Amreliના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ,રોડ પર પાણીની નદીઓ વહેતી થઈ જુઓ Video

તળાવ,નેસડી,બાઢડા,રામગઢ સહિતના ગામડાઓમાં પણ વરસાદ ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થવાથી ગરમીમાંથી મળી રાહત સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લાના અમરેલીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.તળાવ,નેસડી,બાઢડા,રામગઢ સહિતના ગામડાઓમાં વરાસાદી માહોલ જામ્યો છે,સાવરકુંડલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ અમરેલી જિલ્લામાં આજે ફરી વરસાદનું આગમન થયું છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ડોળીયા, માંડળ, મોરંગી, ડુંગર, આસરાણા, દેવકા, કુંભારિયા, ખાંભલીયા સહિતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોરે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.સમગ્ર અમરેલી જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ખાંભા, રાજુલા, જાફરાબાદ તાલુકાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીગપરા, ભાવરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.ભાવનગર, અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટોહવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના સતત બીજા દિવસે કેટલા વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલીતાણા, મહુંવા અને જેસર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું હતું. નોંધનીય છે કે, આજે સવારે વલસાડ જિલ્લાના મોટા ભાગના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો બકો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. 23મી જૂને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 24મી જૂને અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ, સુરતમાં રસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.  

Amreliના સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ,રોડ પર પાણીની નદીઓ વહેતી થઈ જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તળાવ,નેસડી,બાઢડા,રામગઢ સહિતના ગામડાઓમાં પણ વરસાદ
  • ગાજવીજ સાથે જોરદાર વરસાદ શરૂ થવાથી ગરમીમાંથી મળી રાહત
  • સાવરકુંડલા અને આસપાસના વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ

સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે સૌરાષ્ટ્ર જિલ્લાના અમરેલીમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.તળાવ,નેસડી,બાઢડા,રામગઢ સહિતના ગામડાઓમાં વરાસાદી માહોલ જામ્યો છે,સાવરકુંડલા તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લામાં આજે ફરી વરસાદનું આગમન થયું છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ડોળીયા, માંડળ, મોરંગી, ડુંગર, આસરાણા, દેવકા, કુંભારિયા, ખાંભલીયા સહિતના ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. બપોરે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.સમગ્ર અમરેલી જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ખાંભા, રાજુલા, જાફરાબાદ તાલુકાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીગપરા, ભાવરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

ભાવનગર, અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લાના સતત બીજા દિવસે કેટલા વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં પાલીતાણા, મહુંવા અને જેસર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ પડ્યો હતો. બીજી તરફ યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું હતું. નોંધનીય છે કે, આજે સવારે વલસાડ જિલ્લાના મોટા ભાગના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો બકો. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. આજે વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. 23મી જૂને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં યેલો અલર્ટ જાહેર કરાયું છે, જ્યારે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. 24મી જૂને અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં યેલો અલર્ટ અને ભાવનગર, ભરૂચ, સુરતમાં રસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે.