Vadodara: મગરનું બચ્ચુ રહેણાક વિસ્તારમાં જોવા મળ્યુ, લોકોમાં ભયનો માહોલ

ચોમાસુ આવતા જ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસવા લાગ્યાનવાપુરા એસ.આર.પી કવોટર્સમાં મગરનું બચ્ચું જોવા મળ્યું વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે મગરનું રેસ્ક્યુ કર્યુ વડોદરામાં ઘેરાયેલા વાદળો આખરે હવે વરસ્યા છે અને વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ત્યારે વાઘોડિયા રોડ, માંજલપુર, દાંડિયા બજાર, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. મગરનું બચ્ચું દેખાતા લોકોમાં ભયનો માહોલ ત્યારે ચોમાસુ આવતા જ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસવા લાગ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના નવાપુરા SRP ક્વાર્ટસમાં મગરનું બચ્ચુ જોવા મળ્યું છે. મગરનું બચ્ચુ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. જો કે સ્થાનિકોએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરતા ટ્રસ્ટની ટીમ દ્વારા દોઢ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં કેટલીક વખત મગરના બચ્ચા રહેણાક વિસ્તારોમાં જોવા મળ્યા છે. અગાઉ કેવડીયાની કરજણ નદી કાંઠે 20 બચ્ચાં સાથે મગરે દેખાયો હતો નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરની નજીક આવેલી કરજણ નદી કિનારે માદા મગર અને તેના 20થી વધુ બચ્ચા દેખાતાં સ્થાનિકો તેમજ સહેલાણીઓ ગભરાઇ ગયા હતા. તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી. મગર તેમજ બચ્ચાંને સરોવરમાં ક્યાંક સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ કરી હતી. કરજણ નદીના કિનારે આવેલા સિકોતર માતાના મંદિર નજીક બખોલમાં માદા મગરે 20 ઈંડા મુક્યા હતા. જેમાંથી 20 બચ્ચાંનો જન્મ થયો હતો. અહીં ખેતીકામે આવતા તથા હરવા ફરવા આવતા સહેલાંણીઓ તેમજ નદીમાં ન્હાવા કપડા ધોવા આવતા લોકોને રોજ એકાદ બે મગર નજરે ચડતા હતા. ત્યાં સુધી ઠીક હતું, પરંતુ એમ એક બે મગર કરતા આજે ઝુંડ થઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મંદિરની સાચવણી કરતા રાજુભાઈ રાઉલજી જણાવ્યું હતું કે ગત રોજ અહિયાં 20થી વધુ નાનાં મગરનાં બચા જોવા મળ્યા હતા.

Vadodara: મગરનું બચ્ચુ રહેણાક વિસ્તારમાં જોવા મળ્યુ, લોકોમાં ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોમાસુ આવતા જ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસવા લાગ્યા
  • નવાપુરા એસ.આર.પી કવોટર્સમાં મગરનું બચ્ચું જોવા મળ્યું
  • વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટે મગરનું રેસ્ક્યુ કર્યુ

વડોદરામાં ઘેરાયેલા વાદળો આખરે હવે વરસ્યા છે અને વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ત્યારે વાઘોડિયા રોડ, માંજલપુર, દાંડિયા બજાર, કારેલીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે.

મગરનું બચ્ચું દેખાતા લોકોમાં ભયનો માહોલ

ત્યારે ચોમાસુ આવતા જ મગરો રહેણાંક વિસ્તારોમાં ઘુસવા લાગ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. શહેરના નવાપુરા SRP ક્વાર્ટસમાં મગરનું બચ્ચુ જોવા મળ્યું છે. મગરનું બચ્ચુ રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ છે. જો કે સ્થાનિકોએ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરતા ટ્રસ્ટની ટીમ દ્વારા દોઢ ફૂટના મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરાયુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ શહેરમાં કેટલીક વખત મગરના બચ્ચા રહેણાક વિસ્તારોમાં જોવા મળ્યા છે.

અગાઉ કેવડીયાની કરજણ નદી કાંઠે 20 બચ્ચાં સાથે મગરે દેખાયો હતો

નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરની નજીક આવેલી કરજણ નદી કિનારે માદા મગર અને તેના 20થી વધુ બચ્ચા દેખાતાં સ્થાનિકો તેમજ સહેલાણીઓ ગભરાઇ ગયા હતા. તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી. મગર તેમજ બચ્ચાંને સરોવરમાં ક્યાંક સુરક્ષિત સ્થળે ખસેડવાની માગ કરી હતી. કરજણ નદીના કિનારે આવેલા સિકોતર માતાના મંદિર નજીક બખોલમાં માદા મગરે 20 ઈંડા મુક્યા હતા. જેમાંથી 20 બચ્ચાંનો જન્મ થયો હતો. અહીં ખેતીકામે આવતા તથા હરવા ફરવા આવતા સહેલાંણીઓ તેમજ નદીમાં ન્હાવા કપડા ધોવા આવતા લોકોને રોજ એકાદ બે મગર નજરે ચડતા હતા. ત્યાં સુધી ઠીક હતું, પરંતુ એમ એક બે મગર કરતા આજે ઝુંડ થઈ જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મંદિરની સાચવણી કરતા રાજુભાઈ રાઉલજી જણાવ્યું હતું કે ગત રોજ અહિયાં 20થી વધુ નાનાં મગરનાં બચા જોવા મળ્યા હતા.