.13 ફૂટ ,આજી-2 ડેમમાં 0.23 ફૂટ ,સુરવો ડેમમાં 0.33 ફૂટ આવક ,ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટની આવક થઈ છે અને છાપરાવાડી-2 ડેમમાં 3.28 ફૂટ આવક થઈ છે.આ ડેમમાં છેલ્લા 24 કલાકમાં નવા નીરની આવક થવા પામી છે.