Chhotaudepurમાં ભારે વરસાદને પગલે ધોધના નયનરમ્ય દૃશ્યો

છોટાઉદેપુરમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું ડુંકતા ફળીયાના ધોધે કુદરતી સૌંદર્યમાં વધારો કર્યો તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા પ્રવાસીઓ ઉમટ્યા છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા થયા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી રહ્યું છે. ભારે વરસાદ બાદ કોતરોમાં પાણી વહેતા થયા છે. સાથે ડુંગરોના ગામડામા લીલોતરી છવાઇ રહી છે. આ ડુંગર વિસ્તારમાં કુકરદા ગામ સૌથી મોટું ગામ છે. આ ગામના ડુંકતા ફળીયા પાસે કુદરતી પાણીનો ધોધ 30 ફૂટ ઊંચાઇથી વહી રહ્યો છે અને ધોધની પોહળાઇ પણ વધુ હોવાથી વહેતા પાણીના નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે. કુદરતી વહેતા પાણીના ધોધે ડુંગર વિસ્તારના સૌંદર્યમાં વધારો કર્યો ભર ઉનાળે ડુંગર વિસ્તારના ગામડાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થતી હોય છે. પરંતુ, હાલ આ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ડુંગર વિસ્તારના સૌંદર્યમાં કુદરતી વહેતા પાણીના ધોધનો વધારો થયો છે. ડુંગર વિસ્તારના અનેક ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા ચાલુ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી દીધી છે. જેના કારણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા પીપલવાળી, ખોખરા, વાડીયા, બુધાઝુલધા ગામોમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું છે. પાણીના ધોધ સાથે ઝરણા સફેદ દૂધ જેવા લાગી રહ્યા છે. દૂર દૂરથી પ્રવાસીઓ ધોધની મજા માણવા આવે છે. નસવાડીના ડુંગર વિસ્તારના અનેક ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ધારસિમેલમાં 60 ફૂટ ઊંચાઇથી કુદરતી ધોધનો નજારો છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, તો ધારસિમેલ ગામમાં કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નસવાડીના ડુંગર વિસ્તારના ધારસિમેલ ગામમાં 60 ફૂટ ઊંચાઇથી કુદરતી પાણીના ધોધનો નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટ્યા છે. ડુંગર વિસ્તારમાં કુદરતી ધોધનો અદભુત નજારો છે છોટાઉદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ ગામ નજીક પાણીનો ધોધ વહેતા અદભુત દૃશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ હોવાથી નસવાડી તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઇને ડુંગર વિસ્તારમાં કુદરતી ધોધનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓને ધોધ સુધી પહોંચવામાં અગવડો પડે છે નસવાડીથી ધારસિમેલ ગામ 30 કિમી દૂર આવેલું છે. રવિવારે ભારે વરસાદ થતાં ધારસિમેલનો ધોધ શરૂ થયો છે, જેને લઇને પ્રવાસીઓનો ધસારો શરૂ થઇ ગયો છે. જોકે કાચો રસ્તો હોવાથી પ્રવાસીઓને ધોધ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પ્રવાસીઓને સાવચેતી રાખવી જરૂરી છે જ્યાં પાણીનો ધોધ પડે છે ત્યાં મોટો 8 ફૂટની ઊંડાઇ ધરાવતો ખાડો પડ્યો હોવાથી પ્રવાસીઓ મજા માણવા જાય તો સાવચેતી રાખે એ જરૂરી બની ગયું છે, સાથે સરકારી તંત્ર ધારસિમેલ ગામે વહેતાણીના ધોધ સુધી સુવિધાઓ કરે એવી માગ ઊઠી છે.

