Bharuch: જમીન વિવાદ મુદ્દે વકીલ અને વેપારીઓ વચ્ચે મારામારી

જાહેરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા આમોદમાં વકીલ અને વેપારીઓ વચ્ચે મારામારી ઇજાગ્રસ્તોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા ભરૂચ જિલ્લાના આમોદમાં એક વકીલ અને વેપારીઓ વચ્ચે ધીગાણું સર્જાયુ હતું. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જે ઘટનાને લઈને આમોદમા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો કિસ્સો જોવા મળ્યો હતો. જેને લઈને સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે અસામાજિક તત્વો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. જમીન મુદ્દે મારામારીના દ્રશ્યો સર્જાયા આમોદમાં ભાગ્યોદય ટૉકીઝની મિલકત વર્ષોથી વિવાદિત રહેલી હોય જે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલે છે. જેને લઈને અવાર-નવાર માથાકુટ થતી રહે છે. જેમાં એક પાર્ટીનાં વકીલ તરીકે આમોદનાં રહેવાસી મકબૂલભાઈ છે. તેમજ સામેની પાર્ટી વેપારી વર્ગમાંથી આવતા ડભોઈયા સમાજના લોકો છે. બંને પક્ષ વચ્ચે કોઈ કારણોસર ભાગ્યોદય ટૉકીઝ પાસે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. જેમા ઇજાગ્રસ્ત લોકોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઇ સમગ્ર મામલો આમોદ પોલીસ મથકે પહોંચ્યો હતો. માથાકુટને લઈને આમોદ પોલીસ દ્વારા બંને પક્ષો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Bharuch: જમીન વિવાદ મુદ્દે વકીલ અને વેપારીઓ વચ્ચે મારામારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જાહેરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા
  • આમોદમાં વકીલ અને વેપારીઓ વચ્ચે મારામારી
  • ઇજાગ્રસ્તોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા

ભરૂચ જિલ્લાના આમોદમાં એક વકીલ અને વેપારીઓ વચ્ચે ધીગાણું સર્જાયુ હતું. જે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. જે ઘટનાને લઈને આમોદમા કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો કિસ્સો જોવા મળ્યો હતો. જેને લઈને સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે અસામાજિક તત્વો સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે.

જમીન મુદ્દે મારામારીના દ્રશ્યો સર્જાયા

આમોદમાં ભાગ્યોદય ટૉકીઝની મિલકત વર્ષોથી વિવાદિત રહેલી હોય જે અંગેનો કેસ નામદાર કોર્ટ પાસે ચાલે છે. જેને લઈને અવાર-નવાર માથાકુટ થતી રહે છે. જેમાં એક પાર્ટીનાં વકીલ તરીકે આમોદનાં રહેવાસી મકબૂલભાઈ છે. તેમજ સામેની પાર્ટી વેપારી વર્ગમાંથી આવતા ડભોઈયા સમાજના લોકો છે. બંને પક્ષ વચ્ચે કોઈ કારણોસર ભાગ્યોદય ટૉકીઝ પાસે છુટ્ટા હાથની મારા મારી થઈ હતી. જેમા ઇજાગ્રસ્ત લોકોને આમોદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેને લઇ સમગ્ર મામલો આમોદ પોલીસ મથકે પહોંચ્યો હતો. માથાકુટને લઈને આમોદ પોલીસ દ્વારા બંને પક્ષો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.