Ahmedabad આજે બપોર પછી રાજપથ ક્લબ રોડ, શીલજ,બોપલ,સરખેજમાં પાણી કાપ

AMC દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઓગણજ પાસે ઔડા દ્વારા બનાવવામાં આવનાર અન્ડરપાસ માટે વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતિપુરા ચોકડી સુધી જતી 1600 મીમી વ્યાસની જાસપુર વોટર વર્કસ આધારીત મેઇન ટ્રંક લાઈન નડતરરૂપ હોવાથી. આ પાણીની મેઈન ટ્રંક લાઈન શિફ્ટ કરવા અને નવી નાંખેલી લાઈનનું હયાત ટ્રંક લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શીલજ, બોપલ, ઘુમા, સરખેજ, મક્તમપુરા, SG હાઇવે પર રાજપથ ક્લબ રોડ સહિતના વિસ્તારોમાં આવતીકાલે તા. 12 ફેબ્રુઆરીના રોજ બુધવારે સવારે પાણી પુરવઠો આપવામાં આવ્યા પછી બપોર પછી પાણીનો સપ્લાય બંધ કરવામાં આવશે અને તા.13 ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. AMC ઈજનેર વોટર પ્રોજેક્ટ ખાતાના જણાવ્યા મુજબ, ઓગણજ સર્કલ પાસે ઔડા દ્વારા બનાવવાનાં આવનાર અંડરપાસમાં નડતરરૂપ હોવાથી લાઇન શિફ્ટિંગ કરવામાં આવશે. નવી નાખેલી લાઈનનું હયાત 1600 મીમી વ્યાસની લાઈન સાથે જોડાણ કરવામાં આવનાર છે. સરદારધામ પાસે આવેલી ધરતી નર્સરી પાસે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નવી નાખેલી 2500 મીમી વ્યાસની એમ.એસ. ટ્રંક લાઈનમાંથી રીંગરોડ સમાંતર નાંખેલી 1600 મીમી વ્યાસની હયાત ટ્રંક લાઈનમાં જોડાણ કરવા માટે મુખ્ય ટ્રંક લાઈન બંધ કરાશે. 

Ahmedabad આજે બપોર પછી રાજપથ ક્લબ રોડ, શીલજ,બોપલ,સરખેજમાં પાણી કાપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AMC દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ઓગણજ પાસે ઔડા દ્વારા બનાવવામાં આવનાર અન્ડરપાસ માટે વૈષ્ણોદેવી ઓવરહેડ ટાંકીથી રીંગ રોડને સમાંતર શાંતિપુરા ચોકડી સુધી જતી 1600 મીમી વ્યાસની જાસપુર વોટર વર્કસ આધારીત મેઇન ટ્રંક લાઈન નડતરરૂપ હોવાથી.

આ પાણીની મેઈન ટ્રંક લાઈન શિફ્ટ કરવા અને નવી નાંખેલી લાઈનનું હયાત ટ્રંક લાઈન સાથે જોડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી શીલજ, બોપલ, ઘુમા, સરખેજ, મક્તમપુરા, SG હાઇવે પર રાજપથ ક્લબ રોડ સહિતના વિસ્તારોમાં આવતીકાલે તા. 12 ફેબ્રુઆરીના રોજ બુધવારે સવારે પાણી પુરવઠો આપવામાં આવ્યા પછી બપોર પછી પાણીનો સપ્લાય બંધ કરવામાં આવશે અને તા.13 ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. AMC ઈજનેર વોટર પ્રોજેક્ટ ખાતાના જણાવ્યા મુજબ, ઓગણજ સર્કલ પાસે ઔડા દ્વારા બનાવવાનાં આવનાર અંડરપાસમાં નડતરરૂપ હોવાથી લાઇન શિફ્ટિંગ કરવામાં આવશે. નવી નાખેલી લાઈનનું હયાત 1600 મીમી વ્યાસની લાઈન સાથે જોડાણ કરવામાં આવનાર છે. સરદારધામ પાસે આવેલી ધરતી નર્સરી પાસે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નવી નાખેલી 2500 મીમી વ્યાસની એમ.એસ. ટ્રંક લાઈનમાંથી રીંગરોડ સમાંતર નાંખેલી 1600 મીમી વ્યાસની હયાત ટ્રંક લાઈનમાં જોડાણ કરવા માટે મુખ્ય ટ્રંક લાઈન બંધ કરાશે.