Loksabha Election Result: જિલ્લા પંચાયત સભ્યથી સાંસદ સુધીની હરિભાઇ પટેલની રાજકીય સફર

મહેસાણા બેઠક પર ભાજપના હરિભાઇ પટેલની જીત હરિભાઇ પટેલની 3,28,046ના મોટા માર્જિનથી જીત શિક્ષણ જગત સાથે જોડાયેલા નિર્વિવાદીત કાર્યકર કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરતી મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની જીત થઈ છે. મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઇ પટેલ પર ભાજપે મૂકેલો વિશ્વાસ સફળ સિદ્ધ થયો છે અને તેમણે મોટા માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને હાર આપી છે. મોટા માર્જિનથી ભાજપની જીત: ભાજપના ઉમેદવાર અને મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઇ પટેલને અત્યાર સુધીમાં 6,86,406 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 3,58,360 મત મળ્યા છે. આમ રામજી ઠાકોર સામે હરિભાઇ પટેલની 3,28,046ના મોટા માર્જિન સાથે જીત થઈ છે. લોકસભા ચૂંટણી 2024 મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર સહિત કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરીભાઇ પટેલ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા. તો સાથે સાથે, કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર પણ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર સેનાના નેતા તરીકે પ્રકાશમાં આવ્યા હતા.કોણ છે હરિભાઈ પટેલ મહેસાણા લોકસભા બેઠક પરથી વિજેતા બનેલ ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ શિક્ષણ જગત સાથે સંકળાયેલા, નિર્વિવાદીત છબી ધરાવતા ભાજપના પીઢ કાર્યકર છે અને કડવા પાટીદાર સમાજનો અગ્રણી ચહેરો પણ છે. જો તેઓ જિલ્લા પંચાયતમાં કોરોબારી સમિતિના પૂર્વ ચેરમેન છે. જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રન્સિપાલ પણ છે. હરીભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા હતા. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં આવ્યા હતા. જિલ્લા પંચાયતથી શરુ કરી હતી રાજકીય સફર હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ 2010માં જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ ફરીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થઈ વિજેતા બન્યા હતા. હરીભાઇએ ફરીથી જિલ્લા પંચાયતમાં જીત મેળવીને પહોંચ્યા બાદ ફરી કારોબારી અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ. 2005 માં કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6000 મતોથી જીત મેળવી હતી.આ ઉપરાંત તેઓ મહેસાણા તાલુકા, બેચરાજી તાલુકાના પ્રભારી તરીકે ભાજપ તરફથી જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે. મહેસાણા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2019: શારદાબેન પટેલ વિજેતાલોકસભા ચૂંટણી 2019 માં મહેસાણા બેઠક પર ભાજપે ગુજરાતના પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલ પટેલના પત્ની શારદાબેન પટેલ ને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા. શારદાબેન પટેલ વિજયી બન્યા હતા. તેમણે કોંગ્રેસના એ જે પટેલને અઢી લાખ કરતાં વધુની લીડ સાથે હરાવ્યા હતા. શારદાબેન પટેલને 60.96 ટકા જન મત એટલે કે 6,59,525 મત મળ્યા હતા. જ્યારે હરીફ કોંગ્રેસ ઉમેદવાર એ જે પટેલને 36.94 ટકા એટલે કે 3,78,006 મત મળ્યા હતા. મહેસાણા લોકસભા બેઠકનો ઇતિહાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ વડનગરને સમાવતો મહેસાણા લોકસભા મત વિસ્તાર ભાજપ માટે ખાસ છે. ભાજપની વિકાસ ગાથામાં મહેસાણા સુવર્ણ અક્ષરે લખાયેલું છે. મહેસાણા બેઠકે દેશને પ્રથમ ભાજપી સાંસદ આપ્યા છે. જે પછી દેશમાં ભાજપનો સુવર્ણ કાળ શરુ થયો છે. મહેસાણા લોકસભા મત વિસ્તાર ભાજપનો ગઢ છે. લોકસભા ચૂંટણી 2024 માટે પણ જંગી બહુમત સાથે જીતવા ભાજપ પ્રબળ દાવેદાર હતું.

