Surat: ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવા મળી લીલીઝંડી, ખાનગી જમીનોનું થશે સંપાદન

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રૂપિયા 215 કરોડ ખર્ચ કરવામાં આવશેરાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે આપી પરવાનગી એરપોર્ટ નજીક મગદલ્લાના 20 સર્વે નંબરની 80,643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવશે સુરતવાસીઓને હવે વધુ એક ભેટ રાજ્ય સરકાર દ્વારા મળવા જઈ રહી છે. રાજ્ય સરકાર તરફથી સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવા માટે લીલીઝંડી મળી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટના વિકાસ માટે ચળવળ ચાલી રહી હતી, જે આખરે હવે રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે પરવાનગી આપ્યા બાદ પૂર્ણ થઈ છે. 80643 ચોરસ મીટર ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવશે ઉલ્લેખનીય છે એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનોનું સંપાદન કરવા માટે પણ રાજ્ય સરકારે પરવાનગી આપી દીધી છે. એરપોર્ટ નજીક મગદલ્લાના 20 સર્વે નંબરની 80643 ચોરસ મીટર ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવશે અને સરકાર વર્ષ 2013ના સંપાદન નિયમ મુજબ માલિકોને વળતર પણ ચૂકવશે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રૂપિયા 215 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ઓથોરિટી ઓફ ઈન્ડિયા સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઈટ સિસ્ટમ લગાવશે મગદલ્લાની જમીન મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઈટ સિસ્ટમ લગાવશે. જેના કારણે ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસમાં ઓછી વિઝિબિલિટીમાં પણ પાયલટ ફ્લાઈટને સરળતાથી ટેકઓફ અને લેન્ડ કરાવી શકશે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારે વરસાદ અને ધુમ્મસને કારણે ફ્લાઈટને ટેકઓફ અને લેન્ડ કરાવવામાં પાયલટને મોટી સમસ્ય થતી હોય છે, તેને ધ્યાનમાં રાખીને કેચ-1 એપ્રોચ લાઈટ સિસ્ટમ લગાવાશે. રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન થશે રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન ઓકટોબર 2024થી શરૂ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તો બીજી તરફ નિર્માણ પામી રહેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે,એરલાઈન્સ કંપનીઓ દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે.

Surat: ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવા મળી લીલીઝંડી, ખાનગી જમીનોનું થશે સંપાદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રૂપિયા 215 કરોડ ખર્ચ કરવામાં આવશે
  • રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે આપી પરવાનગી
  • એરપોર્ટ નજીક મગદલ્લાના 20 સર્વે નંબરની 80,643 ચોરસ મીટર ખાનગી જમીન સંપાદન કરવામાં આવશે

સુરતવાસીઓને હવે વધુ એક ભેટ રાજ્ય સરકાર દ્વારા મળવા જઈ રહી છે. રાજ્ય સરકાર તરફથી સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું વિસ્તરણ કરવા માટે લીલીઝંડી મળી ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી એરપોર્ટના વિકાસ માટે ચળવળ ચાલી રહી હતી, જે આખરે હવે રાજ્ય સરકારે એરપોર્ટના વિસ્તરણ માટે પરવાનગી આપ્યા બાદ પૂર્ણ થઈ છે.

80643 ચોરસ મીટર ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવશે

ઉલ્લેખનીય છે એરપોર્ટના વિસ્તરણ માટે ખાનગી જમીનોનું સંપાદન કરવા માટે પણ રાજ્ય સરકારે પરવાનગી આપી દીધી છે. એરપોર્ટ નજીક મગદલ્લાના 20 સર્વે નંબરની 80643 ચોરસ મીટર ખાનગી જમીનનું સંપાદન કરવામાં આવશે અને સરકાર વર્ષ 2013ના સંપાદન નિયમ મુજબ માલિકોને વળતર પણ ચૂકવશે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે રૂપિયા 215 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ઓથોરિટી ઓફ ઈન્ડિયા સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઈટ સિસ્ટમ લગાવશે

મગદલ્લાની જમીન મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સુરત એરપોર્ટ પર કેચ-1 એપ્રોચ લાઈટ સિસ્ટમ લગાવશે. જેના કારણે ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસમાં ઓછી વિઝિબિલિટીમાં પણ પાયલટ ફ્લાઈટને સરળતાથી ટેકઓફ અને લેન્ડ કરાવી શકશે. તમને જણાવી દઈએ કે હાલમાં ભારે વરસાદ અને ધુમ્મસને કારણે ફ્લાઈટને ટેકઓફ અને લેન્ડ કરાવવામાં પાયલટને મોટી સમસ્ય થતી હોય છે, તેને ધ્યાનમાં રાખીને કેચ-1 એપ્રોચ લાઈટ સિસ્ટમ લગાવાશે.

રાજકોટ હિરાસર એરપોર્ટ પરથી પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન થશે

રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન ઓકટોબર 2024થી શરૂ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે તો બીજી તરફ નિર્માણ પામી રહેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે,એરલાઈન્સ કંપનીઓ દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવશે. એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં બે કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે.