અમદાવાદ-ગાંધીનગર મેટ્રો અમદાવાદની જેમ દર 12 મિનિટે નહીં, પરંતુ સવા કલાકે આવશે
Ahmedabad-Gandhinagar Metro: પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. હાલ મોટેરાથી ગાંધીનગરના સેકટર-1 સુધીનો અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરૂ કરાયો છે. જ્યારે મહાત્મા મંદિર સુધીના રૂટ પર હાલ કામગીરી ચાલુ છે. જેના કારણે આ રૂટ પરની મેટ્રો આવનાર સમયમાં કામ પૂર્ણ થયા બાદ શરૂ થશે.બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતરજે લોકો અમદાવાદ શહેરમાં ચાલતી મેટ્રો ટ્રેનનો અનુભવ કરી ચૂક્યા છે તેમને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી માટે સમય ફાળવવો પડશે. કારણે કે આ રૂટ અમદાવાદ સિટીમાં ચાલી રહેલી મેટ્રો સર્વિસ કરતા થોડો અલગ છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલી મેટ્રો દર 10થી 12 મિનિટે દોડી રહી છે, જ્યારે મોટેરાથી ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટની ફ્રિકવન્સી છે. એટલે કે બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતર છે.આ પણ વાંચો: એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધાઅમદાવાદની મેટ્રો સવારે 6:20 વાગ્યે શરૂ થાય છે અને રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જ્યારે ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો સવારે 7:20 થી શરૂ થશે અને સાંજે 7:20 સુધી કાર્યરત રહેશે. પરંતુ અમદાવાદ મેટ્રોની જેમ જ આવનાર દિવસોમાં આ રૂટને પણ ટ્રાફિક મળશે ત્યારે ઓછા સમયમાં અને મોડે સુધી ટ્રેન મળી શકે તેની સંભાવના છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Ahmedabad-Gandhinagar Metro: પ્રધાનમંત્રી મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. હાલ મોટેરાથી ગાંધીનગરના સેકટર-1 સુધીનો અને ગિફ્ટ સિટી સુધીનો રૂટ જ શરૂ કરાયો છે. જ્યારે મહાત્મા મંદિર સુધીના રૂટ પર હાલ કામગીરી ચાલુ છે. જેના કારણે આ રૂટ પરની મેટ્રો આવનાર સમયમાં કામ પૂર્ણ થયા બાદ શરૂ થશે.
બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતર
જે લોકો અમદાવાદ શહેરમાં ચાલતી મેટ્રો ટ્રેનનો અનુભવ કરી ચૂક્યા છે તેમને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી માટે સમય ફાળવવો પડશે. કારણે કે આ રૂટ અમદાવાદ સિટીમાં ચાલી રહેલી મેટ્રો સર્વિસ કરતા થોડો અલગ છે. અમદાવાદ શહેરમાં ચાલી રહેલી મેટ્રો દર 10થી 12 મિનિટે દોડી રહી છે, જ્યારે મોટેરાથી ગાંધીનગર વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન વચ્ચે 1 કલાક અને 20 મિનિટની ફ્રિકવન્સી છે. એટલે કે બે ટ્રેન વચ્ચે સવા કલાકનું અંતર છે.
આ પણ વાંચો: એરપોર્ટને પણ ફિક્કું પાડે તેવું ગિફ્ટ સિટીનું મેટ્રો સ્ટેશન, મુસાફરોને મળશે આ આધુનિક સુવિધા