Ahmedabad News: શહેરના 4 ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

ગોતાના 2, નિકોલનો 1, અને આનંદનગરનો 1 ગેમઝોન સીલઆનંદનગરમાં આવેલ ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી નિકોલના ફન કેમ્પસના સંચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ રાજકોટના TRP ગેમઝોન ખાતે આગ લાગી અને ફાયર સેફટીના અભાવે આગ એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા. આ ગોઝારી ઘટનાના એવા તે પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે, આજે પણ અમદાવાદના ગોતામાં આવેલા 2 ગેમઝોન અને આનંદનગર આવેલ 1 ગેમઝોન તેમજ નિકોલમાં આવેલ 1 ગેમઝોન એમ કુલ 4 ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિત મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ફન ગ્રીટોના સંચાલક પિનાકીન દશરત પટેલ અને ડિકેશ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો સાથે સાથે, ગોતામાં આવેલ જોય એન્ડ જોય ગેમ ઝોન, આનંદનગરમાં આવેલ ગેમિંગ ઝોનના સંચાલક વિજય પટેલ અને નિકોલ વિસ્તાર ફન કેમ્પસના સંચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ તમામ ગેમ ઝોનમાં ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી AMC દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને પોલીસ પરવાનો નહિ હોવાથી ફરિયાદ નોંધાઈ છે. આઈપીસી 336 અને જીપી એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહિ થાય ત્યાં સુધી અમદાવાદના ગેમ ઝોન શરૂ નહિ થાય.

Ahmedabad News: શહેરના 4 ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગોતાના 2, નિકોલનો 1, અને આનંદનગરનો 1 ગેમઝોન સીલ
  • આનંદનગરમાં આવેલ ગેમિંગ ઝોનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી
  • નિકોલના ફન કેમ્પસના સંચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ

રાજકોટના TRP ગેમઝોન ખાતે આગ લાગી અને ફાયર સેફટીના અભાવે આગ એટલી ભીષણ બની ગઈ કે 28 લોકોના ભોગ લેવાયા. આ ગોઝારી ઘટનાના એવા તે પડઘા પડ્યા કે ફાયર સેફટીને લઈને વર્ષોથી કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘતું તંત્ર સફાળું જાગ્યું અને ઠેર ઠેર ફાયર સેફટીને લઈને તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે, આજે પણ અમદાવાદના ગોતામાં આવેલા 2 ગેમઝોન અને આનંદનગર આવેલ 1 ગેમઝોન તેમજ નિકોલમાં આવેલ 1 ગેમઝોન એમ કુલ 4 ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિત મુજબ, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ફન ગ્રીટોના સંચાલક પિનાકીન દશરત પટેલ અને ડિકેશ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તો સાથે સાથે, ગોતામાં આવેલ જોય એન્ડ જોય ગેમ ઝોન, આનંદનગરમાં આવેલ ગેમિંગ ઝોનના સંચાલક વિજય પટેલ અને નિકોલ વિસ્તાર ફન કેમ્પસના સંચાલક અને માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ તમામ ગેમ ઝોનમાં ફાયર NOC અને સ્ટ્રક્ચરમાં ભૂલ હોવાથી AMC દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને પોલીસ પરવાનો નહિ હોવાથી ફરિયાદ નોંધાઈ છે. આઈપીસી 336 અને જીપી એક્ટ મુજબ ગુનો દાખલ કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર નહિ થાય ત્યાં સુધી અમદાવાદના ગેમ ઝોન શરૂ નહિ થાય.