Ahmedabad News : વાંચ ગામે ફટાકડાની ફેકટરીમાં આગ લાગતા એક શ્રમિકનું મોત

વાંચ-હીરાપુર રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં આગ ક્રિષ્ના ફાયર વર્ક્સમાં આગ લાગતા એક શ્રમિકનું મોત આગ અંગે ફાયર વિભાગને રખાયું અજાણ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં આવેલુ વાંચ ગામ કે જયા દિવાળીના 6 મહિના પહેલાથી ફટાકડા બનાવવાની શરૂઆત કરવામાં આવે છે,આ ગામમાં અલગ-અલગ ફટાકડાના સ્ટોલ મૂકવામાં આવે છે અને નજીવી કિંમતે આ ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે,કિષ્ના ફાયર વર્કસમાં આગ લાગતા આગ કાબુમાં તો આવી ગઈ પણ દુખની વાત એ છે કે આ આગમાં એક વ્યકિતનું મોત થયું છે.ફેકટરીના માલિક દ્વારા આ બાબતે પોલીસ અને ફાયર વિભાગને અંધારામાં રાખ્યા પણ પાપનો ઘડો ફૂટતા સમગ્ર ઘટના બહાર આવી અને વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,આગ કઈ રીતે લાગી હતી તેનું કોઈ કારણ સામે આવ્યું નથી.પોલીસે FSLની મદદ માંગી છે. પોલીસ અને ફાયર વિભાગને રાખ્યા અંધારામાં આગ ગઈકાલે લાગી હતી અને સમય સૂચકતાથી આગને ફેકટરીમાં રહેલા શ્રમિકોએ કાબુમા લીધી હતી,આગ હોલવાઈ ત્યારબાદ ખબર પડી કે એક શ્રમિકનું મોત થયું છે,શ્રમિકોમાં દુખની લાગણી પ્રસરી હતી,મહત્વનું છે કે ફેકટરીના માલિકે સમગ્ર ઘટના પર બુચ મારી દીધુ હતુ એટલે કોઈને આ વાતની જાણ ના થાય,પરંતુ કોઈક વ્યકિત દ્વારા આ વાત પોલીસ સુધી પહોંચી તો પોલીસે ફાયર વિભાગનો સંપર્ક કર્યો તો ફાયર વિભાગ પણ આ વાત સાંભળી ચૌકી ઉઠયું હતુ,અંતે ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી હતી,મહત્વનું છે કે મૃત્કના પરિવાર દ્વારા પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નથી.અને મામલો રફેદફે થઈ ગયો છે. વાંચ ગામના ફટાકડા ગુજરાતમાં પ્રખ્યાત અમદાવાદમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે. અમદાવાદના શિવકાશી તરીકે ઓળખાતા વાંચ ગામમાં 200થી વધુ પરિવારો ફટાકડા બનાવે છે, અહીં મોટાભાગના લોકો ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ ગામમાં બનતા ફટાકડા સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે. આ માટે ફાયર સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. છેલ્લી પાંચ પેઢીથી આ ધંધા સાથે સંકળાયેલાં અનેક લોકો ફટાકડાની ફેકટરીમાં બારેમાસ કામ કરે છે. દિવાળી હોય કે લગ્નસરાની સિઝન હોય, વાંચ ગામના ફટાકડા ખૂબ જ પ્રખ્યાત બન્યા છે. કારીગરો કઈ રીતે કામ કરે છે કારીગરો પાસે CO2, પાવડર, સેફ્ટી ફાયરની બોટલ, પાણી ભરેલી ડોલ અને માટીની ડોલ ફરજિયાત રાખવામાં આવે છે, કારીગરોને પણ અગત્યની સૂચના આપવામાં આવે છે, જ્યારે પણ કામ કરતા હોય ત્યારે પાણીની ડોલ અને માટીની ડોલ જોડે રાખવી તથા જ્યારે પણ કામ પૂર્ણ થઈ જાય ત્યારે તરત જ જગ્યાને ચોખ્ખી અને સ્વચ્છ કરી દેવી, જેથી આગ જેવી ઘટના ન બને. અહીંના ફટાકડા ગુજરાતના મોટા-મોટા વેપારી તેમજ ડીલરો ગુજરાતની બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં સપ્લાય કરે છે.

