Junagadhની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં બે પ્રસુતાના મોત બાદ સંચાલક સામે નોંધાઈ ફરિયાદ

ડોક્ટર, સંચાલકોની બેદરકારીથી બે પ્રસુતાના મોત બેદરકારીથી અન્ય બે મહિલાને કિડનીમાં અસર ડોક્ટર ડાયના અજુડિયા, હેમાક્ષી કોટડીયા સામે ફરિયાદ જૂનાગઢની હેલ્થ હોસ્પિટલમાં એક વર્ષ પહેલા બે પ્રસુતાના મોત બાદ એક વર્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.હોસ્પિટલના સંચાલકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.ડોક્ટર ડાયના અજુડિયા અને હેમાક્ષી કોટડીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ,પોલીસે તપાસબાદ બેદરકારીનો ગુનો લાગતા નોંધી છે પોલીસ ફરિયાદ. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ જૂનાગઢમાં આવેલી હેલ્થકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે એક વર્ષ અગાઉ બે પ્રસુતાના આ હોસ્પિટલમાં મોત થતા પરિવારજનો દ્રારા હોબાળો મચાવવામાં આવ્યો હતો,તો પોલીસે ઘટના સ્થળે પહોંચી અરજી લીધી હતી અને તે અરજીના આધારે પુરાવા પણ એકત્ર કર્યા હતા,ત્યારે એક વર્ષબાદ પોલીસે ફરિયાદ નોંધતા પોલીસ સામે પણ સવાલો ઉભા થાય છે.ડોકટરની બેદરકારીના કારણે બે પ્રસુતાના મોત થયા હતા. કિડનીમાં ઈન્ફેકશન લાગ્યું હતું સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાંચ મહીલાઓને પ્રસુતિ માટે હોસ્પિટલ લાવવામા આવી હતી જેમાથી બે મહિલાઓના હોસ્પિટલમાં મોત થયા હતા,ત્યારે અન્ય મહીલાઓને કિડનીમાં ઈન્ફેકશન ફેલાતા વધુ સારવાર હેઠળ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,મહત્વનું છે કે જયારે આ ઘટના બની ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે ડોકટરની બેદરકારના કારણે આ મોત થયું હતુ,તો તે આક્ષેપો સાચા પડયા છે,પિડીત પરિવારો દ્રારા જૂનાગઢ પોલીસના વડાને પણ અનેકવાર રજૂઆતો કરાઈ હતી. બાળકીના જન્મબાદ માતાનું મોત પરિવારજનોનું કહેવું હતું કે બાળકીના જન્મબાદ તેમની પત્નીનું મોત થયું હતુ,કિડનીમાં ઈન્ફેકશન ફેલાયા બાદ બે મહિલાઓ મોતને ભેટી હતી.જૂનાગઢ આરોગ્યવિભાગ દ્રારા જે તે સમયે હોસ્પિટલ સામે કાર્યવાહી પણ કરાઈ હતી.અન્ય ત્રણ મહીલાઓની સારવાર સારી રીતે થતા તેમને રજા આપવામાં આવી હતી,તો બે મહીલાઓના મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ હતો.

Junagadhની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં બે પ્રસુતાના મોત બાદ સંચાલક સામે નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડોક્ટર, સંચાલકોની બેદરકારીથી બે પ્રસુતાના મોત
  • બેદરકારીથી અન્ય બે મહિલાને કિડનીમાં અસર
  • ડોક્ટર ડાયના અજુડિયા, હેમાક્ષી કોટડીયા સામે ફરિયાદ

જૂનાગઢની હેલ્થ હોસ્પિટલમાં એક વર્ષ પહેલા બે પ્રસુતાના મોત બાદ એક વર્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.હોસ્પિટલના સંચાલકો સામે પણ ફરિયાદ નોંધાઈ છે.ડોક્ટર ડાયના અજુડિયા અને હેમાક્ષી કોટડીયા સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ,પોલીસે તપાસબાદ બેદરકારીનો ગુનો લાગતા નોંધી છે પોલીસ ફરિયાદ.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

જૂનાગઢમાં આવેલી હેલ્થકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે એક વર્ષ અગાઉ બે પ્રસુતાના આ હોસ્પિટલમાં મોત થતા પરિવારજનો દ્રારા હોબાળો મચાવવામાં આવ્યો હતો,તો પોલીસે ઘટના સ્થળે પહોંચી અરજી લીધી હતી અને તે અરજીના આધારે પુરાવા પણ એકત્ર કર્યા હતા,ત્યારે એક વર્ષબાદ પોલીસે ફરિયાદ નોંધતા પોલીસ સામે પણ સવાલો ઉભા થાય છે.ડોકટરની બેદરકારીના કારણે બે પ્રસુતાના મોત થયા હતા.


કિડનીમાં ઈન્ફેકશન લાગ્યું હતું

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાંચ મહીલાઓને પ્રસુતિ માટે હોસ્પિટલ લાવવામા આવી હતી જેમાથી બે મહિલાઓના હોસ્પિટલમાં મોત થયા હતા,ત્યારે અન્ય મહીલાઓને કિડનીમાં ઈન્ફેકશન ફેલાતા વધુ સારવાર હેઠળ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,મહત્વનું છે કે જયારે આ ઘટના બની ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે ડોકટરની બેદરકારના કારણે આ મોત થયું હતુ,તો તે આક્ષેપો સાચા પડયા છે,પિડીત પરિવારો દ્રારા જૂનાગઢ પોલીસના વડાને પણ અનેકવાર રજૂઆતો કરાઈ હતી.

બાળકીના જન્મબાદ માતાનું મોત

પરિવારજનોનું કહેવું હતું કે બાળકીના જન્મબાદ તેમની પત્નીનું મોત થયું હતુ,કિડનીમાં ઈન્ફેકશન ફેલાયા બાદ બે મહિલાઓ મોતને ભેટી હતી.જૂનાગઢ આરોગ્યવિભાગ દ્રારા જે તે સમયે હોસ્પિટલ સામે કાર્યવાહી પણ કરાઈ હતી.અન્ય ત્રણ મહીલાઓની સારવાર સારી રીતે થતા તેમને રજા આપવામાં આવી હતી,તો બે મહીલાઓના મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ હતો.