ChhotaUdaipurના નસવાડીમાં કડુલી મહુડીથી ધારસિમેલ જવાના રસ્તે માટી ધસી, 20 ગામને અસર

ડુંગર વિસ્તારમાં રોડ ઉપર માટી ધસી પડી 20 ગામના લોકોને અવરજવર કરવામાં હાલાકી ઇમરજન્સી સેવા જઈ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા ભારે વરસાદને લઈ રોડ ઉપર માટી ધસી આવતા 20 ગામના લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે.કડુલી મહુડીથી ધારસિમેલ જવાનાં રસ્તે રોડ ઉપર માટી ઘસી આવતા વિસ્તારના ગ્રામજનો હેરાન થયા છે.રોડ ઉપર એકથી બે ફૂટ ઉંચાઈમા કાદવ કીચડના થર જામ્યા છે.વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા વાહન ચાલકો જીવના જોખમે બાઈક પસાર કરી રહ્યા છે. મોટા વાહનો નિકળી નથી શકતા જેના કારણે વાહનો કાદવમાં ફસાઈ ગયા છે.ઇમરજન્સી સેવા આ ગામડામા જઈ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે,તો તંત્ર દ્રારા આ કાદવ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી રહી ત્યારે ગામડાના ગરીબ લોકોને આ કાદવમાંથી પસાર થવુ પડે છે,નાના બાળકો પણ આ કાદવમાંથી પસાર થઈ રહ્યાં છે.જામનગરમાં પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો પુલ તૂટતા સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટયો હતો ત્યાં પોહચ્યા હતા,એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી,સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ.ગામ લોકો દ્રારા મૂળીલાથી કાલાવડ ,નપાણિયા ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ છે. સુરતમાં ટ્રક અચાનક નમી ગયો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો. ગુજરાતમાં વરસાદનું આગમન હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળિયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.

ChhotaUdaipurના નસવાડીમાં કડુલી મહુડીથી ધારસિમેલ જવાના રસ્તે માટી ધસી, 20 ગામને અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડુંગર વિસ્તારમાં રોડ ઉપર માટી ધસી પડી
  • 20 ગામના લોકોને અવરજવર કરવામાં હાલાકી
  • ઇમરજન્સી સેવા જઈ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમા ભારે વરસાદને લઈ રોડ ઉપર માટી ધસી આવતા 20 ગામના લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે.કડુલી મહુડીથી ધારસિમેલ જવાનાં રસ્તે રોડ ઉપર માટી ઘસી આવતા વિસ્તારના ગ્રામજનો હેરાન થયા છે.રોડ ઉપર એકથી બે ફૂટ ઉંચાઈમા કાદવ કીચડના થર જામ્યા છે.

વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા

વાહન ચાલકો જીવના જોખમે બાઈક પસાર કરી રહ્યા છે. મોટા વાહનો નિકળી નથી શકતા જેના કારણે વાહનો કાદવમાં ફસાઈ ગયા છે.ઇમરજન્સી સેવા આ ગામડામા જઈ ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે,તો તંત્ર દ્રારા આ કાદવ દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી નથી રહી ત્યારે ગામડાના ગરીબ લોકોને આ કાદવમાંથી પસાર થવુ પડે છે,નાના બાળકો પણ આ કાદવમાંથી પસાર થઈ રહ્યાં છે.


જામનગરમાં પુલ તૂટતા અનેક ગામનો સંપર્ક તૂટી ગયો

પુલ તૂટતા સમાચાર મળતા ગામના સરપંચ સહિત ગામ લોકો નદી પાસે જ્યાં પુલ તૂટયો હતો ત્યાં પોહચ્યા હતા,એ સમયે સ્કૂલ બસ આવી પહોંચી હતી,સરપંચ અને ગામલોકોની સતર્કતાને કારણે બસને સામે છેડે રોકી લેવામાં આવી જેના કારણે મોટી દુર્ઘટના અટકી ગઈ.ગામ લોકો દ્રારા મૂળીલાથી કાલાવડ ,નપાણિયા ખીજડિયાથી મૂળીલા રસ્તાની વારંવાર રજૂઆત કરવા છતાં પણ રસ્તો ન થતા ગામ લોકોમાં રોષ છે.

સુરતમાં ટ્રક અચાનક નમી ગયો

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરના રસ્તાઓ બન્યા છે પોલા.હજી તો વરસાદની શરૂઆત છે ત્યાં રોડ બેસી જવાના કારણે અકસ્માતની ઘટના સામે આવી હતી,સુરતના અડાજણમાં રેતી ભરેલ ટ્રકનું ટાયર 3 ફૂટ અંદર બેસી જતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,સોસાયટીમાંથી રેતી ભરી નિકળેલ ટ્રક એકાએક નમી જતા ચાલકનો જીવ તાળવે ચોંટ્યો હતો.


ગુજરાતમાં વરસાદનું આગમન

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ જુનાગઢના મેંદરડામાં 3.50 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ખંભાળિયામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, ખંભાળિયામાં તો ત્રણ કલાકમાં જ ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો.