Ahmedabad: દેશ-વિદેશની ઈ-કોમર્સ વેબસાઈટ હેક કરી છેતરપિંડી આચરનારી ટોળકી ઝડપાઈ
ઈ કોમર્સ અને અલગ અલગ વેબસાઈટોના સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી વેબસાઈટ હેક કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. જેણે છેલ્લા બે વર્ષમાં અલગ અલગ વેબસાઈટ પરથી 7 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે, સાથે જ ઓનલાઈન કસીનો રમાડતી વેબસાઈટમાં ચેડાં કરી તેના પણ રૂપિયા પડાવી લીધા હોવાનો ખુલાસો થયો છે.ક્રાઈમ બ્રાન્ચે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓ વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ મડાત અને આદિલ પરમારને ઝડપી લીધા છે. આ ત્રણેય આરોપીઓ ઓનલાઈન સટ્ટાબેટિંગનો જુગાર રમતા હતા, જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. પરંતુ તેમના લેપટોપની તપાસ કરતા સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેર મળી આવ્યું છે. જે સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઈટ અને ઓનલાઈન કસીનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જ્યાંથી મફતમાં અથવા તો સાવ સસ્તા ભાવે ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરી લેતા હતા, આરોપીઓ પાસેથી અલગ અલગ વેબસાઈટ પરથી મગાવેલા લેપટોપ, મોબાઈલ, ડ્રોન, હાર્ડડિસ્ક, રાઉટર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે તમામ મુદ્દા માલમાં આરોપીઓએ ગેટ વેમાં ચેડા કરી મેળવ્યા હતા. આરોપીઓએ PNG જ્વેલર્સ પાસેથી સોનાના દાગીના પણ મફતમાં મેળવી લીધા આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓ અલગ અલગ વેબસાઈટ સર્ચ કરી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નંબરો મેળવી પ્રોડક્ટની ખરીદી કરતા હતા, જે બાદ પ્રાઈસ મોડિફિકેશન અને રિસ્પોન્સ સ્ક્રીપ્ટ ચેન્જ ટેકનીકની મદદથી મફતમાં કે ઓછા ભાવે વસ્તુ ખરીદી લેતા, આરોપીઓએ PNG જ્વેલર્સ પાસેથી સોનાના દાગીના પણ મફતમાં મેળવી લીધા હતા. જેની 11 રિસિપ્ટ પણ મળી આવી છે. સાથે જ આરોપીઓ ઓનલાઈન ઓર્ડર વખતે પોતાનો મોબાઈલ નંબર અને એડ્રેસ પણ ખોટું લખતા, પરંતુ જ્યારે ડિલેવરીની જાણ થાય ત્યારે પાર્સલ સપ્લાયર પાસેથી પોતાનું પાર્સલ મેળવી લેતા હતા. ઈ કોમર્સ વેબસાઈટની ખામી શોધી તેમાં ઓર્ડર આપતા ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ભલે એક સાથે કામ કરતા હોય, પરંતુ તમામની ટેક્નિક અલગ અલગ હતી. મુખ્ય આરોપી વિજય વાઘેલા એમબીએનો અભ્યાસ કર્યો હતો અને તે ઈ કોમર્સ વેબસાઈટની ખામી શોધી તેમાં ઓર્ડર આપતો હતો. આરોપી નિતેશ ઉર્ફે છોટુ ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુ મેળવી તેને સસ્તા ભાવે વેચાણ કરી રૂપિયા મેળવતો, અન્ય આરોપી આદિલ પરમાર ઓનલાઈન સટ્ટાની વેબસાઈટ પરથી પ્રાઈઝ અને હાર જીત જાણી જુગાર રમી રૂપિયા કમાતો હતો. ત્રણેય આરોપીએ સાથે મળી છેલ્લા બે વર્ષમાં 125થી વધુ પાર્સલ મગાવ્યા હતા. એમાં કેટલીક વસ્તુઓ એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મેળવી હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, આરોપીઓ આના માટે 5થી 6 અલગ અલગ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા, જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. માત્ર ભારતની જ નહીં પરંતુ વિદેશની વેબસાઈટોને પણ હેક કરી રૂપિયા પડાવ્યા આરોપીઓએ ના માત્ર ભારતની પરંતુ વિદેશની વેબસાઈટોને પણ હેક કરી રૂપિયા પડાવ્યા હતા તો બીજી તરફ ક્રિકેટ સટ્ટા અને કસીનોની વેબસાઈટને પણ હેક કરી હતી. મહત્વનું છે કે વેબસાઈટમાં ઓર્ડર આપવો અને રૂપિયાની થતી ચુકવણીની વચ્ચે માત્ર પાંચ જ સેકન્ડમાં આરોપીઓ તેની રકમમાં ફેરફાર કરી ઓછી કિંમતમાં વસ્તુ મેળવી લેતા હતા. પોલીસને શંકા છે કે આરોપીઓની સાથે બેન્કના અધિકારીઓની પણ મીલીભગત હોઈ શકે છે. જે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ઈ કોમર્સ અને અલગ અલગ વેબસાઈટોના સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી વેબસાઈટ હેક કરી છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. જેણે છેલ્લા બે વર્ષમાં અલગ અલગ વેબસાઈટ પરથી 7 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે, સાથે જ ઓનલાઈન કસીનો રમાડતી વેબસાઈટમાં ચેડાં કરી તેના પણ રૂપિયા પડાવી લીધા હોવાનો ખુલાસો થયો છે.
