Ahmedabad News : AMC જનરલ બોર્ડમાં દબાણ મુદ્દે ગરમાવો, ગેરકાયદે બાંધકામ તોડી સરકારી જમીન મુક્ત કરવાની ઉઠી માંગ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની જનરલ બોર્ડ બેઠકમાં સરકારી તળાવની જમીન પર દબાણનો મુદ્દો જોરશોરથી ગુંજ્યો હતો. મક્તમપુરા વોર્ડના કોંગ્રેસ કાઉન્સિલર હિતેન્દ્ર પીઠડિયાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના લાંભા વોર્ડના કાઉન્સિલર રાહુલ ભરવાડે પીપળજ ગામમાં સરકારી તળાવની 9,915 ચોરસ મીટર જમીન પર કબજો કર્યો છે. જનરલ બોર્ડમાં આ આક્ષેપો રજૂ થતા વાતાવરણ ગરમાયું હતું.
રિઝર્વ પ્લોટ અને એગ્રીકલ્ચર ઝોનમાં ગેરકાયદે બાંધકામના આક્ષેપ
હિતેન્દ્ર પીઠડિયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે AMCના 40 ટકા કપાતના રિઝર્વ પ્લોટમાં પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું છે. ઉપરાંત, એગ્રીકલ્ચર ઝોનની 9,459 ચોરસ મીટર જમીન પર બાંધકામ ચાલુ હોવાનો દાવો કરીને તેમણે સમગ્ર મામલાને ગંભીર ગણાવ્યો હતો.
ગેરકાયદે બાંધકામો તોડી સરકારી જમીન ખુલ્લી કરવા માંગ
જનરલ બોર્ડ દરમિયાન આક્ષેપો કરનારા કાઉન્સિલરે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડીને તળાવ, રિઝર્વ પ્લોટ અને એગ્રીકલ્ચર ઝોનની સરકારી જમીન તાત્કાલિક ખુલ્લી કરાવવાની માંગ કરી હતી. દબાણ હટાવવા અને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે બોર્ડમાં તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Jam khambhaliyaમાં શાળા પસંદગી મેળો યોજાયો, 254 શાળાઓ માટે 300 જેટલા વિદ્યા સહાયકોએ પસંદગી કરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