Ahmedabad News : વાંચ ગામે ફટાકડાની ફેકટરીમાં આગ લાગતા એક શ્રમિકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વાંચ-હીરાપુર રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં આગ
  • ક્રિષ્ના ફાયર વર્ક્સમાં આગ લાગતા એક શ્રમિકનું મોત
  • આગ અંગે ફાયર વિભાગને રખાયું અજાણ

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં આવેલુ વાંચ ગામ કે જયા દિવાળીના 6 મહિના પહેલાથી ફટાકડા બનાવવાની શરૂઆત કરવામાં આવે છે,આ ગામમાં અલગ-અલગ ફટાકડાના સ્ટોલ મૂકવામાં આવે છે અને નજીવી કિંમતે આ ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે,કિષ્ના ફાયર વર્કસમાં આગ લાગતા આગ કાબુમાં તો આવી ગઈ પણ દુખની વાત એ છે કે આ આગમાં એક વ્યકિતનું મોત થયું છે.ફેકટરીના માલિક દ્વારા આ બાબતે પોલીસ અને ફાયર વિભાગને અંધારામાં રાખ્યા પણ પાપનો ઘડો ફૂટતા સમગ્ર ઘટના બહાર આવી અને વિવેકાનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે,આગ કઈ રીતે લાગી હતી તેનું કોઈ કારણ સામે આવ્યું નથી.પોલીસે FSLની મદદ માંગી છે.

પોલીસ અને ફાયર વિભાગને રાખ્યા અંધારામાં

આગ ગઈકાલે લાગી હતી અને સમય સૂચકતાથી આગને ફેકટરીમાં રહેલા શ્રમિકોએ કાબુમા લીધી હતી,આગ હોલવાઈ ત્યારબાદ ખબર પડી કે એક શ્રમિકનું મોત થયું છે,શ્રમિકોમાં દુખની લાગણી પ્રસરી હતી,મહત્વનું છે કે ફેકટરીના માલિકે સમગ્ર ઘટના પર બુચ મારી દીધુ હતુ એટલે કોઈને આ વાતની જાણ ના થાય,પરંતુ કોઈક વ્યકિત દ્વારા આ વાત પોલીસ સુધી પહોંચી તો પોલીસે ફાયર વિભાગનો સંપર્ક કર્યો તો ફાયર વિભાગ પણ આ વાત સાંભળી ચૌકી ઉઠયું હતુ,અંતે ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી હતી,મહત્વનું છે કે મૃત્કના પરિવાર દ્વારા પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી નથી.અને મામલો રફેદફે થઈ ગયો છે.

વાંચ ગામના ફટાકડા ગુજરાતમાં પ્રખ્યાત

અમદાવાદમાં ફટાકડા બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે. અમદાવાદના શિવકાશી તરીકે ઓળખાતા વાંચ ગામમાં 200થી વધુ પરિવારો ફટાકડા બનાવે છે, અહીં મોટાભાગના લોકો ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ ગામમાં બનતા ફટાકડા સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નિકાસ થાય છે. આ માટે ફાયર સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. છેલ્લી પાંચ પેઢીથી આ ધંધા સાથે સંકળાયેલાં અનેક લોકો ફટાકડાની ફેકટરીમાં બારેમાસ કામ કરે છે. દિવાળી હોય કે લગ્નસરાની સિઝન હોય, વાંચ ગામના ફટાકડા ખૂબ જ પ્રખ્યાત બન્યા છે.

કારીગરો કઈ રીતે કામ કરે છે

કારીગરો પાસે CO2, પાવડર, સેફ્ટી ફાયરની બોટલ, પાણી ભરેલી ડોલ અને માટીની ડોલ ફરજિયાત રાખવામાં આવે છે, કારીગરોને પણ અગત્યની સૂચના આપવામાં આવે છે, જ્યારે પણ કામ કરતા હોય ત્યારે પાણીની ડોલ અને માટીની ડોલ જોડે રાખવી તથા જ્યારે પણ કામ પૂર્ણ થઈ જાય ત્યારે તરત જ જગ્યાને ચોખ્ખી અને સ્વચ્છ કરી દેવી, જેથી આગ જેવી ઘટના ન બને. અહીંના ફટાકડા ગુજરાતના મોટા-મોટા વેપારી તેમજ ડીલરો ગુજરાતની બહાર રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં સપ્લાય કરે છે.