Amit shah: ગરમી વધે તે પહેલાં ઘરેથી નીકળી મતદાન કરી લેજો

એક કાર્યકર્તાથી સંસદ સુધી આ બૂથ પરથી પહોંચ્યો: અમિત શાહ મને અહીંની જનતાએ હંમેશા આશીર્વાદ આપ્યા છે આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઇને ત્રીજીવાર PM બનાવવા માટે છે અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા. ત્યારે ઉમેદવારી પત્ર ભરી અમિત શાહે સંબોધન કર્યું હતુ. જેમાં અમિત શાહે જણાવ્યું છે કે લોકસભા માટે ગાંધીનગરથી ઉમેદવારી ફાર્મ ભર્યું છે. મારા માટે આ ખૂબ ગૌરવની ક્ષણ છે. એક કાર્યકર્તાથી સંસદ સુધી આ બૂથ પરથી પહોંચ્યો: અમિત શાહ એક કાર્યકર્તાથી સંસદ સુધી આ બૂથ પરથી પહોંચ્યો છુ. મને અહીંની જનતાએ હંમેશા આશીર્વાદ આપ્યા છે. આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઇને ત્રીજીવાર PM બનાવવા માટે છે. તીસરી બાર, 400 પાર સાથે જીત અપાવવાની આ ચૂંટણી છે. હું લદ્દાખ સિવાય સમગ્ર દેશમાં ચૂંટણી માટે ફર્યો છુ. દેશના દરેક ખૂણે લોકો PM મોદી સાથે છે. સવારે 10.30 વાગ્યા પહેલાં જ મતદાન કરી લેજો. જેમાં ગરમી વધે તે પહેલાં ઘરેથી નીકળી મતદાન કરી લેજો. હું તમને સૌને કમળનું બટન દબાવવા અપીલ કરું છુ. કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અમિત શાહ અમદાવાદથી ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ-0થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર તંત્રને અમિત શાહના આગમનથી એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો આપવામાં આવ્યા હતા. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પણ 100 મીટર ત્રિજ્યામાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી આસપાસ કોર્ટ - ઉદ્યોગ ભવન કચેરીઓ પણ આવેલી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ કલેક્ટર કચેરીની રોડ સાઈડના કમ્પાઉન્ડમાં સફેદ કપડાંના પડદા લગાવી દેવાયા હતા.

Amit shah: ગરમી વધે તે પહેલાં ઘરેથી નીકળી મતદાન કરી લેજો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • એક કાર્યકર્તાથી સંસદ સુધી આ બૂથ પરથી પહોંચ્યો: અમિત શાહ
  • મને અહીંની જનતાએ હંમેશા આશીર્વાદ આપ્યા છે
  • આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઇને ત્રીજીવાર PM બનાવવા માટે છે

અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી હાજર રહ્યાં હતા. ત્યારે ઉમેદવારી પત્ર ભરી અમિત શાહે સંબોધન કર્યું હતુ. જેમાં અમિત શાહે જણાવ્યું છે કે લોકસભા માટે ગાંધીનગરથી ઉમેદવારી ફાર્મ ભર્યું છે. મારા માટે આ ખૂબ ગૌરવની ક્ષણ છે.

એક કાર્યકર્તાથી સંસદ સુધી આ બૂથ પરથી પહોંચ્યો: અમિત શાહ

એક કાર્યકર્તાથી સંસદ સુધી આ બૂથ પરથી પહોંચ્યો છુ. મને અહીંની જનતાએ હંમેશા આશીર્વાદ આપ્યા છે. આ વખતની ચૂંટણી નરેન્દ્રભાઇને ત્રીજીવાર PM બનાવવા માટે છે. તીસરી બાર, 400 પાર સાથે જીત અપાવવાની આ ચૂંટણી છે. હું લદ્દાખ સિવાય સમગ્ર દેશમાં ચૂંટણી માટે ફર્યો છુ. દેશના દરેક ખૂણે લોકો PM મોદી સાથે છે. સવારે 10.30 વાગ્યા પહેલાં જ મતદાન કરી લેજો. જેમાં ગરમી વધે તે પહેલાં ઘરેથી નીકળી મતદાન કરી લેજો. હું તમને સૌને કમળનું બટન દબાવવા અપીલ કરું છુ.

કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

અમિત શાહ અમદાવાદથી ગાંધીનગર કલેક્ટર કચેરી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ-0થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર તંત્રને અમિત શાહના આગમનથી એલર્ટ મોડ ઉપર રહેવાના આદેશો આપવામાં આવ્યા હતા. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પણ 100 મીટર ત્રિજ્યામાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી આસપાસ કોર્ટ - ઉદ્યોગ ભવન કચેરીઓ પણ આવેલી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈ કલેક્ટર કચેરીની રોડ સાઈડના કમ્પાઉન્ડમાં સફેદ કપડાંના પડદા લગાવી દેવાયા હતા.