Gandhinagar News: જિલ્લામાં ગુનાખોરીને નાથવા કલેક્ટરનું જાહેરનામું

હોટલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સમાં CCTV લગાવવા સૂચનામંદિર, જાહેર સ્થળો પર નાઈટ વિઝન કેમેરા લગાવવા સૂચના પરપ્રાંતીયો અથવા કર્મીઓ કામને અંજામ આપે છેઃ કલેક્ટર છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુનાખોરીનો આંક સતત વધી રહ્યો છે. જેને લઈને પોલીસ વિભાગ તો સતર્ક છે પરંતુ સાથે સાથે નાગરિકોએ પણ તકેદારી રાખવાની જરૂર છે. જિલ્લામાં ગુનાખોરી નાથવા માટે ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરનામું પસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં, કલેકટર દ્વારા અનેક સૂચનાઓ આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઠેર ઠેર CCTV કેમેરા લગાવવા માટે સૂચના આપવામાં આવી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગાંધીનગર શહેરી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને રાખીને CCTV કેમેરા લગાવવા માટે સૂચના આપી છે. જાહેરનામા મુજબ શહેરના હોટલ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, મંદિર જેવા જાહેર સ્થળો પર નાઈટ વિઝન સિસ્ટમ સાથે કેમેરા લગાવવા સૂચના અપાઈ છે. જાહેરનામામાં વધુમાં મહાત્મા મંદિર તેમજ રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત વીઆઇપી મુમેન્ટને ધ્યાને રાખીને સીસીટીવી વહેલી તકે લગાવ કલેકટરે તાકીદ કરી છે. જિલ્લામાં બનતી ગેરકાનુની પ્રવૃત્તિઓને રોકવા માટે CCTV કેમેરા લગાવવા સૂચના આપી છે. તો વધુમાં, ગાંધીનગર જિલ્લા કલેકટરના જાહેરનામામાં જણાવાયું છે કે પરપ્રાંતિયો મજૂરી અર્થે અથવા કર્મચારીઓ પોતાના અર્થે આવે છે અને ગુનો આચારતા હોય છે. આવા અન્ય રાજ્યોના લોકોએ પોતાની માહિતી પોલીસ પાસે નથી આપી હોતી. આવા, અન્ય રાજ્યના લોકોને મકાન ભાડે આપનાર મકાન માલિકો તમામ વિગતો પોલીસ મથકે આપે. જેથી, જો આવા લોકો અપરાધને અંજામ આપીને નાસી છૂટે તો તેમણે પકડવામાં સરળતા રહે. બહારના રાજ્યોમાં લોકોએ પોતાની તમામ વિગતો નજીકના પોલિસ મથકે આપવી પડશે.

Gandhinagar News: જિલ્લામાં ગુનાખોરીને નાથવા કલેક્ટરનું જાહેરનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હોટલ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સમાં CCTV લગાવવા સૂચના
  • મંદિર, જાહેર સ્થળો પર નાઈટ વિઝન કેમેરા લગાવવા સૂચના
  • પરપ્રાંતીયો અથવા કર્મીઓ કામને અંજામ આપે છેઃ કલેક્ટર

છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગુનાખોરીનો આંક સતત વધી રહ્યો છે. જેને લઈને પોલીસ વિભાગ તો સતર્ક છે પરંતુ સાથે સાથે નાગરિકોએ પણ તકેદારી રાખવાની જરૂર છે. જિલ્લામાં ગુનાખોરી નાથવા માટે ગાંધીનગર કલેકટર દ્વારા જાહેરનામું પસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં, કલેકટર દ્વારા અનેક સૂચનાઓ આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ઠેર ઠેર CCTV કેમેરા લગાવવા માટે સૂચના આપવામાં આવી છે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગાંધીનગર શહેરી વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને રાખીને CCTV કેમેરા લગાવવા માટે સૂચના આપી છે. જાહેરનામા મુજબ શહેરના હોટલ, મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, મંદિર જેવા જાહેર સ્થળો પર નાઈટ વિઝન સિસ્ટમ સાથે કેમેરા લગાવવા સૂચના અપાઈ છે.

જાહેરનામામાં વધુમાં મહાત્મા મંદિર તેમજ રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત વીઆઇપી મુમેન્ટને ધ્યાને રાખીને સીસીટીવી વહેલી તકે લગાવ કલેકટરે તાકીદ કરી છે. જિલ્લામાં બનતી ગેરકાનુની પ્રવૃત્તિઓને રોકવા માટે CCTV કેમેરા લગાવવા સૂચના આપી છે.

તો વધુમાં, ગાંધીનગર જિલ્લા કલેકટરના જાહેરનામામાં જણાવાયું છે કે પરપ્રાંતિયો મજૂરી અર્થે અથવા કર્મચારીઓ પોતાના અર્થે આવે છે અને ગુનો આચારતા હોય છે. આવા અન્ય રાજ્યોના લોકોએ પોતાની માહિતી પોલીસ પાસે નથી આપી હોતી. આવા, અન્ય રાજ્યના લોકોને મકાન ભાડે આપનાર મકાન માલિકો તમામ વિગતો પોલીસ મથકે આપે. જેથી, જો આવા લોકો અપરાધને અંજામ આપીને નાસી છૂટે તો તેમણે પકડવામાં સરળતા રહે. બહારના રાજ્યોમાં લોકોએ પોતાની તમામ વિગતો નજીકના પોલિસ મથકે આપવી પડશે.