Loksabha Election Result: જિલ્લા પંચાયત સભ્યથી સાંસદ સુધીની હરિભાઇ પટેલની રાજકીય સફર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહેસાણા બેઠક પર ભાજપના હરિભાઇ પટેલની જીત 
  • હરિભાઇ પટેલની 3,28,046ના મોટા માર્જિનથી જીત 
  • શિક્ષણ જગત સાથે જોડાયેલા નિર્વિવાદીત કાર્યકર 

કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ કરતી મહેસાણા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલની જીત થઈ છે. મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઇ પટેલ પર ભાજપે મૂકેલો વિશ્વાસ સફળ સિદ્ધ થયો છે અને તેમણે મોટા માર્જિન સાથે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને હાર આપી છે.

મોટા માર્જિનથી ભાજપની જીત:

ભાજપના ઉમેદવાર અને મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરિભાઇ પટેલને અત્યાર સુધીમાં 6,86,406 મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરને 3,58,360 મત મળ્યા છે. આમ રામજી ઠાકોર સામે હરિભાઇ પટેલની 3,28,046ના મોટા માર્જિન સાથે જીત થઈ છે.

લોકસભા ચૂંટણી 2024 મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર સહિત કુલ 6 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. મહેસાણા જિલ્લા પંચાયતના સભ્ય હરીભાઇ પટેલ પહેલીવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા. તો સાથે સાથે, કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોર પણ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર સેનાના નેતા તરીકે પ્રકાશમાં આવ્યા હતા.

કોણ છે હરિભાઈ પટેલ

મહેસાણા લોકસભા બેઠક પરથી વિજેતા બનેલ ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ શિક્ષણ જગત સાથે સંકળાયેલા, નિર્વિવાદીત છબી ધરાવતા ભાજપના પીઢ કાર્યકર છે અને કડવા પાટીદાર સમાજનો અગ્રણી ચહેરો પણ છે. જો તેઓ જિલ્લા પંચાયતમાં કોરોબારી સમિતિના પૂર્વ ચેરમેન છે. જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તેમજ પૂર્વ પ્રન્સિપાલ પણ છે.

હરીભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા હતા. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં આવ્યા હતા.

જિલ્લા પંચાયતથી શરુ કરી હતી રાજકીય સફર

હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ 2010માં જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ ફરીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થઈ વિજેતા બન્યા હતા. હરીભાઇએ ફરીથી જિલ્લા પંચાયતમાં જીત મેળવીને પહોંચ્યા બાદ ફરી કારોબારી અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ.

2005 માં કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6000 મતોથી જીત મેળવી હતી.આ ઉપરાંત તેઓ મહેસાણા તાલુકા, બેચરાજી તાલુકાના પ્રભારી તરીકે ભાજપ તરફથી જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.

મહેસાણા બેઠક લોકસભા ચૂંટણી પરિણામ 2019: શારદાબેન પટેલ વિજેતા

લોકસભા ચૂંટણી 2019 માં મહેસાણા બેઠક પર ભાજપે ગુજરાતના પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલ પટેલના પત્ની શારદાબેન પટેલ ને ટિકિટ આપી ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા. શારદાબેન પટેલ વિજયી બન્યા હતા. તેમણે કોંગ્રેસના એ જે પટેલને અઢી લાખ કરતાં વધુની લીડ સાથે હરાવ્યા હતા. શારદાબેન પટેલને 60.96 ટકા જન મત એટલે કે 6,59,525 મત મળ્યા હતા. જ્યારે હરીફ કોંગ્રેસ ઉમેદવાર એ જે પટેલને 36.94 ટકા એટલે કે 3,78,006 મત મળ્યા હતા.

મહેસાણા લોકસભા બેઠકનો ઇતિહાસ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ વડનગરને સમાવતો મહેસાણા લોકસભા મત વિસ્તાર ભાજપ માટે ખાસ છે. ભાજપની વિકાસ ગાથામાં મહેસાણા સુવર્ણ અક્ષરે લખાયેલું છે. મહેસાણા બેઠકે દેશને પ્રથમ ભાજપી સાંસદ આપ્યા છે. જે પછી દેશમાં ભાજપનો સુવર્ણ કાળ શરુ થયો છે. મહેસાણા લોકસભા મત વિસ્તાર ભાજપનો ગઢ છે. લોકસભા ચૂંટણી 2024 માટે પણ જંગી બહુમત સાથે જીતવા ભાજપ પ્રબળ દાવેદાર હતું.