Banaskantha: ભારે વરસાદને કારણે વાવેતરને અસર થતા શાકભાજીના ભાવ વધ્યા

વરસાદના કારણે તેની અસર હવે ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ શાકભાજી પર જોવા મળી હાલમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ પાકને બચાવવા દવાનો છંટકાવ કરે અને તેવામાં જ વરસાદ થતાં દવા પણ ધોવાઈ જાય બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે તેની અસર હવે ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ શાકભાજી પર જોવા મળી રહી છે. હાલમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદના કારણે શાકભાજીના પાકોમાં નુકસાની સામે આવી રહી છે. અને તેને જ કારણે આ ઝરમર વરસાદની સીધી અસર લોકોના ખિસ્સા પર પડતી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બનાસકાંઠાના ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમજ કેટલાક લોકો અનાજની ખેતી કરી રહ્યા છે તો કેટલાક લોકો શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેનું મુખ્ય કારણ છે કે બનાસકાંઠામાં પૂરતો વરસાદ નથી થયો. છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે અને આ ઝરમર વરસાદ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે નુકસાન રૂપ સાબિત થઈ રહ્યો છે. પાકને બચાવવા દવાનો છંટકાવ કરે અને તેવામાં જ વરસાદ થતાં દવા પણ ધોવાઈ જાય છે ખેડૂતોનું કહેવું છે કે ઉનાળામાં ખેડૂતો પાણીની અછતને કારણે ખેતી નથી કરી શકતા પરંતુ ચોમાસાની ઋતુમાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણો લાવી શાકભાજીનું વાવેતર તો કરી દીધું પરંતુ પૂરતો વરસાદ નથી થતો. છૂટો છવાયો વરસાદ થાય છે અને આ ઝરમર વરસાદને કારણે શાકભાજીના પાક વચ્ચે પુષ્કળ પ્રમાણમાં નિંદામણ ઊગી નીકળ્યું છે. જોકે આ નિંદામણ દૂર કરવા જાય અને તેવા જ સમયે ફરી વરસાદ થતાં ખેડૂતો આ નિંદામણ દૂર કરી શકતા નથી અને તેને કારણે શાકભાજીના પાકમાં અલગ અલગ પ્રકારના જીવાણુનો ઉપદ્રવ થાય છે અને આ જીવાણુઓ શાકભાજીના પાકને નુકસાન કરે છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે જો ખેડૂતો મોંઘીદાટ દવા લાવી અને પાકને બચાવવા દવાનો છંટકાવ કરે અને તેવામાં જ વરસાદ થતાં દવા પણ ધોવાઈ જાય છે. અને તેને જ કારણે ખેડૂતોને પાક પર વાવેતર મળી શકતું નથી. અને તેને કારણે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના શાકભાજીના ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે.  નુકસાનની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહે છે જોકે શાકભાજીના વાવેતર પર થયેલા નુકસાનની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહે છે. જે પ્રકારે શાકભાજીમાં નુકસાન આવી રહ્યું છે. અને તેને જ કારણે ક્યાંકને ક્યાંક શાકભાજીની આવક બજારમાં ઘટી છે. જેમાં શાકભાજીના ભાવ પણ વધ્યા છે અને તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પણ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે કુદરત એક સાથે સારો વરસાદ વરસાવે અથવા તો સરકાર દ્વારા શાકભાજીના ખેડૂતો માટે કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવે.

Banaskantha: ભારે વરસાદને કારણે વાવેતરને અસર થતા શાકભાજીના ભાવ વધ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વરસાદના કારણે તેની અસર હવે ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ શાકભાજી પર જોવા મળી
  • હાલમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ
  • પાકને બચાવવા દવાનો છંટકાવ કરે અને તેવામાં જ વરસાદ થતાં દવા પણ ધોવાઈ જાય

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે તેની અસર હવે ખેડૂતોના ખેતરોમાં વાવેતર કરેલ શાકભાજી પર જોવા મળી રહી છે. હાલમાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદના કારણે શાકભાજીના પાકોમાં નુકસાની સામે આવી રહી છે. અને તેને જ કારણે આ ઝરમર વરસાદની સીધી અસર લોકોના ખિસ્સા પર પડતી જોવા મળી રહી છે.

બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે

બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે. આ જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બનાસકાંઠાના ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમજ કેટલાક લોકો અનાજની ખેતી કરી રહ્યા છે તો કેટલાક લોકો શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લામાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેનું મુખ્ય કારણ છે કે બનાસકાંઠામાં પૂરતો વરસાદ નથી થયો. છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે અને આ ઝરમર વરસાદ શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે નુકસાન રૂપ સાબિત થઈ રહ્યો છે.

પાકને બચાવવા દવાનો છંટકાવ કરે અને તેવામાં જ વરસાદ થતાં દવા પણ ધોવાઈ જાય છે

ખેડૂતોનું કહેવું છે કે ઉનાળામાં ખેડૂતો પાણીની અછતને કારણે ખેતી નથી કરી શકતા પરંતુ ચોમાસાની ઋતુમાં ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે પોતાના ખેતરમાં મોંઘાદાટ બિયારણો લાવી શાકભાજીનું વાવેતર તો કરી દીધું પરંતુ પૂરતો વરસાદ નથી થતો. છૂટો છવાયો વરસાદ થાય છે અને આ ઝરમર વરસાદને કારણે શાકભાજીના પાક વચ્ચે પુષ્કળ પ્રમાણમાં નિંદામણ ઊગી નીકળ્યું છે. જોકે આ નિંદામણ દૂર કરવા જાય અને તેવા જ સમયે ફરી વરસાદ થતાં ખેડૂતો આ નિંદામણ દૂર કરી શકતા નથી અને તેને કારણે શાકભાજીના પાકમાં અલગ અલગ પ્રકારના જીવાણુનો ઉપદ્રવ થાય છે અને આ જીવાણુઓ શાકભાજીના પાકને નુકસાન કરે છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે જો ખેડૂતો મોંઘીદાટ દવા લાવી અને પાકને બચાવવા દવાનો છંટકાવ કરે અને તેવામાં જ વરસાદ થતાં દવા પણ ધોવાઈ જાય છે. અને તેને જ કારણે ખેડૂતોને પાક પર વાવેતર મળી શકતું નથી. અને તેને કારણે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના શાકભાજીના ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે.

 નુકસાનની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહે છે

જોકે શાકભાજીના વાવેતર પર થયેલા નુકસાનની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહે છે. જે પ્રકારે શાકભાજીમાં નુકસાન આવી રહ્યું છે. અને તેને જ કારણે ક્યાંકને ક્યાંક શાકભાજીની આવક બજારમાં ઘટી છે. જેમાં શાકભાજીના ભાવ પણ વધ્યા છે અને તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પણ જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે કુદરત એક સાથે સારો વરસાદ વરસાવે અથવા તો સરકાર દ્વારા શાકભાજીના ખેડૂતો માટે કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં આવે.