Fire Safety: રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ

રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ 17 જુન સુધી ચકાસણી પૂર્ણ કરી રિપોર્ટ આપવાનો રહેશે સોમવારે રજાના દિવસે 12 વાગ્યા સુધી રિપોર્ટ બોર્ડમાં રજુ કરવા આદેશરાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર સાબદુ થયુ છે. ખાસ કરીને રાજ્યની શાળાઓમાં પણ ફાયર સેફ્ટી અંગે કડક હાથે કાર્યવાહી કરાઈ રહી છે. તેવામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી અને NOCને લઇ આદેશ આપ્યો છે.મળતી માહિતી મુજબ, રાજકોટ ગેમઝોનમાં બનેલી આગની દુર્ઘટનાને લઈને શિક્ષણ વિભાગ પણ સક્રિય જોવા મળી રહ્યું છે.  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. 17 જુન સુધી ચકાસણી પૂર્ણ કરી ફાયર સેફ્ટી રિપોર્ટ આપવાનો રહેશે. સોમવારે રજાના દિવસે 12 વાગ્યા સુધી રિપોર્ટ બોર્ડમાં રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જરુરી સાધનો છે કે કેમ તેનો રિપોર્ટ આપવા આદેશ આપયોછે. NOC રીન્યુ થયેલ છે કે નહી તે અંગે પણ રિપોર્ટ આપવાનો રહેશે.હાઇકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ એક્શનમાંહાઇકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ આખરે જાગ્યું છે. 16 જૂને રજાના દિવસે પણ શાળાઓ ચાલુ રહેશે. રજાના દિવસે ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ રવિવારે શાળાઓ ચાલુ રાખી ચકાસણી કરી રીપોર્ટ આપવા આદેશ આપવામાં આવ્યો છે.

Fire Safety: રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ
  • 17 જુન સુધી ચકાસણી પૂર્ણ કરી રિપોર્ટ આપવાનો રહેશે
  • સોમવારે રજાના દિવસે 12 વાગ્યા સુધી રિપોર્ટ બોર્ડમાં રજુ કરવા આદેશ

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર સાબદુ થયુ છે. ખાસ કરીને રાજ્યની શાળાઓમાં પણ ફાયર સેફ્ટી અંગે કડક હાથે કાર્યવાહી કરાઈ રહી છે. તેવામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફાયર સેફ્ટી અને NOCને લઇ આદેશ આપ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ ગેમઝોનમાં બનેલી આગની દુર્ઘટનાને લઈને શિક્ષણ વિભાગ પણ સક્રિય જોવા મળી રહ્યું છે.  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે. 17 જુન સુધી ચકાસણી પૂર્ણ કરી ફાયર સેફ્ટી રિપોર્ટ આપવાનો રહેશે. સોમવારે રજાના દિવસે 12 વાગ્યા સુધી રિપોર્ટ બોર્ડમાં રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જરુરી સાધનો છે કે કેમ તેનો રિપોર્ટ આપવા આદેશ આપયોછે. NOC રીન્યુ થયેલ છે કે નહી તે અંગે પણ રિપોર્ટ આપવાનો રહેશે.

હાઇકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં

હાઇકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ આખરે જાગ્યું છે. 16 જૂને રજાના દિવસે પણ શાળાઓ ચાલુ રહેશે. રજાના દિવસે ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ રવિવારે શાળાઓ ચાલુ રાખી ચકાસણી કરી રીપોર્ટ આપવા આદેશ આપવામાં આવ્યો છે.