Ambaji મંદિર પાસે આડેધડ પાર્કિગના કારણે સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો,ના દેખાઈ ટ્રાફિક પોલીસ

અંબાજીમાં નો પાર્કિગના બોર્ડ બન્યા શોભાના ગાઠીયા સમાન આડેધડ રીક્ષા, ખાનગી વાહનોને લઈ ટ્રાફિકજામ નો પાર્કિંગ ઝોનમાં ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરાયા બનાસકાંઠામાં આવેલુ અંબાજી મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે રોજના હજારો ભકતો માતાના દર્શન કરવા માટે આવતા હોય છે,અંબાજી મંદિરના બહારના ભાગે ગેરકાયદે પાર્કિગને લઈ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે,પાર્કિગ પ્લોટમાં વાહનો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે,તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં કલેકટરના જાહેરનામાનો ભંગ જોવા મળ્યો છે. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અંબાજીમાં નો પાર્કિગના બોર્ડ શોભાનાં ગાઠીયા સમાન બન્યા છે,કારણકે જયાં જુઓ ત્યાં ટ્રાફિક જામ દેખાય છે યાત્રિકો ગમે ત્યા પાર્કિગ કરીને જઈ રહ્યાં છે.ગમે તે રીતે અને ગમે ત્યા પાર્કિગના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે,51 શક્તિપીઠ સર્કલથી જુનાનાકા સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે તેના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. રોડ પર નથી ટ્રાફિક પોલીસ અંબાજી મંદિરની બહાર ટ્રાફિક જામે ભારે સમસ્યા ઉભી કરી છે,આજે રવિવાર હોવાથી ટ્રાફિક પોલીસ પણ દેખાતી નથી ત્યારે શું પોલીસને પણ આજે રવિવારની રજા છે ? પોલીસ રોડ પર નહી હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,લોકો મનફાવે તેમ વાહનો પાર્ક કરે છે તેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે,પોલીસના પોઈન્ટ પર પોલીસ પણ હાજર નથી. ડીસામાં વિધાર્થીઓને ટ્રાફિકને લઈ સમજણ અપાઈ ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તેમજ પોલીસ પ્રત્યેનો હાઉ દૂર થાય અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો અહેસાસ કરાવવાના હેતુથી સુરક્ષા લક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં 160 વિદ્યાર્થીઓ અને 16 શિક્ષકો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલી આ નવતર પહેલને લોકો આવકારી રહ્યા છે તેમજ બાળકો પ્રત્યે જાગૃતિ પણ દાખવી રહ્યા છે.  

Ambaji મંદિર પાસે આડેધડ પાર્કિગના કારણે સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો,ના દેખાઈ ટ્રાફિક પોલીસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંબાજીમાં નો પાર્કિગના બોર્ડ બન્યા શોભાના ગાઠીયા સમાન
  • આડેધડ રીક્ષા, ખાનગી વાહનોને લઈ ટ્રાફિકજામ
  • નો પાર્કિંગ ઝોનમાં ગેરકાયદે રીતે વાહનો પાર્ક કરાયા

બનાસકાંઠામાં આવેલુ અંબાજી મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે રોજના હજારો ભકતો માતાના દર્શન કરવા માટે આવતા હોય છે,અંબાજી મંદિરના બહારના ભાગે ગેરકાયદે પાર્કિગને લઈ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે,પાર્કિગ પ્લોટમાં વાહનો મોટી સંખ્યામાં જોવા મળ્યા છે,તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં કલેકટરના જાહેરનામાનો ભંગ જોવા મળ્યો છે.

ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અંબાજીમાં નો પાર્કિગના બોર્ડ શોભાનાં ગાઠીયા સમાન બન્યા છે,કારણકે જયાં જુઓ ત્યાં ટ્રાફિક જામ દેખાય છે યાત્રિકો ગમે ત્યા પાર્કિગ કરીને જઈ રહ્યાં છે.ગમે તે રીતે અને ગમે ત્યા પાર્કિગના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે,51 શક્તિપીઠ સર્કલથી જુનાનાકા સુધી ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે તેના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે.


રોડ પર નથી ટ્રાફિક પોલીસ

અંબાજી મંદિરની બહાર ટ્રાફિક જામે ભારે સમસ્યા ઉભી કરી છે,આજે રવિવાર હોવાથી ટ્રાફિક પોલીસ પણ દેખાતી નથી ત્યારે શું પોલીસને પણ આજે રવિવારની રજા છે ? પોલીસ રોડ પર નહી હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,લોકો મનફાવે તેમ વાહનો પાર્ક કરે છે તેના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે,પોલીસના પોઈન્ટ પર પોલીસ પણ હાજર નથી.

ડીસામાં વિધાર્થીઓને ટ્રાફિકને લઈ સમજણ અપાઈ

ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તેમજ પોલીસ પ્રત્યેનો હાઉ દૂર થાય અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો અહેસાસ કરાવવાના હેતુથી સુરક્ષા લક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં 160 વિદ્યાર્થીઓ અને 16 શિક્ષકો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલી આ નવતર પહેલને લોકો આવકારી રહ્યા છે તેમજ બાળકો પ્રત્યે જાગૃતિ પણ દાખવી રહ્યા છે.