AMCનો વધુ એક છબરડો, જે દિવસે બિલ મળ્યું તે દિવસે જ ટેક્સ ભર્યા છતાં વ્યાજ વસૂલાયું

      Ahmedabad News: અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારના રોજ પ્રોપર્ટી ટેકસના બિલની વહેંચણી કરવામાં આવી હતી.બિલ મળ્યા બાદ પોળના એક રહીશ ટેકસ બિલમાં દર્શાવ્યા મુજબની રુપિયા 3092ની રકમ ભરવા પહોંચ્યા હતા. બિલ ભરતી વખતે તેમની પાસેથી રુપિયા 31 વ્યાજ પેટે લેવાની સાથે કુલ રુપિયા 3123 લેવામાં આવતા તેઓ ચોંકી ઉઠયા હતા.ટેકસબિલ જે દિવસે મળ્યુ એ જ દિવસે તેમણે ટેકસ ભરપાઈ કર્યો હોવા છતાં તેમની પાસેથી વ્યાજ પેટે રુપિયા 31 વધુ વસૂલવામાં આવ્યા હતા.નોંધપાત્ર બાબત એ છે કે આ રહીશને મ્યુનિસિપલ તંત્ર તરફથી જે ટેકસ બિલ આપવામાં આવ્યુ એમાં વ્યાજ ગણ્યા તારીખ 13 જાન્યુઆરી-2024 તથા બિલ ભરવાની છેલ્લી તારીખ 1 માર્ચ-2024 છાપવામાં આવી છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી 28 માર્ચે બિલ મળે છે એ દિવસે જ રહીશ બિલની રકમ ભરપાઈ કરે છે આમ છતાં રુપિયા 31 વ્યાજપેટે તંત્ર વસૂલ કરે છે. આવા તો અનેક કિસ્સા બહાર આવે એવી પ્રબળ સંભાવના હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

AMCનો વધુ એક છબરડો, જે દિવસે બિલ મળ્યું તે દિવસે જ ટેક્સ ભર્યા છતાં વ્યાજ વસૂલાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

     

Ahmedabad News: અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારના રોજ પ્રોપર્ટી ટેકસના બિલની વહેંચણી કરવામાં આવી હતી.બિલ મળ્યા બાદ પોળના એક રહીશ ટેકસ બિલમાં દર્શાવ્યા મુજબની રુપિયા 3092ની રકમ ભરવા પહોંચ્યા હતા. બિલ ભરતી વખતે તેમની પાસેથી રુપિયા 31 વ્યાજ પેટે લેવાની સાથે કુલ રુપિયા 3123 લેવામાં આવતા તેઓ ચોંકી ઉઠયા હતા.

ટેકસબિલ જે દિવસે મળ્યુ એ જ દિવસે તેમણે ટેકસ ભરપાઈ કર્યો હોવા છતાં તેમની પાસેથી વ્યાજ પેટે રુપિયા 31 વધુ વસૂલવામાં આવ્યા હતા.નોંધપાત્ર બાબત એ છે કે આ રહીશને મ્યુનિસિપલ તંત્ર તરફથી જે ટેકસ બિલ આપવામાં આવ્યુ એમાં વ્યાજ ગણ્યા તારીખ 13 જાન્યુઆરી-2024 તથા બિલ ભરવાની છેલ્લી તારીખ 1 માર્ચ-2024 છાપવામાં આવી છે. મ્યુનિસિપલ તંત્ર તરફથી 28 માર્ચે બિલ મળે છે એ દિવસે જ રહીશ બિલની રકમ ભરપાઈ કરે છે આમ છતાં રુપિયા 31 વ્યાજપેટે તંત્ર વસૂલ કરે છે. આવા તો અનેક કિસ્સા બહાર આવે એવી પ્રબળ સંભાવના હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.