Gujarat Board: 23મીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને કરાશે માર્કશીટનું વિતરણ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત22મી મેના રોજ શાળાઓને માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે આગામી 23મી મેના રોજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે માર્કશીટ ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે, હવે એક પછી એક તમામ ધોરણો માટે વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની તારીખો જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરીને કહેવામાં આવ્યું છે કે આગામી 22મી મેના રોજ શાળાઓને વિદ્યાર્થીઓની માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે. અને તમામ શાળાઓ દ્વારા આગામી 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. ધો.12 સામાન્ય પ્રવાહનું 97.27 ટકા પરિણામ આવ્યુ ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. જેમાં ગુજરાતમાં ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ આવ્યું છે.વિદ્યાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. જેમાં આજે વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારું પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 8983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે. ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર,264 શાળાનું 30 ટકા, 70 શાળાનું શૂન્ય પરિણામ,23247 વિદ્યાર્થીઓએ A1, 78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ,21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર.

Gujarat Board: 23મીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને કરાશે માર્કશીટનું વિતરણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત
  • 22મી મેના રોજ શાળાઓને માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે
  • આગામી 23મી મેના રોજ વિદ્યાર્થીઓને આપવામાં આવશે માર્કશીટ

ગુજરાત બોર્ડના ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે, હવે એક પછી એક તમામ ધોરણો માટે વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે, શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની તારીખો જાહેર કરવામાં આવી છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરીને કહેવામાં આવ્યું છે કે આગામી 22મી મેના રોજ શાળાઓને વિદ્યાર્થીઓની માર્કશીટ પહોંચાડી દેવામાં આવશે. અને તમામ શાળાઓ દ્વારા આગામી 23મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની માર્કશીટનું વિતરણ કરવામાં આવશે.

ધો.12 સામાન્ય પ્રવાહનું 97.27 ટકા પરિણામ આવ્યુ

ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે. જેમાં ગુજરાતમાં ધોરણ 12 બોર્ડમાં બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.27 ટકા પરિણામ આવ્યું છે.

વિદ્યાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ

ધોરણ 12 બોર્ડના પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યુ છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતું. જેમાં આજે વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારું પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં 1034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા 8983 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહમાં 47.98 ટકા સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.

ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું. ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર,264 શાળાનું 30 ટકા, 70 શાળાનું શૂન્ય પરિણામ,23247 વિદ્યાર્થીઓએ A1, 78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ,21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર.