Gujarat Heat wave: રાજ્યમાં આવનારા 2 દિવસ હીટવેવની આગાહી,જાણો ક્યાં થશે અસર

17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં રહેશે હીટવેવ રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું રાજ્યમાં ગરમીનો પારો મે મહિનામાં પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમી સતત વધી રહી છે. આ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. જેની અસર ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળી શકે છે. તો જાણો ક્યાં થશે હીટવેવની અસર. આ શહેરોમાં રહેશે ગરમીની અસર રાજ્યમાં ગરમીની વાત કરીએ તો 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો સાથે જ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે. આ સાથે જ હાલમાં પણ રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. તો જાણો રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ અને ગાંધીનગરમાં ઓછું તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. આ સિવાય અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન રહ્યું અને ડીસામાં 41.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. વડોદરામાં 41.4 ડિગ્રી, ભુજ-કંડલામાં 41 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમરેલીમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હીટવેવને લઈને વિવિધ જગ્યાઓએ વધી રહી છે દર્દીઓની સંખ્યા વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં પણ ગરમીના કારણે સનસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરામાં તો દૈનિક 800 હીટસ્ટ્રોકના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હીટવેવના કારણે લોકોને ખાસ કરીને ચક્કર આવવા, માથાના દુઃખાવવાની ફરિયાદ જોવા મળે છે. ખાસ કરીને શ્રમજીવીઓમાં હીટસ્ટ્રોકની વધુ અસર જોવા મળે છે. હીટવેવ એટલે શું? હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો માનવામાં આવે છે. જ્યારે તાપમાન કોઈ વિસ્તારના સરેરાશ ઊંચા તાપમાન કરતાં વધી જાય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે મેદાની વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય વિસ્તારોમાં 30 °C સુધી પહોંચે છે, ત્યારે હીટવેવ શરૂ થાય છે.

Gujarat Heat wave: રાજ્યમાં આવનારા 2 દિવસ હીટવેવની આગાહી,જાણો ક્યાં થશે અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી
  • 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં રહેશે હીટવેવ
  • રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું

રાજ્યમાં ગરમીનો પારો મે મહિનામાં પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. દિવસે ને દિવસે ગરમી સતત વધી રહી છે. આ સાથે જ લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. જેની અસર ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળી શકે છે. તો જાણો ક્યાં થશે હીટવેવની અસર.

આ શહેરોમાં રહેશે ગરમીની અસર

રાજ્યમાં ગરમીની વાત કરીએ તો 17 મેના રોજ સુરત, વલસાડમાં સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે, તો સાથે જ 18 મેના રોજ પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં પણ હીટવેવની અસર જોવા મળી શકે છે. આ સાથે જ હાલમાં પણ રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. તો જાણો રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું છે.

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ અને ગાંધીનગરમાં ઓછું તાપમાન નોંધાયું

સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો રાજકોટમાં 43.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. આ સિવાય અમદાવાદમાં 39.5 ડિગ્રી, ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન રહ્યું અને ડીસામાં 41.7 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. વડોદરામાં 41.4 ડિગ્રી, ભુજ-કંડલામાં 41 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમરેલીમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હીટવેવને લઈને વિવિધ જગ્યાઓએ વધી રહી છે દર્દીઓની સંખ્યા

વડોદરા, અમદાવાદ અને રાજકોટમાં પણ ગરમીના કારણે સનસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરામાં તો દૈનિક 800 હીટસ્ટ્રોકના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હીટવેવના કારણે લોકોને ખાસ કરીને ચક્કર આવવા, માથાના દુઃખાવવાની ફરિયાદ જોવા મળે છે. ખાસ કરીને શ્રમજીવીઓમાં હીટસ્ટ્રોકની વધુ અસર જોવા મળે છે.

હીટવેવ એટલે શું?

હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો માનવામાં આવે છે. જ્યારે તાપમાન કોઈ વિસ્તારના સરેરાશ ઊંચા તાપમાન કરતાં વધી જાય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે મેદાની વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય વિસ્તારોમાં 30 °C સુધી પહોંચે છે, ત્યારે હીટવેવ શરૂ થાય છે.