Aravalli News: ઝાંઝરી ધોધમાં ડૂબી જતા 2 યુવકોના મોત

3 યુવકો ડૂબ્યા હતા જેમાંથી એકનો બચાવઝાંઝરી નદીમાં ન્હાતી વખતે યુવકો ડૂબ્યાબંનેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા ગુજરાતનાં યુવાનો માથે જાણે કે આફત બેઠી હોય તેમ રોજે રોજ અકસ્માત સહિત જુદી જુદી દુર્ઘટનાઓમાં મોટા પ્રમાણમાં યુવાનોનો ભોગ લેવાઈ રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ ગાંધીનગર પાસેથી વહેતી નર્મદા કેનાલ માંથી 2 યુવતી સહિત કુલ 5 યુવાનોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો તો આજે અરવલ્લીની ઝાંઝરી નદીમાં ડૂબી જવાને કારણે 2 યુવાનોના મોત થયાના સમાચાર મળ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ બંને યુવકો ઝાંઝરી ધોધમાં નહાવા પડ્યા હતા. મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં આવેલ ઝાંઝરી નદી પર આવેલા ઝાંઝરી ધોધમાં આજે 3 યુવકો નહાવા પડ્યા હતા. જેમાંથી 2 યુવકોના ડૂબી જવાને કારણે મોત થયા છે. જ્યારે એક યુવક બચી ગયો હતો. જોકે, ઝાંઝરી ધોધમાં પડેલા બંને યુવકો હજુ પણ લાપતા થતાં તેમને શોધવા NDRF અને ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને અને યુવાનોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હારી હતી. આખરે બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ત્રણેય યુવાનો અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આવ્યા હતા. હાલ તો બંને યુવકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

Aravalli News: ઝાંઝરી ધોધમાં ડૂબી જતા 2 યુવકોના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 3 યુવકો ડૂબ્યા હતા જેમાંથી એકનો બચાવ
  • ઝાંઝરી નદીમાં ન્હાતી વખતે યુવકો ડૂબ્યા
  • બંનેના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા

ગુજરાતનાં યુવાનો માથે જાણે કે આફત બેઠી હોય તેમ રોજે રોજ અકસ્માત સહિત જુદી જુદી દુર્ઘટનાઓમાં મોટા પ્રમાણમાં યુવાનોનો ભોગ લેવાઈ રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા જ ગાંધીનગર પાસેથી વહેતી નર્મદા કેનાલ માંથી 2 યુવતી સહિત કુલ 5 યુવાનોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો તો આજે અરવલ્લીની ઝાંઝરી નદીમાં ડૂબી જવાને કારણે 2 યુવાનોના મોત થયાના સમાચાર મળ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ બંને યુવકો ઝાંઝરી ધોધમાં નહાવા પડ્યા હતા. 

મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં આવેલ ઝાંઝરી નદી પર આવેલા ઝાંઝરી ધોધમાં આજે 3 યુવકો નહાવા પડ્યા હતા. જેમાંથી 2 યુવકોના ડૂબી જવાને કારણે મોત થયા છે. જ્યારે એક યુવક બચી ગયો હતો. જોકે, ઝાંઝરી ધોધમાં પડેલા બંને યુવકો હજુ પણ લાપતા થતાં તેમને શોધવા NDRF અને ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને અને યુવાનોને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી હારી હતી. આખરે બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ત્રણેય યુવાનો અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી આવ્યા હતા. હાલ તો બંને યુવકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.