Rajkot News: RMC દ્વારા રાજેશ્રી સિનેમા હૉલ સીલ, કુલ 505 એકમો સીલ

રાજકોટનું રાજેશ્રી સિનેમા હૉલ સીલ કરવામાં આવ્યુંફાયરના સાધનો ચાલુ ન હોવાનું સામે આવતા કાર્યવાહી ફાયર NOC એક્સપાયર હોવાનું પણ સામે આવ્યું હતું રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકન્ડ બાદ જાગેલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ફાયર NOC અને બાંધકામ પરમીશનને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે, આજે પણ RMC દ્વારા ચેકિંગ અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજેશ્રી સિનેમા હૉલ ખાતે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ આ થિયેટર સીલ કરવામાં આવ્યું છે. RMCની તપાસમાં ફાયરના સાધનો ચાલુ ન જણાતા અને ફાયરની NOC એક્સપાયર હોવાનું સામે આવ્યું આવ્યું હતું. જેને પગલે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને થિયેટરને સીલ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્રમાં 813 એકમ સીલ કરવામાં આવ્યા છે. જેમાં, સ્કૂલ, હોટલ, મોલ સહિત 813 એકમ સીલ કરવામાં આવ્યા છે. વધુમાં, રાજકોટમાં 505, જામનગરમાં 191 એકમ સીલ કરવામાં આવ્યા છે. તો જૂનાગઢમાં 77, પોરબંદરમાં 17 એકમ, અમરેલીમાં 14 અને મોરબીમાં મિલકત સીલ કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલ આ તમામ એકમોમાં ફાયર NOC, BU પરમિશન સહિતના નિયમોને લઈને નિયમભંગ કરાયાનું સામે આવ્યું હતું 

Rajkot News: RMC દ્વારા રાજેશ્રી સિનેમા હૉલ સીલ, કુલ 505 એકમો સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટનું રાજેશ્રી સિનેમા હૉલ સીલ કરવામાં આવ્યું
  • ફાયરના સાધનો ચાલુ ન હોવાનું સામે આવતા કાર્યવાહી
  • ફાયર NOC એક્સપાયર હોવાનું પણ સામે આવ્યું હતું

રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકન્ડ બાદ જાગેલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં ફાયર NOC અને બાંધકામ પરમીશનને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે, આજે પણ RMC દ્વારા ચેકિંગ અને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજેશ્રી સિનેમા હૉલ ખાતે તપાસ કરવામાં આવી હતી અને તપાસ બાદ આ થિયેટર સીલ કરવામાં આવ્યું છે. RMCની તપાસમાં ફાયરના સાધનો ચાલુ ન જણાતા અને ફાયરની NOC એક્સપાયર હોવાનું સામે આવ્યું આવ્યું હતું. જેને પગલે રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને થિયેટરને સીલ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્રમાં 813 એકમ સીલ કરવામાં આવ્યા છે. જેમાં, સ્કૂલ, હોટલ, મોલ સહિત 813 એકમ સીલ કરવામાં આવ્યા છે. વધુમાં, રાજકોટમાં 505, જામનગરમાં 191 એકમ સીલ કરવામાં આવ્યા છે. તો જૂનાગઢમાં 77, પોરબંદરમાં 17 એકમ, અમરેલીમાં 14 અને મોરબીમાં મિલકત સીલ કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલ આ તમામ એકમોમાં ફાયર NOC, BU પરમિશન સહિતના નિયમોને લઈને નિયમભંગ કરાયાનું સામે આવ્યું હતું