Tirupati Laddu વિવાદ બાદ પાવાગઢના સુખડી પ્રસાદ વિશે જાણો ખાસ વાત

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈ ઉઠેલા સવાલો બાદ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં પ્રસાદમાં કેવી ગુણવત્તા છે તેને લઈ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામા આવ્યું કે આખરે પાવાગઢમાં વર્ષોની પરંપરા મુજબ વિતરીત કરવામા આવતો સુખડીનો સ્વાદિષ્ટ પ્રસાદ કેવી રીતે બને છે અને તેની ગુણવત્તાના કયા કયા ધોરણોનો ખ્યાલ રાખવામા આવે છે. પ્રસાદ બનાવવાની આખી પ્રક્રિયા ઓટોમેટિક મશીનથી યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે વર્ષોથી સુખડી પ્રસાદ રૂપે માતાજી મહાકાળીને ધરાવવામા આવે છે. પાવાગઢ ડુંગર ઉપર આવેલ પ્રસાદ ઘરમાં ગોળ, ઘી અને ઘઉંના લોટના નિશ્ચિત મિશ્રણથી તૈયાર થતી પાવાગઢની સુખડી કેવી રીતે બને છે તે અંગે જાણવા અમે જ્યારે પ્રસાદ ઘરમા પ્રવેશ્યા ત્યારે જોવા મળ્યું કે જે પ્રસાદ બનાવવામા આવે છે તે પ્રસાદ ઘરમાં કામ કરતા તમામ કર્મચારીઓ હાથમા મોજા, મોઢા પર માસ્ક અને માથે કેપ પહેરેલા હતા. સાથે જ પ્રસાદ બનાવવાની આખી પ્રક્રિયા ઓટોમેટિક મશીનથી થાય છે. જેમાં સ્વાચ્છતાની સંપૂર્ણ દેખરેખ રહે છે. શુદ્ધતામા કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી સુખડી બનાવવા માટે જે ગોળ, ઘી અને ઘઉંનો જથ્થો મંગાવવામા આવે છે તે પહેલાથી જ પરીક્ષણ કરીને તેના રિપોર્ટ મેળવ્યા બાદ જ મંગાવવામા આવે છે. જેથી શુદ્ધતામા કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. અહીં રોજિંદા અંદાજીત 7 થી 8 હજાર સુખડીના પેકેટ તૈયાર કરવામા આવે છે. જ્યારે ધાર્મિક તહેવાર કે નવરાત્રિ હોય ત્યારે સુખડીનો જથ્થો ખુબ જ મોટા પ્રમાણમાં બનાવવામા આવે છે. નવરાત્રિ દરમ્યાન અહીં રોજિંદા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર થતા હોય છે. ભક્તો પોતાની સાથે સુખડીનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે પાવાગઢ ખાતે આવતા ભક્તોની સંખ્યા લાખોમા હોય છે.અહીં આવતા મોટાભાગના ભક્તો પોતાની સાથે સુખડીનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. જો કે ભક્તોના જણાવ્યા અનુસાર અહીં સુખડીનો પ્રસાદ ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને સ્વછતાનું પણ ખુબ જ ધ્યાન રાખવામા આવે છે.

Tirupati Laddu વિવાદ બાદ પાવાગઢના સુખડી પ્રસાદ વિશે જાણો ખાસ વાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદની ગુણવત્તાને લઈ ઉઠેલા સવાલો બાદ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં પ્રસાદમાં કેવી ગુણવત્તા છે તેને લઈ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામા આવ્યું કે આખરે પાવાગઢમાં વર્ષોની પરંપરા મુજબ વિતરીત કરવામા આવતો સુખડીનો સ્વાદિષ્ટ પ્રસાદ કેવી રીતે બને છે અને તેની ગુણવત્તાના કયા કયા ધોરણોનો ખ્યાલ રાખવામા આવે છે.

પ્રસાદ બનાવવાની આખી પ્રક્રિયા ઓટોમેટિક મશીનથી

યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે વર્ષોથી સુખડી પ્રસાદ રૂપે માતાજી મહાકાળીને ધરાવવામા આવે છે. પાવાગઢ ડુંગર ઉપર આવેલ પ્રસાદ ઘરમાં ગોળ, ઘી અને ઘઉંના લોટના નિશ્ચિત મિશ્રણથી તૈયાર થતી પાવાગઢની સુખડી કેવી રીતે બને છે તે અંગે જાણવા અમે જ્યારે પ્રસાદ ઘરમા પ્રવેશ્યા ત્યારે જોવા મળ્યું કે જે પ્રસાદ બનાવવામા આવે છે તે પ્રસાદ ઘરમાં કામ કરતા તમામ કર્મચારીઓ હાથમા મોજા, મોઢા પર માસ્ક અને માથે કેપ પહેરેલા હતા. સાથે જ પ્રસાદ બનાવવાની આખી પ્રક્રિયા ઓટોમેટિક મશીનથી થાય છે. જેમાં સ્વાચ્છતાની સંપૂર્ણ દેખરેખ રહે છે.

શુદ્ધતામા કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી

સુખડી બનાવવા માટે જે ગોળ, ઘી અને ઘઉંનો જથ્થો મંગાવવામા આવે છે તે પહેલાથી જ પરીક્ષણ કરીને તેના રિપોર્ટ મેળવ્યા બાદ જ મંગાવવામા આવે છે. જેથી શુદ્ધતામા કોઈ બાંધછોડ કરવામાં આવતી નથી. અહીં રોજિંદા અંદાજીત 7 થી 8 હજાર સુખડીના પેકેટ તૈયાર કરવામા આવે છે. જ્યારે ધાર્મિક તહેવાર કે નવરાત્રિ હોય ત્યારે સુખડીનો જથ્થો ખુબ જ મોટા પ્રમાણમાં બનાવવામા આવે છે. નવરાત્રિ દરમ્યાન અહીં રોજિંદા 50 હજાર જેટલા સુખડીના પેકેટ તૈયાર થતા હોય છે.

ભક્તો પોતાની સાથે સુખડીનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે

પાવાગઢ ખાતે આવતા ભક્તોની સંખ્યા લાખોમા હોય છે.અહીં આવતા મોટાભાગના ભક્તો પોતાની સાથે સુખડીનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. જો કે ભક્તોના જણાવ્યા અનુસાર અહીં સુખડીનો પ્રસાદ ખુબ જ સ્વાદિષ્ટ બને છે અને સ્વછતાનું પણ ખુબ જ ધ્યાન રાખવામા આવે છે.