Surat: મુંબઈ અને અમદાવાદના બે વ્યક્તિઓ સાથે હની ટ્રેપ, પોલીસે ગેંગને ઝડપી

મુંબઈના આધેડ દરજી અને અમદાવાદ ના યુવા દરજી સાથે કામરેજમાં હની ટ્રેપની ઘટનાફેસબુક પર ફ્રેન્ડશીપ કરી આધેડ અને યુવા દરજી ને એકજ એમ ઓથી લૂંટી લીધા બંને ભોગ બનનારને પોલીસ ફરિયાદ કરી તો ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સુરતના કામરેજ વિસ્તારમાંથી ફરી એક વાર એક સાથે બે હનીટ્રેપની ઘટના સામે આવી છે. મુંબઈ અને અમદાવાદના દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે હનીટ્રેપની ઘટના બની છે. ફેસબુક પર દોસ્તી કરી ગેંગ દ્વારા હનીટ્રેપ કરાતું હતું, ત્યારે પોલીસે મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. કામરેજ પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગ ઝડપી કામરેજ પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગની એક મહિલા ફેસબૂક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતી. ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી અને તેને જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ યેનકેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલા વ્યક્તિને પોતાની નિયત કરેલ જગ્યાએ બોલાવી નક્કી કરેલા પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને મારમારતા હતા. બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતી હતી ગેંગ આ સાથે જ મહિલા સાથે નગ્ન અવસ્થામાંમાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ સોના ચાંદીના દાગીના એ.ટી.એમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા. કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. લોકેશનના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા મુંબઈ અને અમદાવાદ ખાતે રહેતા બે અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ મોડસ ઓપરેન્ડીથી હનીટ્રેપ થયા હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદ લખાવનાર વ્યક્તિ પાસેથી હનીટ્રેપ દરમ્યાનની વાતચીત થઈ હતી એ બે અલગ અલગ નંબર મેળવ્યા હતા. જોકે બે પૈકીનો એક નંબર બંધ હતો. જ્યારે બીજો નંબર ચાલુ મળી આવતા. લોકેશનના આધારે કામરેજ તાલુકાના નનસાડ ગામ જવાના માર્ગ પર આવેલી એક સોસાયટીમાંથી એક પરણિત મહિલા સહિત હિતેશ મનસુખ જેઠવા, રાકેશ પટેલ, હર્ષિત ભૂવાને ઝડપી લીધા હતા. મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત પોલીસ તપાસમાં આ ચારેય આરોપીઓએ બંને વ્યક્તિ સાથે હનીટ્રેપ કરી હોવાની કબૂલાત કરી હતી. ચાર પૈકીના એક વ્યક્તિ કચ્છના ગાંધીધામ ખાતે અપહરણ કેસમાં અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. પોલીસે આરોપી પાસેથી હનીટ્રેપમાં લૂંટ કરેલી બે સોનાની ચેઈન, 27 હજાર રોકડ તેમજ ચાર મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આ ગેંગે અગાઉ કોઈ વ્યક્તિને હનીટ્રેપનો શિકાર બનાવ્યો છે કે કેમ તેની પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Surat: મુંબઈ અને અમદાવાદના બે વ્યક્તિઓ સાથે હની ટ્રેપ, પોલીસે ગેંગને ઝડપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુંબઈના આધેડ દરજી અને અમદાવાદ ના યુવા દરજી સાથે કામરેજમાં હની ટ્રેપની ઘટના
  • ફેસબુક પર ફ્રેન્ડશીપ કરી આધેડ અને યુવા દરજી ને એકજ એમ ઓથી લૂંટી લીધા
  • બંને ભોગ બનનારને પોલીસ ફરિયાદ કરી તો ખોટા રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી

સુરતના કામરેજ વિસ્તારમાંથી ફરી એક વાર એક સાથે બે હનીટ્રેપની ઘટના સામે આવી છે. મુંબઈ અને અમદાવાદના દરજી કામના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે હનીટ્રેપની ઘટના બની છે. ફેસબુક પર દોસ્તી કરી ગેંગ દ્વારા હનીટ્રેપ કરાતું હતું, ત્યારે પોલીસે મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.

કામરેજ પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગ ઝડપી

કામરેજ પોલીસે હનીટ્રેપ કરતી એક ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગની એક મહિલા ફેસબૂક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતી. ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી અને તેને જાળમાં ફસાવતી હતી અને ત્યારબાદ યેનકેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલા વ્યક્તિને પોતાની નિયત કરેલ જગ્યાએ બોલાવી નક્કી કરેલા પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને મારમારતા હતા.

બદનામ કરવાની ધમકી આપી પૈસા પડાવતી હતી ગેંગ

આ સાથે જ મહિલા સાથે નગ્ન અવસ્થામાંમાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા બળાત્કારમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ સોના ચાંદીના દાગીના એ.ટી.એમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા. કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

લોકેશનના આધારે પોલીસે આરોપીઓને ઝડપ્યા

મુંબઈ અને અમદાવાદ ખાતે રહેતા બે અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં આવી પોતાની સાથે એક જ મોડસ ઓપરેન્ડીથી હનીટ્રેપ થયા હોવાની પોલીસ ફરિયાદ લખાવી હતી. પોલીસે ફરિયાદ લખાવનાર વ્યક્તિ પાસેથી હનીટ્રેપ દરમ્યાનની વાતચીત થઈ હતી એ બે અલગ અલગ નંબર મેળવ્યા હતા. જોકે બે પૈકીનો એક નંબર બંધ હતો. જ્યારે બીજો નંબર ચાલુ મળી આવતા. લોકેશનના આધારે કામરેજ તાલુકાના નનસાડ ગામ જવાના માર્ગ પર આવેલી એક સોસાયટીમાંથી એક પરણિત મહિલા સહિત હિતેશ મનસુખ જેઠવા, રાકેશ પટેલ, હર્ષિત ભૂવાને ઝડપી લીધા હતા.

મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

પોલીસ તપાસમાં આ ચારેય આરોપીઓએ બંને વ્યક્તિ સાથે હનીટ્રેપ કરી હોવાની કબૂલાત કરી હતી. ચાર પૈકીના એક વ્યક્તિ કચ્છના ગાંધીધામ ખાતે અપહરણ કેસમાં અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યો છે. પોલીસે આરોપી પાસેથી હનીટ્રેપમાં લૂંટ કરેલી બે સોનાની ચેઈન, 27 હજાર રોકડ તેમજ ચાર મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આ ગેંગે અગાઉ કોઈ વ્યક્તિને હનીટ્રેપનો શિકાર બનાવ્યો છે કે કેમ તેની પોલીસ વધુ તપાસ કરી રહી છે.