Vadodaraના અકોટાથી કલેકટર કચેરી જવાના માર્ગે ભ્રષ્ટાચારનો મસમોટો ભૂવો પડયો
વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે.વરસાદ પણ થંભી ગયો તેમ છત્તા ભૂવો પડી રહ્યો છે.અકોટાથી કલેકટર કચેરી જવાના રોડ પર આ ભૂવો પડવાની ઘટના બની છે.આ ભૂવો 5 ફૂટ લાંબો અને 12 ફૂટ ઉંડો છે.હાલ રોડને કોર્ડન કરી દીધો છે,અકોટામાં અત્યાર સુધીમાં 20થી વધુ ભૂવા પડયા છે.સૌથી વધુ પૂરના પાણી ભરાતા અકોટામાં ભૂવા પડ્યા છે તેવું સ્થાનિકો માની રહ્યાં છે. અકોટાથી કલેકટર કચેરી જવાના માર્ગે ભૂવો પડ્યો વડોદરામા વિકાસની ગતિએ આગળ તો વધી રહ્યું છે પરંતુ વડોદરા શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે.વડોદરાના અકોટા વિસ્તારમાં ફરી ભૂવો પડયો છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે,હાલ ભૂવાને કોર્ડન કરવાની કામગીરી કરાઈ છે,પરંતુ ભૂવાને રીપેર કરવાની કોઈ કામગીરી કરાઈ નથી,રોડ નબળો પડી જતા ભૂવો પડવાની સમસ્યા સર્જાઈ છે,અત્યાર સુધી વડોદરામાં સૌથી વધુ ભૂવા અકોટા વિસ્તારમાં પડયા છે.ધારાસભ્ય અને કોર્પોરેટર તમારી ઉંઘ ઉડાડો અને ભૂવાની સમસ્યા દૂર કરો તે જરૂરી બન્યું છે. 25-07-2024ના રોજ વુડા સર્કલ પાસે પડયો હતો ભૂવો હજુ પણ ભૂવા પડવાનો સિલસીલો જારી છે. જેમાં કારેલીબાગ વુડા સર્કલ નજીક મસમોટો ભૂવો પડયો હતો. ૨૪ કલાક વાહનોથી ધમધમતા મુખ્ય માર્ગ પર પડેલા મસમોટા ભૂવાને કારણે વાહન ચાલકો અને રાહદારીમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો.ભૂવાની નીચેથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ સિવાય તંત્રના પાપે ઠેરઠેર ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો પછડાયા હતા. જેને લઈ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો. 01-04-2024ના રોજ વુડા સર્કલ પાસે પડયો હતો ભૂવો વડોદરામાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રક્ટરોની મિલીભગત થી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના બનાવેલ શહેરના વુડા સર્કલ પાસે સ્માર્ટ રોડની વચ્ચે વધુ એકવાર મસ્ત મોટો ભુવો પડયો હતો. જોકે પાલિકા દ્વારા આ ભુવાનું સમારકામ કરવાની તસ્દી પણ લેવામાં ન આવતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો હતો.પાલિકા તરફથી આ ભુવાના સમારકામ માટે પણ કોઈ તસ્દી લેવામાં આવી નથી આ ભુવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પાલિકા તંત્ર ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે.વરસાદ પણ થંભી ગયો તેમ છત્તા ભૂવો પડી રહ્યો છે.અકોટાથી કલેકટર કચેરી જવાના રોડ પર આ ભૂવો પડવાની ઘટના બની છે.આ ભૂવો 5 ફૂટ લાંબો અને 12 ફૂટ ઉંડો છે.હાલ રોડને કોર્ડન કરી દીધો છે,અકોટામાં અત્યાર સુધીમાં 20થી વધુ ભૂવા પડયા છે.સૌથી વધુ પૂરના પાણી ભરાતા અકોટામાં ભૂવા પડ્યા છે તેવું સ્થાનિકો માની રહ્યાં છે.
અકોટાથી કલેકટર કચેરી જવાના માર્ગે ભૂવો પડ્યો
વડોદરામા વિકાસની ગતિએ આગળ તો વધી રહ્યું છે પરંતુ વડોદરા શહેરમાં ભૂવા પડવાની સમસ્યા યથાવત છે.વડોદરાના અકોટા વિસ્તારમાં ફરી ભૂવો પડયો છે જેના કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે,હાલ ભૂવાને કોર્ડન કરવાની કામગીરી કરાઈ છે,પરંતુ ભૂવાને રીપેર કરવાની કોઈ કામગીરી કરાઈ નથી,રોડ નબળો પડી જતા ભૂવો પડવાની સમસ્યા સર્જાઈ છે,અત્યાર સુધી વડોદરામાં સૌથી વધુ ભૂવા અકોટા વિસ્તારમાં પડયા છે.ધારાસભ્ય અને કોર્પોરેટર તમારી ઉંઘ ઉડાડો અને ભૂવાની સમસ્યા દૂર કરો તે જરૂરી બન્યું છે.
25-07-2024ના રોજ વુડા સર્કલ પાસે પડયો હતો ભૂવો
હજુ પણ ભૂવા પડવાનો સિલસીલો જારી છે. જેમાં કારેલીબાગ વુડા સર્કલ નજીક મસમોટો ભૂવો પડયો હતો. ૨૪ કલાક વાહનોથી ધમધમતા મુખ્ય માર્ગ પર પડેલા મસમોટા ભૂવાને કારણે વાહન ચાલકો અને રાહદારીમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો.ભૂવાની નીચેથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. આ સિવાય તંત્રના પાપે ઠેરઠેર ખાડાઓમાં પાણી ભરાઈ જતાં વાહન ચાલકો પછડાયા હતા. જેને લઈ લોકોમાં તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
01-04-2024ના રોજ વુડા સર્કલ પાસે પડયો હતો ભૂવો
વડોદરામાં પાલિકાના અધિકારી અને કોન્ટ્રક્ટરોની મિલીભગત થી ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાના બનાવેલ શહેરના વુડા સર્કલ પાસે સ્માર્ટ રોડની વચ્ચે વધુ એકવાર મસ્ત મોટો ભુવો પડયો હતો. જોકે પાલિકા દ્વારા આ ભુવાનું સમારકામ કરવાની તસ્દી પણ લેવામાં ન આવતા લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો હતો.પાલિકા તરફથી આ ભુવાના સમારકામ માટે પણ કોઈ તસ્દી લેવામાં આવી નથી આ ભુવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પાલિકા તંત્ર ભૂવાનું સમારકામ હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.