Ahmedabad :સ્કૂલવર્ધી ચાલકોને 45 દિવસનો સમય આપતા હડતાળ સમેટાઈ

દોઢ મહિનામાં ફિટનેસ, પરમિટ મેળવવા જ પડશેરજાના દિવસે પણ RTOમાં કામગીરી ચાલુ રહેશે સ્કૂલો બસોને રાહત નહીં : દોઢ મહિનામાં જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? સ્કૂલો શરૂ થયા બાદ વાહનવ્યવહાર વિભાગે સ્કૂલવર્ધીના વાહનોને ફિટનેસ અને પરમિટની કામગીરી માટે સમયમાં છૂટછાટ ન આપતા સ્કૂલવર્ધી એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી હતી. એક દિવસની હડતાળમાં વાલીઓએ ભોગવેલી હેરાનગતિ બાદ ઊંઘમાંથી જાગેલી કમિશનર કચેરીએ આરટીઓને મિટિંગ માટે સૂચના આપી હતી. જેના પગલે બુધવારે સ્કૂલવર્ધી એસોસિયેશન સાથે સુભાષબ્રિજ આરટીઓએ મિટિંગ કરીને સ્કૂલવર્ધી ચાલકોને આરટીઓમાં ફિટનેસ અને પરમિટ માટે 45 દિવસનો સમય આપ્યો છે. અંતે સરકારે ઝૂકતા એસોસિયેશને હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી. આરટીઓએ કહ્યું કે, સ્કૂલો બસોને રાહત નહીં મળે. RTO ડ્રાઇવમાં પકડાયેલી બસના સ્કૂલ સંચાલકોને પણ નોટિસ ફટકારીને વહેલી તકે કામગીરી પૂરી કરવા તાકીદ કરાશે. બીજી તરફ વાલીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આ દોઢ મહિનામાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે. આ અંગે કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી. 13મી જૂનથી સ્કૂલો શરૂ થવાની હતી. આમ છતાં વાહનવ્યવહાર કમિશનર વર્ષ 2019ના નિયમોને વળગી રહ્યા હતાં. આ નિયમોમાં ફેરફાર કરવાની રજૂઆતની અવગણના કરીને તમામ આરટીઓ કચેરીને કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દીધા હતા. બીજી બાજુ સ્કૂલવર્ધી એસોસિએશન અને કમિશનર કચેરીના મહિલા ઓએસડી વચ્ચેની મિટિંગમાં નિયમોમાં સુધારાની બાંયેધરી અપાઈ હતી. વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે લાવવા-લઇ જવા ઓફિસોમાં અડધા દિવસની રજા મૂકવી પડી હતી. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, કમિશનર કચેરીએ પહેલેથી જ સરકારમાં ચર્ચા કરીને નિર્ણય કર્યો હોત તો હડતાળની સ્થિતી ઊભી થઈ ન હોત. બીજી બાજુ આરટીઓ જે.જે. પટેલે કહ્યું કે, સ્કૂલવર્ધી એસોસિયેશનને 45 દિવસનો સમય અપાયો છે, જેમાં ફિટનેસ અને પરમિટ માટે વાહનો વધુ આવશે તો જાહેર રજાના દિવસે પણ આરટીઓમાં કામગીરી ચાલુ રખાશે. ફિટનેશ-પરમિટ સિવાયના કિસ્સામાં કાર્યવાહી થશે આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેસ અને પરમિટ સિવાયના કિસ્સામાં કાર્યવાહી થશે. વાહનમાં નિયમ મુજબ ડ્રાઇવર સાથે રિક્ષામાં 6 બાળકો, વાનમાં કેપેસિટી પ્રમાણે 12 કે 14 બાળકો કરતાં વધુ સંખ્યા હશે તો RTO અને પોલીસ વિભાગ દ્વારા ડિટેઇન સુધીની કાર્યવાહી કરાશે. આ સિવાયના કિસ્સામાં હાલ કોઇ કાર્યવાહી નહીં કરાય. CBSEની 2 બસ ડિટેઇન, 30 બસોને બે લાખનો દંડ સુભાષબ્રિજ આરટીઓએ બુધવારે બોપલ, ઘુમા, મોટેરા, ભાટ અને સુઘડ ખાતે સીબીએસઈની શિવ આશિષ, એશિયન ગ્લોબલ, આનંદનિકેતન સ્કૂલમાં જઇને બસોની તપાસ કરી હતી. જ્યારે રસ્તા પર જમના બાઇ, ડિવાઇન ચાઇલ્ડ, અમદાવાદ પબ્લિક ઇન્ટરનેશનલ સ્કૂલની સ્કૂલવર્ધીની બસોની ચકાસણી કરી હતી, 59 બસોની તપાસમાં આરટીઓ ટેકસ નહીં ભરનારી એશિયન ગ્લોબલની બે બસ ડિટેઇન કરાઇ હતી.

