Amreli: અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર ખાડાથી વાહન ચાલકો પરેશાન

તાત્કાલિક કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી સ્ટેટ હાઈવેમાં છૂટા છવાયા ખાડાઓ પુરી પ્રેસનોટ જાહેર કરાઈ આ હાઈવે પરથી 24 કલાક વાહનચાલકો પસાર થાય છે રાજયભરમાં ભારેથી અતિ ભારે પડેલા વરસાદના કારણે માર્ગો ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લામાં કેટલાક સ્ટેટ હાઈવેમાં છૂટા છવાયા ખાડાઓ પુરી પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. પરંતુ અમરેલી જિલ્લાના મથકના અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે. અમરેલીથી બહાર નીકળતા જ સાવરકુંડલા હાઇવે ઉપર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇમરજન્સી એમ્બ્યુલ્સ, એસટી, સરકારી વાહનો, ખાનગી વાહન ચાલકો 24 કલાક અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે. સામાન્ય પડેલા વરસાદમાં સૌથી વધુ અહીં ખરાબ સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમા આ પ્રકારના માર્ગ બિસ્માર બનવાના કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે. વાહન ચાલકોની માગ ઉઠી તાકીદે માર્ગ પર પડેલા ખાડાઓ બુરવા લોકો માગ કરી રહ્યા છે.મુખ્યમંત્રીની સૂચના છતાં કોઈ કામગીરી નહીં રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે, જ્યાં રસ્તા ખરાબ થયા હોય ત્યાં રીપેરીંગ કરવા પરંતુ અમરેલીનો નેશનલ હાઇવે સાવરકુંડલા રાજુલા પીપાવાવ પોર્ટ સુધી રોડ જોડાયેલો છે એટલા બધા ખાડાઓ છે ક્યાં ખાડા તારવવા જવું. નેશનલ હાઇવેના અધિકારીઓ તાત્કાલીક ખાડા પૂરી લોકોની સમસ્યા દૂર કરે તેવી લોકોની માગ ઉઠી છે.

Amreli: અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઈવે પર ખાડાથી વાહન ચાલકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાત્કાલિક કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી
  • સ્ટેટ હાઈવેમાં છૂટા છવાયા ખાડાઓ પુરી પ્રેસનોટ જાહેર કરાઈ
  • આ હાઈવે પરથી 24 કલાક વાહનચાલકો પસાર થાય છે

રાજયભરમાં ભારેથી અતિ ભારે પડેલા વરસાદના કારણે માર્ગો ઉપર પડેલા ખાડાઓ પુરવા માટે માર્ગ મકાન વિભાગને તાત્કાલિક કામગીરી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, ત્યારે અમરેલી જિલ્લામાં કેટલાક સ્ટેટ હાઈવેમાં છૂટા છવાયા ખાડાઓ પુરી પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. પરંતુ અમરેલી જિલ્લાના મથકના અમરેલી સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે.

અમરેલીથી બહાર નીકળતા જ સાવરકુંડલા હાઇવે ઉપર મસમોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઇમરજન્સી એમ્બ્યુલ્સ, એસટી, સરકારી વાહનો, ખાનગી વાહન ચાલકો 24 કલાક અહીંથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે. સામાન્ય પડેલા વરસાદમાં સૌથી વધુ અહીં ખરાબ સ્થિતિ સર્જાઈ છે. અમરેલીમા આ પ્રકારના માર્ગ બિસ્માર બનવાના કારણે ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે. વાહન ચાલકોની માગ ઉઠી તાકીદે માર્ગ પર પડેલા ખાડાઓ બુરવા લોકો માગ કરી રહ્યા છે.

મુખ્યમંત્રીની સૂચના છતાં કોઈ કામગીરી નહીં

રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે, જ્યાં રસ્તા ખરાબ થયા હોય ત્યાં રીપેરીંગ કરવા પરંતુ અમરેલીનો નેશનલ હાઇવે સાવરકુંડલા રાજુલા પીપાવાવ પોર્ટ સુધી રોડ જોડાયેલો છે એટલા બધા ખાડાઓ છે ક્યાં ખાડા તારવવા જવું. નેશનલ હાઇવેના અધિકારીઓ તાત્કાલીક ખાડા પૂરી લોકોની સમસ્યા દૂર કરે તેવી લોકોની માગ ઉઠી છે.