Ahmedabad: નારણપુરામાં પૈસાની લેતી દેતી મામલે ફિઝિયોથેરાપીસ્ટ વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
અમદાવાદના નારણપુરામાં પૈસાની લેતી દેતી મામલે ફિઝિયોથેરાપીસ્ટ વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ મામલે નારણપુરા પોલીસે 2 આરોપી આશીષ ઠક્કર અને અંકિત ઠાકોરની ધરપકડ કરી છે.1 વર્ષ પહેલા રૂપિયા 90,000 રૂપિયા ઉછીના આપ્યા હતા ઘટનાની વાત કરીએ તો નારણપુરામાં વેદાન ટાવર નજીક ફિઝિયોથેરાપીસ્ટ વિદ્યાર્થી નીરવ બોચિયા રૂપિયા 90,000ની લેવડ દેવડને લઈને આરોપીઓ આશિષ ઠક્કર અને અંકિત ઠાકોરને મળવા ગયો હતો. ત્યારે આરોપીઓ અને તેમના મિત્રોએ નીરવ પર છરીથી ઘાતકી હુમલો કર્યો હતો અને નીરવે પોતાના મિત્ર વિદિતને 1 વર્ષ પહેલા રૂપિયા 90,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. જ્યારે વિદિતે આશિષ ઠક્કરને રૂપિયા આપ્યા હતા. પરંતુ આરોપી વિદિતને કોઈનું કોઈ બહાનું બનાવીને પૈસા પરત આપતો નહતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેથી વિદિતે નિરવને પૈસા પરત નહીં કરતા નીરવ આરોપીઓ પાસે પૈસાની ઉઘરાણી કરવા પહોંચ્યો હતો અને તેઓ વચ્ચે તકરાર થતાં આરોપીઓએ છરીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. નારણપુરા પોલીસે હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટીનો ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાથી CCTV ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના નારણપુરામાં પૈસાની લેતી દેતી મામલે ફિઝિયોથેરાપીસ્ટ વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને આ મામલે નારણપુરા પોલીસે 2 આરોપી આશીષ ઠક્કર અને અંકિત ઠાકોરની ધરપકડ કરી છે.
1 વર્ષ પહેલા રૂપિયા 90,000 રૂપિયા ઉછીના આપ્યા હતા
ઘટનાની વાત કરીએ તો નારણપુરામાં વેદાન ટાવર નજીક ફિઝિયોથેરાપીસ્ટ વિદ્યાર્થી નીરવ બોચિયા રૂપિયા 90,000ની લેવડ દેવડને લઈને આરોપીઓ આશિષ ઠક્કર અને અંકિત ઠાકોરને મળવા ગયો હતો. ત્યારે આરોપીઓ અને તેમના મિત્રોએ નીરવ પર છરીથી ઘાતકી હુમલો કર્યો હતો અને નીરવે પોતાના મિત્ર વિદિતને 1 વર્ષ પહેલા રૂપિયા 90,000 રૂપિયા ઉછીના આપ્યા હતા. જ્યારે વિદિતે આશિષ ઠક્કરને રૂપિયા આપ્યા હતા. પરંતુ આરોપી વિદિતને કોઈનું કોઈ બહાનું બનાવીને પૈસા પરત આપતો નહતો.
પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જેથી વિદિતે નિરવને પૈસા પરત નહીં કરતા નીરવ આરોપીઓ પાસે પૈસાની ઉઘરાણી કરવા પહોંચ્યો હતો અને તેઓ વચ્ચે તકરાર થતાં આરોપીઓએ છરીથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. નારણપુરા પોલીસે હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટીનો ગુનો નોંધીને 2 આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓ ફરાર હોવાથી CCTV ફુટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.