Girsomnathમાં 5 પોલીસકર્મીઓએ પોલીસ ટ્રેનિગમાં જવાના હુકમનો અનાદાર કરતા SPએ કર્યા સસ્પેન્ડ

પાંચેય પોલીસ કર્મીઓ ટ્રેનિંગમાં જવાના બદલે સીક લીવ પર ઉતર્યા શિસ્ત ભંગ બદલ 5 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા આકરા પાણીએ ગીરસોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાએ 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.ટ્રેનિંગ માટે જવા કરેલ હુકમનો અનાદાર કરતા એસપીએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.પોલીસે શિસ્ત ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે. પોલીસની હોય છે ટ્રેનિંગ ગુજરાત પોલીસને અલગ-અલગ સમયે અમુક દિવસોની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને આ ટ્રેનિંગ જિલ્લા બહાર આપવામાં આવતી હોય છે,જેમાં પોલીસને અલગ-અલગ વિષયો પર ટ્રેનિંગ અપાતી હોય છે,ગીરસોમનાથ જિલ્લાના 5 પોલીસકર્મીઓને ટ્રેનિંગમાં મોકલવાનો આદેશ કરાયો હતો પરંતુ તેઓ સીક લીવ પર ઉતરી જતા એસપીએ તેમની સામે આકરા પગલા ભર્યા છે,એસપીના ધ્યાને આવ્યું હતું કે પાંચ પોલીસકર્મીઓ ખોટી રીતે રજા પર ઉતરી ગયા છે જેના કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મી 1. પ્રકાશકુમાર રામભાઈ વાળા 2. વિજયસિંહ માનસિંહ ડોડીયા 3. સંદીપકુમાર ભીખુભાઇ પરમાર 4. લલીતકુમાર દાનાભાઈ સોસા 5. હર્ષદકુમાર રામભાઈ સેવરા 15 દિવસ અગાઉ ગાંધીનગર એસપીએ બે પોલીસને તોડ કરતા સસ્પેન્ડ કર્યા હતા બકરી ઈદના દિવસે ઈન્ફોસિટી પોલીસની હદમાં બકરા ભરેલી ગાડી જઈ રહી હતી તે દરમિયાન બે કોન્સ્ટેબલે ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી હતી અને છેલ્લે 35 હજાર રૂપિયા લઈને ડ્રાઈવરને જવા દેવામાં આવ્યો હતો.ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર- 3 અને પીસીઆર- 1ના પોલીસ કર્મચારીઓ તોડ કર્યો હતો જેને લઈ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યો હતો,ભોગ બનનારની અરજીના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના સાચી હોવાનુ જાણવા મળ્યું હતુ. 23 જાન્યુઆરી 2024ના રોજ જૂનાગઢ એસઓજી પીઆઈ સસ્પેન્ડ થયા હતા જૂનાગઢ પોલીસ ફરી વિવાદમાં આવી હતૂ. SOG PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બેંક ખાતા સીઝ કર્યા બાદ અનસીઝ કરવા તેમણે પૈસા માગ્યા હતા. બેંગાલુરુના વેપારી પાસેથી ખાતા અનસીઝ કરવા લાંચ માગી હતી. SOGએ 32 ખાતા સીઝ કર્યા હતા. PIની આ કરતુત સામે આવતા જ IG નિલેશ ઝાઝડીયાએ કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા અને ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા.  

Girsomnathમાં 5 પોલીસકર્મીઓએ પોલીસ ટ્રેનિગમાં જવાના હુકમનો અનાદાર કરતા SPએ કર્યા સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાંચેય પોલીસ કર્મીઓ ટ્રેનિંગમાં જવાના બદલે સીક લીવ પર ઉતર્યા
  • શિસ્ત ભંગ બદલ 5 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
  • ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા આકરા પાણીએ

ગીરસોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાએ 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.ટ્રેનિંગ માટે જવા કરેલ હુકમનો અનાદાર કરતા એસપીએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે.પોલીસે શિસ્ત ભંગ બદલ કડક કાર્યવાહી કરી છે.

પોલીસની હોય છે ટ્રેનિંગ

ગુજરાત પોલીસને અલગ-અલગ સમયે અમુક દિવસોની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે અને આ ટ્રેનિંગ જિલ્લા બહાર આપવામાં આવતી હોય છે,જેમાં પોલીસને અલગ-અલગ વિષયો પર ટ્રેનિંગ અપાતી હોય છે,ગીરસોમનાથ જિલ્લાના 5 પોલીસકર્મીઓને ટ્રેનિંગમાં મોકલવાનો આદેશ કરાયો હતો પરંતુ તેઓ સીક લીવ પર ઉતરી જતા એસપીએ તેમની સામે આકરા પગલા ભર્યા છે,એસપીના ધ્યાને આવ્યું હતું કે પાંચ પોલીસકર્મીઓ ખોટી રીતે રજા પર ઉતરી ગયા છે જેના કારણે તેમને સસ્પેન્ડ કર્યા છે.


સસ્પેન્ડ થયેલ પોલીસ કર્મી

1. પ્રકાશકુમાર રામભાઈ વાળા

2. વિજયસિંહ માનસિંહ ડોડીયા

3. સંદીપકુમાર ભીખુભાઇ પરમાર

4. લલીતકુમાર દાનાભાઈ સોસા

5. હર્ષદકુમાર રામભાઈ સેવરા

15 દિવસ અગાઉ ગાંધીનગર એસપીએ બે પોલીસને તોડ કરતા સસ્પેન્ડ કર્યા હતા

બકરી ઈદના દિવસે ઈન્ફોસિટી પોલીસની હદમાં બકરા ભરેલી ગાડી જઈ રહી હતી તે દરમિયાન બે કોન્સ્ટેબલે ગાડી રોકી કેસ કરવાની ધમકી આપી હતી અને છેલ્લે 35 હજાર રૂપિયા લઈને ડ્રાઈવરને જવા દેવામાં આવ્યો હતો.ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર- 3 અને પીસીઆર- 1ના પોલીસ કર્મચારીઓ તોડ કર્યો હતો જેને લઈ સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યો હતો,ભોગ બનનારની અરજીના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના સાચી હોવાનુ જાણવા મળ્યું હતુ.

23 જાન્યુઆરી 2024ના રોજ જૂનાગઢ એસઓજી પીઆઈ સસ્પેન્ડ થયા હતા

જૂનાગઢ પોલીસ ફરી વિવાદમાં આવી હતૂ. SOG PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. બેંક ખાતા સીઝ કર્યા બાદ અનસીઝ કરવા તેમણે પૈસા માગ્યા હતા. બેંગાલુરુના વેપારી પાસેથી ખાતા અનસીઝ કરવા લાંચ માગી હતી. SOGએ 32 ખાતા સીઝ કર્યા હતા. PIની આ કરતુત સામે આવતા જ IG નિલેશ ઝાઝડીયાએ કાર્યવાહી કરતા તેમને સસ્પેન્ડ કર્યા હતા અને ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા.