Ahmedabadમાં આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમણત્રી હર્ષ સંઘવી હાજર રથયાત્રાના પર્વ પર મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત નેત્રોત્સવ પર ભજન, ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ થઇ છે. જેમાં જગતના નાથને આજે આંખે પાટા બંધાશે. જગતના નાથ જગન્નાથના 15 દિવસ બાદ નિજ મંદિર પરત ફર્યા છે. હવે રથયાત્રા દિવસે આંખ પરથી પાટા ખોલાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિત હાજર રહેશે.રથયાત્રાના પર્વ પર મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પોલીસ કમિશનર જી.એસ.મલિક મંદિર પહોંચ્યા છે. તેમજ રથયાત્રાના પર્વ પર મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. રથયાત્રા પર પોલીસ તંત્ર રિહસલ કરશે. તેમજ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પર વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કાશી,મથુરા,વૃદાવન સહિતથી અનેક ભકતો ભંડારામાં પ્રસાદ લેશે. નેત્રોત્સવ પર ભજન, ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ છે. તેમાં કાળી દાળ, ધોળી દાળના પ્રસાદનું અનેરું મહત્વ છે. જેમાં આજના દિવસે કાળી રોટી, ધોળી દાળનો પ્રસાદ લેવાથી અનેક પાપોમાંથી મુક્તિ થાય છે. નિજ મંદિર પરત આવેલા ભગવાન જગન્નાથજીને ધોળી દાળ, કાળી રોટીનો ભોગ અપાશે. શું છે નેત્રોત્સવ વિધિ? રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. નેત્રોત્સવ બાદ રથયાત્રાના દિવસે ભગવાનની આંખ પરથી પાટા ખોલાશે અને નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને મોટાભાઈ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે, ભગવાન મામાના ઘરેથી પરત ફરે ત્યારે તેમને આંખો આવી જવાની લોકવાયકા રહેલી છે, જેથી ભગવાનને આંખે પાટા બાંધવાની છે પરંપરા છે.

Ahmedabadમાં આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમણત્રી હર્ષ સંઘવી હાજર
  • રથયાત્રાના પર્વ પર મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
  • નેત્રોત્સવ પર ભજન, ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ થઇ છે. જેમાં જગતના નાથને આજે આંખે પાટા બંધાશે. જગતના નાથ જગન્નાથના 15 દિવસ બાદ નિજ મંદિર પરત ફર્યા છે. હવે રથયાત્રા દિવસે આંખ પરથી પાટા ખોલાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી,પૂર્વ ડે.સીએમ નીતિન પટેલ સહિત હાજર રહેશે.

રથયાત્રાના પર્વ પર મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

પોલીસ કમિશનર જી.એસ.મલિક મંદિર પહોંચ્યા છે. તેમજ રથયાત્રાના પર્વ પર મંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. રથયાત્રા પર પોલીસ તંત્ર રિહસલ કરશે. તેમજ જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ પર વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં કાશી,મથુરા,વૃદાવન સહિતથી અનેક ભકતો ભંડારામાં પ્રસાદ લેશે. નેત્રોત્સવ પર ભજન, ભોજન અને ભક્તોનો ત્રિવેણી સંગમ છે. તેમાં કાળી દાળ, ધોળી દાળના પ્રસાદનું અનેરું મહત્વ છે. જેમાં આજના દિવસે કાળી રોટી, ધોળી દાળનો પ્રસાદ લેવાથી અનેક પાપોમાંથી મુક્તિ થાય છે. નિજ મંદિર પરત આવેલા ભગવાન જગન્નાથજીને ધોળી દાળ, કાળી રોટીનો ભોગ અપાશે.

શું છે નેત્રોત્સવ વિધિ?

રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે. નેત્રોત્સવ બાદ રથયાત્રાના દિવસે ભગવાનની આંખ પરથી પાટા ખોલાશે અને નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને મોટાભાઈ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે, ભગવાન મામાના ઘરેથી પરત ફરે ત્યારે તેમને આંખો આવી જવાની લોકવાયકા રહેલી છે, જેથી ભગવાનને આંખે પાટા બાંધવાની છે પરંપરા છે.