ક્રાઈમ બ્રાન્ચે 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓ વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ મડાત અને આદિલ પરમારને ઝડપી લીધા છે. આ ત્રણેય આરોપીઓ ઓનલાઈન સટ્ટાબેટિંગનો જુગાર રમતા હતા, જ્યાં ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. પરંતુ તેમના લેપટોપની તપાસ કરતા સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેર મળી આવ્યું છે. જે સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઈટ અને ઓનલાઈન કસીનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જ્યાંથી મફતમાં અથવા તો સાવ સસ્તા ભાવે ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરી લેતા હતા, આરોપીઓ પાસેથી અલગ અલગ વેબસાઈટ પરથી મગાવેલા લેપટોપ, મોબાઈલ, ડ્રોન, હાર્ડડિસ્ક, રાઉટર સહિત કુલ 6 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે તમામ મુદ્દા માલમાં આરોપીઓએ ગેટ વેમાં ચેડા કરી મેળવ્યા હતા.
આરોપીઓએ PNG જ્વેલર્સ પાસેથી સોનાના દાગીના પણ મફતમાં મેળવી લીધા
આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણી પોલીસ પણ ચોંકી ગઈ હતી. આરોપીઓ અલગ અલગ વેબસાઈટ સર્ચ કરી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના નંબરો મેળવી પ્રોડક્ટની ખરીદી કરતા હતા, જે બાદ પ્રાઈસ મોડિફિકેશન અને રિસ્પોન્સ સ્ક્રીપ્ટ ચેન્જ ટેકનીકની મદદથી મફતમાં કે ઓછા ભાવે વસ્તુ ખરીદી લેતા, આરોપીઓએ PNG જ્વેલર્સ પાસેથી સોનાના દાગીના પણ મફતમાં મેળવી લીધા હતા. જેની 11 રિસિપ્ટ પણ મળી આવી છે. સાથે જ આરોપીઓ ઓનલાઈન ઓર્ડર વખતે પોતાનો મોબાઈલ નંબર અને એડ્રેસ પણ ખોટું લખતા, પરંતુ જ્યારે ડિલેવરીની જાણ થાય ત્યારે પાર્સલ સપ્લાયર પાસેથી પોતાનું પાર્સલ મેળવી લેતા હતા.
ઈ કોમર્સ વેબસાઈટની ખામી શોધી તેમાં ઓર્ડર આપતા
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ભલે એક સાથે કામ કરતા હોય, પરંતુ તમામની ટેક્નિક અલગ અલગ હતી. મુખ્ય આરોપી વિજય વાઘેલા એમબીએનો અભ્યાસ કર્યો હતો અને તે ઈ કોમર્સ વેબસાઈટની ખામી શોધી તેમાં ઓર્ડર આપતો હતો. આરોપી નિતેશ ઉર્ફે છોટુ ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુ મેળવી તેને સસ્તા ભાવે વેચાણ કરી રૂપિયા મેળવતો, અન્ય આરોપી આદિલ પરમાર ઓનલાઈન સટ્ટાની વેબસાઈટ પરથી પ્રાઈઝ અને હાર જીત જાણી જુગાર રમી રૂપિયા કમાતો હતો. ત્રણેય આરોપીએ સાથે મળી છેલ્લા બે વર્ષમાં 125થી વધુ પાર્સલ મગાવ્યા હતા. એમાં કેટલીક વસ્તુઓ એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મેળવી હોવાનું પણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, આરોપીઓ આના માટે 5થી 6 અલગ અલગ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા, જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
માત્ર ભારતની જ નહીં પરંતુ વિદેશની વેબસાઈટોને પણ હેક કરી રૂપિયા પડાવ્યા
આરોપીઓએ ના માત્ર ભારતની પરંતુ વિદેશની વેબસાઈટોને પણ હેક કરી રૂપિયા પડાવ્યા હતા તો બીજી તરફ ક્રિકેટ સટ્ટા અને કસીનોની વેબસાઈટને પણ હેક કરી હતી. મહત્વનું છે કે વેબસાઈટમાં ઓર્ડર આપવો અને રૂપિયાની થતી ચુકવણીની વચ્ચે માત્ર પાંચ જ સેકન્ડમાં આરોપીઓ તેની રકમમાં ફેરફાર કરી ઓછી કિંમતમાં વસ્તુ મેળવી લેતા હતા. પોલીસને શંકા છે કે આરોપીઓની સાથે બેન્કના અધિકારીઓની પણ મીલીભગત હોઈ શકે છે. જે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.