Amreliના ખાંભામાં મોટા પ્રમાણમાં રેશનિંગના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

મોટા પ્રમાણમાં સરકારી રાશનનો જથ્થો ઝડપાયો રેશનિંગના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો વિસાવદરનો શખ્સ જથ્થો એકત્ર કરી વેચતો હતો અમરેલીના ખાંભામાં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે,ખાંભા મામલતદાર દ્રારા મોડી રાત્રે ગોડાઉનમાં રેડ કરી 123 કટ્ટા ચોખા અને 12 કટ્ટા ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ખાંભા મામલતદાર ટીમ અને પોલીસ દ્રારા વધુ કાર્યવાહી હાથધરાઈ છે.જૂનાગઢનો એક વ્યકિત આ અનાજનું છૂટકમાં વેચાણ કરતો હતો. ખાંભા મામલતદારની કાર્યવાહી અમરેલીના ખાંભામાં મામલતદારે મસમોટું અનાજ કૌભાંડ ઝડપી પાડયું છે,જૂનાગઢના વિસાવદરના એક વ્યકિત દ્રારા સરકારી અનાજનો જથ્થો એકત્ર કરી તેનું છૂટકમાં વેચાણ કરવામાં આવતું હતુ.ચોખાના 123 કટ્ટા, ઘઉંના 12 કટ્ટા સાથે અઢી લાખનો રેશનીંગનો જથ્થો ઝડપાયો છે.2 છકડો રિક્ષા અને 1 ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ મામલતદારે સિઝ કર્યો છે.આ અનાજનો જથ્થો કયાંથી આવ્યો તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. એક અઠવાડીયા અગાઉ નર્મદામાં પણ સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી અનાજ કૌંભાંડ ઝડપાયું હતુ જેમાં મામલતદારને બાતમી મળી હતી કે સાગબારામાં એક ગોડાઉનમાં મોટી માત્રામાં સરકારી ઘઉંનો જથ્થો રહેલો છે ત્યાં જઈને રેડ કરવામાં આવતા 1000 કિલો સરકારી અનાજ ઝડપી પાડવામાં આવ્યું હતુ.પોલીસ અને મામલતદાર દ્રારા વધુ કાર્યવાહી હાથધરી તપાસ હાથધરાઈ છે. અનાજના ગોરખધંધાની મોડસ ઓપરેન્ડી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાને વિતરણ કરવામાં આવતું હોય છે આવું અનાજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ છકડો રીક્ષા લઈને ફરતા ફેરીયાઓ આવું અનાજ જેમણે મેળવી લીધું છે અને જેમને જરૂર નથી તેવા લોકોના ઘરે ઘરે જઈ અને આ અનાજ એકત્રિત કરી ઓછી કિંમતે ખરીદ કરે છે અને તેમાં કેટલીક કિંમત વધારી અને અને ગેરકાયદે ગોડાઉન ધારકો, આટા મિલો કે માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે.  

Amreliના ખાંભામાં મોટા પ્રમાણમાં રેશનિંગના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મોટા પ્રમાણમાં સરકારી રાશનનો જથ્થો ઝડપાયો
  • રેશનિંગના ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો
  • વિસાવદરનો શખ્સ જથ્થો એકત્ર કરી વેચતો હતો

અમરેલીના ખાંભામાં મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાતા હાહાકાર મચી ગયો છે,ખાંભા મામલતદાર દ્રારા મોડી રાત્રે ગોડાઉનમાં રેડ કરી 123 કટ્ટા ચોખા અને 12 કટ્ટા ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.ખાંભા મામલતદાર ટીમ અને પોલીસ દ્રારા વધુ કાર્યવાહી હાથધરાઈ છે.જૂનાગઢનો એક વ્યકિત આ અનાજનું છૂટકમાં વેચાણ કરતો હતો.

ખાંભા મામલતદારની કાર્યવાહી

અમરેલીના ખાંભામાં મામલતદારે મસમોટું અનાજ કૌભાંડ ઝડપી પાડયું છે,જૂનાગઢના વિસાવદરના એક વ્યકિત દ્રારા સરકારી અનાજનો જથ્થો એકત્ર કરી તેનું છૂટકમાં વેચાણ કરવામાં આવતું હતુ.ચોખાના 123 કટ્ટા, ઘઉંના 12 કટ્ટા સાથે અઢી લાખનો રેશનીંગનો જથ્થો ઝડપાયો છે.2 છકડો રિક્ષા અને 1 ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ મામલતદારે સિઝ કર્યો છે.આ અનાજનો જથ્થો કયાંથી આવ્યો તેને લઈ ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.


એક અઠવાડીયા અગાઉ નર્મદામાં પણ સરકારી અનાજનું કૌભાંડ ઝડપાયું

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાંથી અનાજ કૌંભાંડ ઝડપાયું હતુ જેમાં મામલતદારને બાતમી મળી હતી કે સાગબારામાં એક ગોડાઉનમાં મોટી માત્રામાં સરકારી ઘઉંનો જથ્થો રહેલો છે ત્યાં જઈને રેડ કરવામાં આવતા 1000 કિલો સરકારી અનાજ ઝડપી પાડવામાં આવ્યું હતુ.પોલીસ અને મામલતદાર દ્રારા વધુ કાર્યવાહી હાથધરી તપાસ હાથધરાઈ છે.

અનાજના ગોરખધંધાની મોડસ ઓપરેન્ડી

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારી અનાજ વ્યાજબી ભાવની દુકાને વિતરણ કરવામાં આવતું હોય છે આવું અનાજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે. ત્યારબાદ છકડો રીક્ષા લઈને ફરતા ફેરીયાઓ આવું અનાજ જેમણે મેળવી લીધું છે અને જેમને જરૂર નથી તેવા લોકોના ઘરે ઘરે જઈ અને આ અનાજ એકત્રિત કરી ઓછી કિંમતે ખરીદ કરે છે અને તેમાં કેટલીક કિંમત વધારી અને અને ગેરકાયદે ગોડાઉન ધારકો, આટા મિલો કે માર્કેટિંગ યાર્ડમાં વેચી નાખે છે.