Gujarat Rain: 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર, આ વિસ્તારમાં પડશે વરસાદ

સવારે 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે 3 કલાક સુધી ગાજવીજ પવન સાથે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે રાજ્યમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. તેમાં 3 કલાક સુધી ગાજવીજ પવન સાથે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા અરવલ્લી અને માહિસાગર, પંચમહાલમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદર અને નગર હવેલીમાં વરસાદ પડશે. તથા દ્વારકા, ભાવનગર, અને અમરેલી, છોટા ઉદેપુરમાં વરસાદ આવશે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. તો હવામાન વિભાગે આપેલા આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 5.8 ઇંચ, નીઝરમાં 5.6 ઇંચ વરસાદ મહુવામાં 5.5 ઇંચ, નવસારીમાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં સતત પાંચમાં દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગીર ગઢડામાં બે કલાક 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને ઉનામાં હળવા ઝાપટાં પડી રહ્યા છે. અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે ધોરાજી ગ્રામ્ય વિસ્તાર કલાણા છત્રાસા નાની મારડ, મોટી મારડ, પાટણવાવ, ભાડેર, ચિચોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા 20 ઇંચ વરસાદથી ખેતરો ધોવાઇ ગયા છે. અંદાજે એક હજાર વિઘામાં નુકસાન થયું છે. નાની મારડ ગામના 900 વીઘા જેટલી જમીનોમાં મગફળી અને કપાસનો પાક ધોવાઇ ગયો છે. અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો ફરી વાવણી કરવા સરકાર મદદ કરે તેવી આશા રાખીને બેઠા છે.

Gujarat Rain: 3 કલાક માટે વેધર બુલેટિન જાહેર, આ વિસ્તારમાં પડશે વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સવારે 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે
  • 3 કલાક સુધી ગાજવીજ પવન સાથે વરસાદ પડી શકે છે
  • દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે

રાજ્યમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ રહેશે. તેમાં 3 કલાક સુધી ગાજવીજ પવન સાથે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા અરવલ્લી અને માહિસાગર, પંચમહાલમાં વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે

ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદર અને નગર હવેલીમાં વરસાદ પડશે. તથા દ્વારકા, ભાવનગર, અને અમરેલી, છોટા ઉદેપુરમાં વરસાદ આવશે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યાં છે. તો હવામાન વિભાગે આપેલા આંકડા પર નજર કરીએ તો, ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યના 40 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 8.2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજ અને પલસાણામાં 6.4 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 5.8 ઇંચ, નીઝરમાં 5.6 ઇંચ વરસાદ મહુવામાં 5.5 ઇંચ, નવસારીમાં 4.9 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં સતત પાંચમાં દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સતત પાંચમા દિવસે ગીરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ગીર ગઢડામાં બે કલાક 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કોડીનાર, સુત્રાપાડા, તાલાલા અને ઉનામાં હળવા ઝાપટાં પડી રહ્યા છે.

અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે

ધોરાજી ગ્રામ્ય વિસ્તાર કલાણા છત્રાસા નાની મારડ, મોટી મારડ, પાટણવાવ, ભાડેર, ચિચોડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા 20 ઇંચ વરસાદથી ખેતરો ધોવાઇ ગયા છે. અંદાજે એક હજાર વિઘામાં નુકસાન થયું છે. નાની મારડ ગામના 900 વીઘા જેટલી જમીનોમાં મગફળી અને કપાસનો પાક ધોવાઇ ગયો છે. અંદાજે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો ફરી વાવણી કરવા સરકાર મદદ કરે તેવી આશા રાખીને બેઠા છે.