Ahmedabad: હલકી ગુણવત્તાવાળો હાટકેશ્વર બ્રિજ 10થી 12 દિવસમાં તોડવામાં આવશે
અમદાવાદમાં આવેલ હાટકેશ્વર બ્રિજને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 10થી 12 દિવસની અંદર બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજ તોડી નવો બનવાવ માટે ચોથી વાર બહાર પાડેલ ટેન્ડર સિંગલ બિડર દ્વારા ભરાયું હતું. રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું હતું. અગાઉ પહેલી અને બીજી વાર કોઇ એ રસ દાખવ્યો ન હતો. ત્રીજી વાર સિંગલ બિડર આવ્યા હોવાથી ચોથી વાર ટેન્ડર બહાર પડાયું હતું. બ્રિજ તોડી પાડવાની જાહેરાત કરાઈ હતી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજ ક્યારે તોડી પાડવામાં આવશે તેની તારીખ જાહેર કરવાની માગ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે જવાબ આપ્યો હતો કે, આગામી 4-5 દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવાના ટેન્ડર બહાર પાડવામાં આવશે. બ્રિજને તોડવામાં આવનાર જ છે. હાલમાં બ્રિજની પોલીસ તપાસ ચાલી રહી છે. વિપક્ષ કોંગ્રેસના દંડક અને અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડએ સવાલ કર્યો હતો કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ બ્રિજ તોડવામાં આવ્યો નથી. જેથી ક્યારે તોડવામાં આવશે? વર્ષ 2015માં બ્રિજની કામગીરી શરૂ કરાઈ હતી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવેને જોડતાં ખોખરાથી સીટીએમ સુધીના હાટકેશ્વર વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. વર્ષ 2015માં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. બ્રિજમાં હલકી ગુણવત્તાના કારણે પાંચથી છ વખત ગાબડાં પડ્યાં હતાં. ત્યારે બેરીકેટ લગાવી બંધ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ફરીથી બ્રિજનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. જૂનમાં મોટું ગાબડું પડતા બંધ કરાયો હતો જૂન 2022માં 8થી 10 ફૂટ સળિયા દેખાય તેટલું મોટું ગાબડું પડ્યું હતું. પણ અધિકારી કે કર્મચારીની હાજરી વગર મજૂરો દ્વારા તેને ભરી દેવામાં આવ્યા હતા. જે મામલે મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી હતી અને ત્યારબાદ અનુભવી એન્જિનિયરોની ટીમનું કરી અને ત્યારબાદ બ્રિજનો ઉપયોગ શરૂ કરવા માટે જણાવ્યું હતું. 13 જૂન 2022ના રોજ બ્રિજને બંધ કરી અને રિપેરિંગ કરવા માટે 90 લાખ રૂપિયા અંદાજ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદના સેમ્પલો લઈ અને બે ખાનગી લેબોરેટરીઓમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં M45ની જગ્યાએ M20 એટલે કે જે સિમેન્ટ રેતી કોન્ક્રીટ વગેરે વાપરવાનું હોય તે 30 ટકા ઓછું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું. આટલી હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. બ્રિજના ટેસ્ટ અને રિપોર્ટ કરાયા હાટકેશ્વર બ્રિજમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના બ્રિજના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય બે સ્પાન, 8 પિલરમાં હલકી ગુણવત્તાનું બાંધકામ જણાઈ આવ્યું હતું. જેના કારણે તેને તોડવાનો નિર્ણય કરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના વિવિધ ટેસ્ટ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બ્રિજના અન્ય ભાગોમાં પણ સેમ્પલમાં હલકી ગુણવત્તાનું બાંધકામ જણાઈ આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં આવેલ હાટકેશ્વર બ્રિજને તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, 10થી 12 દિવસની અંદર બ્રિજ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજ તોડી નવો બનવાવ માટે ચોથી વાર બહાર પાડેલ ટેન્ડર સિંગલ બિડર દ્વારા ભરાયું હતું. રાજસ્થાનની વિષ્ણુ પ્રસાદ આર તંગાલિયા દ્વારા બીડ કરવામાં આવ્યું હતું. અગાઉ પહેલી અને બીજી વાર કોઇ એ રસ દાખવ્યો ન હતો. ત્રીજી વાર સિંગલ બિડર આવ્યા હોવાથી ચોથી વાર ટેન્ડર બહાર પડાયું હતું.
બ્રિજ તોડી પાડવાની જાહેરાત કરાઈ હતી
સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા હાટકેશ્વર બ્રિજ ક્યારે તોડી પાડવામાં આવશે તેની તારીખ જાહેર કરવાની માગ કરી હતી. મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા હાટકેશ્વર બ્રિજ મામલે જવાબ આપ્યો હતો કે, આગામી 4-5 દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવાના ટેન્ડર બહાર પાડવામાં આવશે. બ્રિજને તોડવામાં આવનાર જ છે. હાલમાં બ્રિજની પોલીસ તપાસ ચાલી રહી છે. વિપક્ષ કોંગ્રેસના દંડક અને અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડએ સવાલ કર્યો હતો કે, મ્યુનિસિપલ કમિશનર દ્વારા હાટકેશ્વર બ્રિજ તોડી પાડવા નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ બ્રિજ તોડવામાં આવ્યો નથી. જેથી ક્યારે તોડવામાં આવશે?
વર્ષ 2015માં બ્રિજની કામગીરી શરૂ કરાઈ હતી
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવેને જોડતાં ખોખરાથી સીટીએમ સુધીના હાટકેશ્વર વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. વર્ષ 2015માં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. બ્રિજમાં હલકી ગુણવત્તાના કારણે પાંચથી છ વખત ગાબડાં પડ્યાં હતાં. ત્યારે બેરીકેટ લગાવી બંધ કર્યા હતા, પરંતુ ત્યારબાદ ફરીથી બ્રિજનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.
જૂનમાં મોટું ગાબડું પડતા બંધ કરાયો હતો
જૂન 2022માં 8થી 10 ફૂટ સળિયા દેખાય તેટલું મોટું ગાબડું પડ્યું હતું. પણ અધિકારી કે કર્મચારીની હાજરી વગર મજૂરો દ્વારા તેને ભરી દેવામાં આવ્યા હતા. જે મામલે મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી હતી અને ત્યારબાદ અનુભવી એન્જિનિયરોની ટીમનું કરી અને ત્યારબાદ બ્રિજનો ઉપયોગ શરૂ કરવા માટે જણાવ્યું હતું. 13 જૂન 2022ના રોજ બ્રિજને બંધ કરી અને રિપેરિંગ કરવા માટે 90 લાખ રૂપિયા અંદાજ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદના સેમ્પલો લઈ અને બે ખાનગી લેબોરેટરીઓમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં M45ની જગ્યાએ M20 એટલે કે જે સિમેન્ટ રેતી કોન્ક્રીટ વગેરે વાપરવાનું હોય તે 30 ટકા ઓછું મટિરિયલ વાપરવામાં આવ્યું હતું. આટલી હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપર્યું હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
બ્રિજના ટેસ્ટ અને રિપોર્ટ કરાયા
હાટકેશ્વર બ્રિજમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના બ્રિજના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય બે સ્પાન, 8 પિલરમાં હલકી ગુણવત્તાનું બાંધકામ જણાઈ આવ્યું હતું. જેના કારણે તેને તોડવાનો નિર્ણય કરાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજના વિવિધ ટેસ્ટ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. બ્રિજના અન્ય ભાગોમાં પણ સેમ્પલમાં હલકી ગુણવત્તાનું બાંધકામ જણાઈ આવ્યું હતું.