Anandના પેટલાદમાં વરસાદ વરસતા સાંઈનાથ રોડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

પેટલાદ પંથકમાં અડધો કલાક ધોધમાર વરસાદ પડયોશહેરી વિસ્તારમાં પાણી વહેતા થયા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી આણંદના પેટલાદમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો,શહેરના સાંઈનાથ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને જાણે એમ લાગે કે રોડ પરથી નદીઓ વહી રહી છે.ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શહેરીજનોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી. ચાર દિવસ પહેલા આણંદના બોરસદમાં આભ ફાટયું ચાર દિવસ અગાઉ આણંદના બોરસદમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો જેના કારણે આભ ફાટયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.જયાં જુઓ ત્યા પાણી જ પાણી હતુ તો ખેતરો અને લોકોના ઘરોમાં આ પાણી ઘુસી ગયું હતુ,બોરસદમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો જેના કારણે જનજીવન પર તેની અસર પડી હતી. જાણો આજે કયા છે વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બે જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ અને નર્મદાનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે અને વરસાદ આપશે મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઓફસૉર ટ્રફ પણ ઉત્તર ગુજરાત તરફ સક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં આજે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યેલો અલર્ટ છે. આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ અને અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.  

Anandના પેટલાદમાં વરસાદ વરસતા સાંઈનાથ રોડ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પેટલાદ પંથકમાં અડધો કલાક ધોધમાર વરસાદ પડયો
  • શહેરી વિસ્તારમાં પાણી વહેતા થયા
  • પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

આણંદના પેટલાદમાં સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ધમાકેદાર વરસાદ વરસ્યો હતો,શહેરના સાંઈનાથ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા અને જાણે એમ લાગે કે રોડ પરથી નદીઓ વહી રહી છે.ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શહેરીજનોને ગરમીના બફારામાંથી રાહત મળી હતી.

ચાર દિવસ પહેલા આણંદના બોરસદમાં આભ ફાટયું

ચાર દિવસ અગાઉ આણંદના બોરસદમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો જેના કારણે આભ ફાટયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતુ.જયાં જુઓ ત્યા પાણી જ પાણી હતુ તો ખેતરો અને લોકોના ઘરોમાં આ પાણી ઘુસી ગયું હતુ,બોરસદમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબકયો હતો જેના કારણે જનજીવન પર તેની અસર પડી હતી.


જાણો આજે કયા છે વરસાદની આગાહી

મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બે જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ અને નર્મદાનો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે અને વરસાદ આપશે

મધ્યપ્રદેશ તરફથી સાયક્લોનિક સર્ક્યુલશન આવશે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ઓફસૉર ટ્રફ પણ ઉત્તર ગુજરાત તરફ સક્રિય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં આજે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યેલો અલર્ટ છે. આજે અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ અને અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.