Ahmedabad: સરદાર નગરમાં જૂની અદાવતમાં યુવકની કરાઈ હત્યા, 4 આરોપીઓ ફરાર

અમદાવાદમાં દિવસેને દિવસે સતત વધી રહ્યા છે હત્યાના કેસો યુવકને રસ્તામાં જ રોકી તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો સરદારનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ ગુનો નોંધી, તપાસ હાથ ધરી અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે હત્યા અને ગુનાઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, સરદાર નગરમાં જૂની અદાવતના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે તપાસ હાથ ધરી છે.4 આરોપીઓએ યુવકને રસ્તામાં જ રોકી તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો શહેરના સરદારનગર વિસ્તારમાં જૂની અદાવતમાં પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. 13 જુલાઈએ પ્રિન્સ વાઘેલા તેના ઘરેથી તેની નાનીના ઘરે જવા માટે નીકળ્યો હતો, આ સમય દરમ્યાન 4 આરોપીઓએ પ્રિન્સ વાઘેલાને રસ્તામાં જ રોકી તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. ત્યારબાદ પ્રિન્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે કમનસીબે સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે. ફરાર આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી ત્યાર આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ ગુનો નોંધ્યો છે અને મૃતક અને આરોપીઓ વચ્ચે કૌટુંબિક અદાવત ચાલતી આવી છે, જેને લઈને આરોપીઓએ મૃતક પ્રિન્સ વાઘેલાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ માની રહી છે. હાલ તો ચારેય આરોપીઓ ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે પોતાની અલગ અલગ ટીમોને કામે લગાડી છે અને આરોપીઓની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ જૂની અદાવતના કારણે ઘણી વખત હત્યા થઈ હોવાના બનાવો સામે આવ્યા છે.

Ahmedabad: સરદાર નગરમાં જૂની અદાવતમાં યુવકની કરાઈ હત્યા, 4 આરોપીઓ ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદમાં દિવસેને દિવસે સતત વધી રહ્યા છે હત્યાના કેસો
  • યુવકને રસ્તામાં જ રોકી તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો
  • સરદારનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ ગુનો નોંધી, તપાસ હાથ ધરી 

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે હત્યા અને ગુનાઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, સરદાર નગરમાં જૂની અદાવતના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યો છે તપાસ હાથ ધરી છે.

4 આરોપીઓએ યુવકને રસ્તામાં જ રોકી તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો

શહેરના સરદારનગર વિસ્તારમાં જૂની અદાવતમાં પ્રિન્સ વાઘેલા નામના યુવકની હત્યા કરવામાં આવી છે. 13 જુલાઈએ પ્રિન્સ વાઘેલા તેના ઘરેથી તેની નાનીના ઘરે જવા માટે નીકળ્યો હતો, આ સમય દરમ્યાન 4 આરોપીઓએ પ્રિન્સ વાઘેલાને રસ્તામાં જ રોકી તેના પર છરી તેમજ પાઈપ વડે હુમલો કરીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. ત્યારબાદ પ્રિન્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે કમનસીબે સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે.

ફરાર આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો કામે લગાડી

ત્યાર આ સમગ્ર મામલે સરદારનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 મુજબ ગુનો નોંધ્યો છે અને મૃતક અને આરોપીઓ વચ્ચે કૌટુંબિક અદાવત ચાલતી આવી છે, જેને લઈને આરોપીઓએ મૃતક પ્રિન્સ વાઘેલાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ માની રહી છે. હાલ તો ચારેય આરોપીઓ ફરાર છે, જેમને ઝડપી પાડવા પોલીસે પોતાની અલગ અલગ ટીમોને કામે લગાડી છે અને આરોપીઓની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ જૂની અદાવતના કારણે ઘણી વખત હત્યા થઈ હોવાના બનાવો સામે આવ્યા છે.