Chhotaudepurમાં ભારે વરસાદને પગલે ધોધના નયનરમ્ય દૃશ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છોટાઉદેપુરમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું
  • ડુંકતા ફળીયાના ધોધે કુદરતી સૌંદર્યમાં વધારો કર્યો
  • તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા પ્રવાસીઓ ઉમટ્યા

છોટાઉદેપુરમાં ભારે વરસાદને લીધે તમામ ધોધમાંથી હાલ પાણી વહેતા થયા છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી રહ્યું છે. ભારે વરસાદ બાદ કોતરોમાં પાણી વહેતા થયા છે. સાથે ડુંગરોના ગામડામા લીલોતરી છવાઇ રહી છે. આ ડુંગર વિસ્તારમાં કુકરદા ગામ સૌથી મોટું ગામ છે. આ ગામના ડુંકતા ફળીયા પાસે કુદરતી પાણીનો ધોધ 30 ફૂટ ઊંચાઇથી વહી રહ્યો છે અને ધોધની પોહળાઇ પણ વધુ હોવાથી વહેતા પાણીના નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે.

કુદરતી વહેતા પાણીના ધોધે ડુંગર વિસ્તારના સૌંદર્યમાં વધારો કર્યો

ભર ઉનાળે ડુંગર વિસ્તારના ગામડાઓમાં પાણીની સમસ્યાઓ ઉભી થતી હોય છે. પરંતુ, હાલ આ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ડુંગર વિસ્તારના સૌંદર્યમાં કુદરતી વહેતા પાણીના ધોધનો વધારો થયો છે.

ડુંગર વિસ્તારના અનેક ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા

ચાલુ વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી દીધી છે. જેના કારણે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા પીપલવાળી, ખોખરા, વાડીયા, બુધાઝુલધા ગામોમાં કુદરતી સૌંદર્ય સોળે કલાએ ખીલ્યું છે. પાણીના ધોધ સાથે ઝરણા સફેદ દૂધ જેવા લાગી રહ્યા છે. દૂર દૂરથી પ્રવાસીઓ ધોધની મજા માણવા આવે છે. નસવાડીના ડુંગર વિસ્તારના અનેક ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ધારસિમેલમાં 60 ફૂટ ઊંચાઇથી કુદરતી ધોધનો નજારો

છોટાઉદેપુરના નસવાડીમાં સારો વરસાદ થતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે, તો ધારસિમેલ ગામમાં કુદરતી પાણીનો વહેતો ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નસવાડીના ડુંગર વિસ્તારના ધારસિમેલ ગામમાં 60 ફૂટ ઊંચાઇથી કુદરતી પાણીના ધોધનો નજારો માણવા માટે પ્રવાસીઓ ઉમટ્યા છે.

ડુંગર વિસ્તારમાં કુદરતી ધોધનો અદભુત નજારો છે

છોટાઉદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ ગામ નજીક પાણીનો ધોધ વહેતા અદભુત દૃશ્યો જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ હોવાથી નસવાડી તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને લઇને ડુંગર વિસ્તારમાં કુદરતી ધોધનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

પ્રવાસીઓને ધોધ સુધી પહોંચવામાં અગવડો પડે છે

નસવાડીથી ધારસિમેલ ગામ 30 કિમી દૂર આવેલું છે. રવિવારે ભારે વરસાદ થતાં ધારસિમેલનો ધોધ શરૂ થયો છે, જેને લઇને પ્રવાસીઓનો ધસારો શરૂ થઇ ગયો છે. જોકે કાચો રસ્તો હોવાથી પ્રવાસીઓને ધોધ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

પ્રવાસીઓને સાવચેતી રાખવી જરૂરી છે

જ્યાં પાણીનો ધોધ પડે છે ત્યાં મોટો 8 ફૂટની ઊંડાઇ ધરાવતો ખાડો પડ્યો હોવાથી પ્રવાસીઓ મજા માણવા જાય તો સાવચેતી રાખે એ જરૂરી બની ગયું છે, સાથે સરકારી તંત્ર ધારસિમેલ ગામે વહેતાણીના ધોધ સુધી સુવિધાઓ કરે એવી માગ ઊઠી છે.