Ahmedabad :સ્કૂલવર્ધી ચાલકોને 45 દિવસનો સમય આપતા હડતાળ સમેટાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દોઢ મહિનામાં ફિટનેસ, પરમિટ મેળવવા જ પડશે
  • રજાના દિવસે પણ RTOમાં કામગીરી ચાલુ રહેશે
  • સ્કૂલો બસોને રાહત નહીં : દોઢ મહિનામાં જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ ?

સ્કૂલો શરૂ થયા બાદ વાહનવ્યવહાર વિભાગે સ્કૂલવર્ધીના વાહનોને ફિટનેસ અને પરમિટની કામગીરી માટે સમયમાં છૂટછાટ ન આપતા સ્કૂલવર્ધી એસોસિએશને અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરી હતી.

એક દિવસની હડતાળમાં વાલીઓએ ભોગવેલી હેરાનગતિ બાદ ઊંઘમાંથી જાગેલી કમિશનર કચેરીએ આરટીઓને મિટિંગ માટે સૂચના આપી હતી. જેના પગલે બુધવારે સ્કૂલવર્ધી એસોસિયેશન સાથે સુભાષબ્રિજ આરટીઓએ મિટિંગ કરીને સ્કૂલવર્ધી ચાલકોને આરટીઓમાં ફિટનેસ અને પરમિટ માટે 45 દિવસનો સમય આપ્યો છે. અંતે સરકારે ઝૂકતા એસોસિયેશને હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી. આરટીઓએ કહ્યું કે, સ્કૂલો બસોને રાહત નહીં મળે. RTO ડ્રાઇવમાં પકડાયેલી બસના સ્કૂલ સંચાલકોને પણ નોટિસ ફટકારીને વહેલી તકે કામગીરી પૂરી કરવા તાકીદ કરાશે. બીજી તરફ વાલીઓમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આ દોઢ મહિનામાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે. આ અંગે કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી.

13મી જૂનથી સ્કૂલો શરૂ થવાની હતી. આમ છતાં વાહનવ્યવહાર કમિશનર વર્ષ 2019ના નિયમોને વળગી રહ્યા હતાં. આ નિયમોમાં ફેરફાર કરવાની રજૂઆતની અવગણના કરીને તમામ આરટીઓ કચેરીને કાર્યવાહી કરવાના આદેશ પણ આપી દીધા હતા. બીજી બાજુ સ્કૂલવર્ધી એસોસિએશન અને કમિશનર કચેરીના મહિલા ઓએસડી વચ્ચેની મિટિંગમાં નિયમોમાં સુધારાની બાંયેધરી અપાઈ હતી. વાલીઓને પોતાના બાળકોને સ્કૂલે લાવવા-લઇ જવા ઓફિસોમાં અડધા દિવસની રજા મૂકવી પડી હતી. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, કમિશનર કચેરીએ પહેલેથી જ સરકારમાં ચર્ચા કરીને નિર્ણય કર્યો હોત તો હડતાળની સ્થિતી ઊભી થઈ ન હોત. બીજી બાજુ આરટીઓ જે.જે. પટેલે કહ્યું કે, સ્કૂલવર્ધી એસોસિયેશનને 45 દિવસનો સમય અપાયો છે, જેમાં ફિટનેસ અને પરમિટ માટે વાહનો વધુ આવશે તો જાહેર રજાના દિવસે પણ આરટીઓમાં કામગીરી ચાલુ રખાશે.

ફિટનેશ-પરમિટ સિવાયના કિસ્સામાં કાર્યવાહી થશે

આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્કૂલવર્ધી વાહનોમાં ફિટનેસ અને પરમિટ સિવાયના કિસ્સામાં કાર્યવાહી થશે. વાહનમાં નિયમ મુજબ ડ્રાઇવર સાથે રિક્ષામાં 6 બાળકો, વાનમાં કેપેસિટી પ્રમાણે 12 કે 14 બાળકો કરતાં વધુ સંખ્યા હશે તો RTO અને પોલીસ વિભાગ દ્વારા ડિટેઇન સુધીની કાર્યવાહી કરાશે. આ સિવાયના કિસ્સામાં હાલ કોઇ કાર્યવાહી નહીં કરાય.

CBSEની 2 બસ ડિટેઇન, 30 બસોને બે લાખનો દંડ

સુભાષબ્રિજ આરટીઓએ બુધવારે બોપલ, ઘુમા, મોટેરા, ભાટ અને સુઘડ ખાતે સીબીએસઈની શિવ આશિષ, એશિયન ગ્લોબલ, આનંદનિકેતન સ્કૂલમાં જઇને બસોની તપાસ કરી હતી. જ્યારે રસ્તા પર જમના બાઇ, ડિવાઇન ચાઇલ્ડ, અમદાવાદ પબ્લિક ઇન્ટરનેશનલ સ્કૂલની સ્કૂલવર્ધીની બસોની ચકાસણી કરી હતી, 59 બસોની તપાસમાં આરટીઓ ટેકસ નહીં ભરનારી એશિયન ગ્લોબલની બે બસ ડિટેઇન કરાઇ હતી.