Amreliના લાઠીમાં તળાવમાં 2 સગા ભાઈઓના ડૂબી જવાથી મોત

પશુ ચરાવતા ગયેલા બાળકો તળાવમાં ગરકાવ થયાત્રણ બાળકો ડૂબ્યા હતા જેમાથી એકનો બચાવ થયો પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી અમરેલીના લાઠીમાં તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે,પશુ ચરાવવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની છે,સમગ્ર ઘટનામાં ત્રણ બાળકો ડૂબ્યા હતા જેમાંથી એકનો બચાવ થયો છે જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.લાઠીના હીરાણા ગામે આ ઘટના બનતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. લાઠીના હીરાણા ગામે બની ઘટના લાઠીના હીરાણા ગામે પશુ ચરાવવા બે બાળકો ગયા હતા તે દરમિયાન તેઓ તળાવમાં ગયા હતા,અચાનક તળાવની વચ્ચે જતા તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા પરંતુ મધ તળાવે હોવાથી તેમનો બચાવ થઈ શકયો નહી,ત્રણમાંથી એક બાળકનો બચાવ થયો છે.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.ગામના સરપંચને જાણ થતા સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળી પહોંચી બન્ને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા. હોસ્પિટલ પર ફરજ તબીબે મૃત જાહેર કર્યા બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ધાર્મિક રાજુભાઈ ગોલાણી ઉ. વ. 12 અને તુષારભાઈ મિલન ભાઈ ગોલાણી ઉ. વ. 10 બન્ને બાળકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે.પોલીસે પરિવારના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે. વરસાદના સમયે ના જાવ તળાવની નજીક વરસાદને સમયે તળાવો તેમજ ચેકડેમો છલકાયેલા હોય છે ત્યારે વરસાદી પાણીમાં નહાવા માટે લોકો ઉમટી પડતા હોય છે,ત્યારે આવા પાણીથી ભરાયેલા તળાવની નજીક જઉ કયારેક જોખમી બની જાય છે,કયારેક તળાવમાં નહાવાની મજા માણતા હોઈએ ત્યારે તળાવની નીચે ઉતરી જઈએ ત્યાં સુધી ખબર રહેતી નથી અને જીવ ગુમાવવાનો વારો આવે છે,ત્યારે વરસાદી સમયે આ બધી વાતની જાણ હોવી જરૂરી છે.  

Amreliના લાઠીમાં તળાવમાં 2 સગા ભાઈઓના ડૂબી જવાથી મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પશુ ચરાવતા ગયેલા બાળકો તળાવમાં ગરકાવ થયા
  • ત્રણ બાળકો ડૂબ્યા હતા જેમાથી એકનો બચાવ થયો
  • પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી
અમરેલીના લાઠીમાં તળાવમાં બે સગા ભાઈઓના ડૂબી જવાથી મોત થયા છે,પશુ ચરાવવા ગયા હતા તે દરમિયાન આ ઘટના બની છે,સમગ્ર ઘટનામાં ત્રણ બાળકો ડૂબ્યા હતા જેમાંથી એકનો બચાવ થયો છે જેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.લાઠીના હીરાણા ગામે આ ઘટના બનતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

લાઠીના હીરાણા ગામે બની ઘટના
લાઠીના હીરાણા ગામે પશુ ચરાવવા બે બાળકો ગયા હતા તે દરમિયાન તેઓ તળાવમાં ગયા હતા,અચાનક તળાવની વચ્ચે જતા તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા પરંતુ મધ તળાવે હોવાથી તેમનો બચાવ થઈ શકયો નહી,ત્રણમાંથી એક બાળકનો બચાવ થયો છે.ઘટનાની જાણ થતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.ગામના સરપંચને જાણ થતા સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળી પહોંચી બન્ને બાળકોને બહાર કાઢી લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા.



હોસ્પિટલ પર ફરજ તબીબે મૃત જાહેર કર્યા
બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.ધાર્મિક રાજુભાઈ ગોલાણી ઉ. વ. 12 અને તુષારભાઈ મિલન ભાઈ ગોલાણી ઉ. વ. 10 બન્ને બાળકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે.પોલીસે પરિવારના નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે.

વરસાદના સમયે ના જાવ તળાવની નજીક
વરસાદને સમયે તળાવો તેમજ ચેકડેમો છલકાયેલા હોય છે ત્યારે વરસાદી પાણીમાં નહાવા માટે લોકો ઉમટી પડતા હોય છે,ત્યારે આવા પાણીથી ભરાયેલા તળાવની નજીક જઉ કયારેક જોખમી બની જાય છે,કયારેક તળાવમાં નહાવાની મજા માણતા હોઈએ ત્યારે તળાવની નીચે ઉતરી જઈએ ત્યાં સુધી ખબર રહેતી નથી અને જીવ ગુમાવવાનો વારો આવે છે,ત્યારે વરસાદી સમયે આ બધી વાતની જાણ હોવી જરૂરી છે.