Bhavnagar News: બુટલેગરો વિરુદ્ધ પોલીસનું એક્શન, 15 લોકોની અટકાયત

દેશી દારૂના બુટેલગરો વિરુદ્ધ પોલીસની કાર્યવાહીપોલીસે દરોડા કરી દેશી દારૂનો જથ્થો પણ ઝડપ્યો પોલીસે 12થી 15 જેટલા શખ્સોની કરી અટકાયત દારૂબંધીને લઈને ગુજરાત પોલીસ સતત પગલાં લઈ રહી છે અને દારૂબંધીનો ભંગ કરનાર લોકો અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે ફરી એક્વાટ શહેર પોલીસ દ્વારા રીઢા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને 12 થી 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં પોલીસ અધિક્ષકની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા. પોલીસને માહિતી મળી હતી કે આડોડીયાવાસમાં દેશી દારૂના બુટલેગરો દારૂની હેરાફેરી માટે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. બાતમીને આધારે પોલીસ દ્વારા દરોડા પાડીને 10થી 12 જેટલા નંબર પ્લેટ વગરના વાહનો મળી આવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું હતું કે દારૂની ડિલિવરી સમયે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવાને લીધે આરોપીઓ સરળતાથી છટકી જતા હોય છે. તો સાથે સાથે, પોલીસે દરોડા દરમિયાન દેશી વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. તો વધુમાં, પોલીસે આડોડીયાવાસ વિસ્તારમાંથી 12 થી 15 લોકોની અટકાયત પણ કરી હતી. જિલ્લા પોલીસવડા તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOG સહિત ઘોઘારોડ પોલીસ સહિતનો કાફલો ત્રાટકતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

Bhavnagar News: બુટલેગરો વિરુદ્ધ પોલીસનું એક્શન, 15 લોકોની અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દેશી દારૂના બુટેલગરો વિરુદ્ધ પોલીસની કાર્યવાહી
  • પોલીસે દરોડા કરી દેશી દારૂનો જથ્થો પણ ઝડપ્યો
  • પોલીસે 12થી 15 જેટલા શખ્સોની કરી અટકાયત

દારૂબંધીને લઈને ગુજરાત પોલીસ સતત પગલાં લઈ રહી છે અને દારૂબંધીનો ભંગ કરનાર લોકો અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ભાવનગર શહેરમાં આજે ફરી એક્વાટ શહેર પોલીસ દ્વારા રીઢા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને 12 થી 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં પોલીસ અધિક્ષકની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા. પોલીસને માહિતી મળી હતી કે આડોડીયાવાસમાં દેશી દારૂના બુટલેગરો દારૂની હેરાફેરી માટે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. બાતમીને આધારે પોલીસ દ્વારા દરોડા પાડીને 10થી 12 જેટલા નંબર પ્લેટ વગરના વાહનો મળી આવ્યા હતા.


પોલીસને જાણવા મળ્યું હતું કે દારૂની ડિલિવરી સમયે નંબર પ્લેટ વગરના વાહનોનો ઉપયોગ કરવાને લીધે આરોપીઓ સરળતાથી છટકી જતા હોય છે. તો સાથે સાથે, પોલીસે દરોડા દરમિયાન દેશી વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. તો વધુમાં, પોલીસે આડોડીયાવાસ વિસ્તારમાંથી 12 થી 15 લોકોની અટકાયત પણ કરી હતી. જિલ્લા પોલીસવડા તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOG સહિત ઘોઘારોડ પોલીસ સહિતનો કાફલો ત્રાટકતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.