Ahmedabad : દોષિત વાહન ડીલરોને માત્ર 7 દિવસ સસ્પેન્ડ કર્યા

15 ડીલર્સે નવા વાહનના રજિસ્ટ્રેશનમાં ગેરરીતિ આચરી હતીડીલરો છ જૂન સુધી નવા વાહનો વેચી શકશે નહીં વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યના 25થી વધુ વાહન ડીલરોને સીધી નોટિસ ફટકારાઇ નવા વાહનના રજિસ્ટ્રેશનમાં ગેરરીતિ આચરનાર અમદાવાદના ત્રણ સહિત રાજ્યના 50 વાહન ડીલરોની ગત 20થી 23 એપ્રિલ દરમિયાન વાહનવ્યવહાર કમિશનર કચેરી ખાતે સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી બાદ અમદાવાદ 3 સહિત રાજ્યના 15 વાહન ડીલરોએ જાણી જોઇને ખોટુ કર્યું હોવાનું બહાર આવતા દોષિત જાહેર થયા હતાં. દોષિત વાહન ડીલરો સામે કડક કાર્યવાહીની બાંગ પુકારનારા વાહનવ્યવહાર કમિશનર કચેરીએ આ તમામ ડીલરોને માત્ર 7 દિવસ સસ્પેન્ડ કર્યા છે. વાહન ડીલરોને કામગીરી સોંપાયા બાદ પ્રથમવાર કમિશનર દ્વારા કાર્યવાહી કરાઇ છે. આ ઉપરાંત 6 જૂન સુધી ડીલરો નવા વાહનનું વેચાણ કરી શકશે નહીં. રાજ્યમાં નવા વાહનોનું વેચાણ કરનાર વાહન ડીલરોને આરટીઓ રજિસ્ટ્રેશનની સપ્ટેમ્બર-2023થી કામગીરી સોંપાયા બાદ સંખ્યાબંધ ગેરરીતિ બદલ રાજ્યની વિવિધ આરટીઓના ઇન્સ્પેકટરો દ્વારા વાહન ડીલરોને વારંવાર નોટીસ ઇસ્યુ કરાઈ હતી. ત્યારબાદ રાજ્યની 38 આરટીઓમાંથી અંદાજે 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવા માટે કમિશનરને દરખાસ્ત કરાઈ હતી. વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યના 25થી વધુ વાહન ડીલરોને સીધી નોટિસ પણ ફટકારાઇ હતી.

Ahmedabad : દોષિત વાહન ડીલરોને માત્ર 7 દિવસ સસ્પેન્ડ કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 15 ડીલર્સે નવા વાહનના રજિસ્ટ્રેશનમાં ગેરરીતિ આચરી હતી
  • ડીલરો છ જૂન સુધી નવા વાહનો વેચી શકશે નહીં
  • વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યના 25થી વધુ વાહન ડીલરોને સીધી નોટિસ ફટકારાઇ

નવા વાહનના રજિસ્ટ્રેશનમાં ગેરરીતિ આચરનાર અમદાવાદના ત્રણ સહિત રાજ્યના 50 વાહન ડીલરોની ગત 20થી 23 એપ્રિલ દરમિયાન વાહનવ્યવહાર કમિશનર કચેરી ખાતે સુનાવણી હાથ ધરાઇ હતી. સુનાવણી બાદ અમદાવાદ 3 સહિત રાજ્યના 15 વાહન ડીલરોએ જાણી જોઇને ખોટુ કર્યું હોવાનું બહાર આવતા દોષિત જાહેર થયા હતાં. દોષિત વાહન ડીલરો સામે કડક કાર્યવાહીની બાંગ પુકારનારા વાહનવ્યવહાર કમિશનર કચેરીએ આ તમામ ડીલરોને માત્ર 7 દિવસ સસ્પેન્ડ કર્યા છે. વાહન ડીલરોને કામગીરી સોંપાયા બાદ પ્રથમવાર કમિશનર દ્વારા કાર્યવાહી કરાઇ છે. આ ઉપરાંત 6 જૂન સુધી ડીલરો નવા વાહનનું વેચાણ કરી શકશે નહીં. રાજ્યમાં નવા વાહનોનું વેચાણ કરનાર વાહન ડીલરોને આરટીઓ રજિસ્ટ્રેશનની સપ્ટેમ્બર-2023થી કામગીરી સોંપાયા બાદ સંખ્યાબંધ ગેરરીતિ બદલ રાજ્યની વિવિધ આરટીઓના ઇન્સ્પેકટરો દ્વારા વાહન ડીલરોને વારંવાર નોટીસ ઇસ્યુ કરાઈ હતી. ત્યારબાદ રાજ્યની 38 આરટીઓમાંથી અંદાજે 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવા માટે કમિશનરને દરખાસ્ત કરાઈ હતી. વાહનવ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યના 25થી વધુ વાહન ડીલરોને સીધી નોટિસ પણ ફટકારાઇ હતી.